• ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને તમામ પોલીસ સ્ટેશનના સ્ટાફની વહેલી સવારથી સંયુક્ત રેઇડથી બુટલેગર આલમમાં ફફડાટ : 517 લિટર દારૂ અને 2343 લિટર આથાનો નાશ કરાયો
  • રાજકોટ શહેરમાં ગઈકાલે જ સરાજાહેર દારૂ પીતા શખ્સનો વિડીયો વાયરલ થયાં બાદ પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા દ્વારા દેશી દારૂના અડ્ડા તેમજ બુટલેગરો પર તૂટી પડવા સૂચના આપવામાં આવી હતી. જે સૂચના બાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમોએ સંયુક્ત રીતે સર્જીકલ સ્ટ્રાઇક જેવો દરોડો પાડતા 79 કેસો કરવામાં આવ્યા હતા. દરોડામાં 517 લિટર દારૂ અને 2343 લિટર આથો મળી આવતા નાશ કરવામાં આવ્યો હતો.

રાજકોટ શહેરમાં દારૂબંધીની કોઇ અસર જ ન હોય તેમ દેશી અને વિદેશી દારૂ આસાનીથી મળી પણ જાય છે અને જાહેરમાં ખાખીના ખૌફ વગર પીવાઇ પણ રહ્યો છે. જેમના પૂર્વત દાખલા વિડીયોરૂપે વાયરલ થતા હોય છે. ગઇકાલે પણ એક યુવતી નશાના હાલતમાં બાકડા પર પડી હોય અને એક શખ્સ જાહેરમાં દારૂની બોટલ કાઢી પેક મારતો હોય તેવો વિડીયો વાયરલ થતા કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડયા હતા.જે વિડીયો વાયરલ થતા પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા એકશન મોડમાં આવ્યા હતા અને મોડી રાત્રે શહેરના તમામ પોલીસ મથકોના અધિકારીને જાણ કરી શહેરભરમાં તમામ વિસ્તારમાં ચાલતો દેશીદારૂ તેમજ વિદેશી દારૂના ધંધાર્થી પર તુટી પડી દારૂની બદી નાબુદ કરવાની આપેલ સુચનાથી આજે વ્હેલી સવારે પાંચ વાગ્યેથી શહેરના તમામ પોલીસ મથકના પીઆઇ સહિતનો સ્ટાફ મેદાનમાં આવી દારૂના ધંધાર્થીઓ પર ધોંસ બોલાવી હતી.

શહેરના કુબલીયાપરા, જંગલેશ્વર, પોપટપરા, રૂખડીયાપરા, રૈયાધાર, આજી નદી વિસ્તારોમાં સઘન તપાસ કરી દેશી દારૂના ધંધાર્થીઓની ભઠ્ઠી પર દારૂના બેરલ ઢોળી નાખ્યા હતા અને અનેક દારૂના ધંધાર્થીઓ સામે ગુના પણ દાખલ કરવામાં આવ્યા હતા. જયારે એ ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાં પીઆઇની રાહબરીમાં સ્ટાફે જયુબેલી ચોક, એસ.ટી. ચોક, કોઠારીયા, લોધાવાડ, જાગનાથ સહિતના વિસ્તારોમાં રેડ કરી દારૂના 10 ગુના દાખલ કરી દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો.

ઉપરાંત માલવિયાનગર વિસ્તાર, ગાંધીગ્રામ વિસ્તારોમાં પણ પોલીસે દરોડા પાડી મોટી કાર્યવાહી કરી હતી. વ્હેલી સવાર શરૂ થયેલા દારૂના દરોડા 9 વાગ્યા સુધી અવિરત રહી હતી. ઉલ્લેખનીય છે કે, જયારે જયારે દારૂડીયાઓ નશાની હાલતમાં રૌફ જમાવતા હોય કે જાહેરમાં નશો કરતા હોય તેનો સોશ્યલ મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ જ પોલીસ બુટલેગરો સામે મેદાનમાં ઉતરે છે. જો આવી જ કાર્યવાહી નિયમિત રહે તો રાજકોટ શહેર રંગીલુ જ રહેશે.

એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ તમામ વિસ્તારમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ પીએસઆઇ તેમજ ડી સ્ટાફના માણસો તેમજ ચોકીના માણસો દ્વારા વહેલી સવારના કલાક 05:00 વાગ્યેથી કલાક 09:00 સુધી જુબેલી ચોકી, એસટી ચોકી, કોઠારીયા ચોકી, લોધાવડ ચોકી તેમજ જાગનાથ ચોકી વિસ્તારમાં પ્રોહિબિશનની રેડ કરવામાં આવી હતી. જેમાં કુલ પ્રોહીબિશન તેમજ ઇંગલિશ દારૂના મળી 10 કેસો કરવામાં આવ્યા હતા.

રાજકોટ શહેર વિસ્તારમા દારુ અંગે ની ગે.કા. પવૃતી નેસ્તનામુદ કરવા રાજકોટ શહેર પોલીસ દ્રારા પ્રોહીબીશન ની ડ્રાઇવ રાખી દેશીદારૂઅંગેના કૂલ -79 કેસ કરવામા આવેલ

રાજકોટ શહેર પોલીસ દ્વારા દારુની બદી ડામવા શહેર ક્રાઇમ બ્રાન્ચ તથા તમામ પોલીસ સ્ટેશન દ્રારા અલગ-અલગ ટીમો બનાવીને રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહીબિશન ડ્રાઇવ રાખવામા આવેલ હતી. પ્રોહીબીશનની પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમોના રહેણાંક મકાને અને જ્યાં પ્રોહીબીશનની પ્રવૃત્તિ થતી હોવાનુ જણાય આવેલ હોય ત્યાં રેઇડ કરતા પ્રોહીબીશનના કુલ 79 કેશો શોધી કાઢવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર 517 કિ.રૂ. 10340, આથો લીટર 2343 કી.રૂ.4686 નો સ્થળ પર નાશ કરવામા આવેલ છે. તેમજ 27 પ્રોહીબીશનની નીલ રેઇડ થયેલ છે.

  • મોડી રાત્રે જ પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ તૂટી પડવા આપ્યા’તા આદેશ

ગઈકાલે અલગ અલગ બે દારૂના વિડીયો વાયરલ થયાં બાદ આકરાપાણીએ આવેલા પોલીસ કમિશ્નર બ્રજેશ ઝાએ ગત મોડી રાત્રે જ બુટલેગરો અને દેશી દારૂના અડ્ડાઓ પર તૂટી પડવા આદેશ આપી દીધા હતા. જે બાદ આજે વહેલી સવારે 5 વાગ્યાંથી જ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, એલસીબી અને સ્થાનિક પોલોસે દરોડાનો ધમધમાટ શરૂ કરી દીધો હતો.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.