- બાળક ઘોડીયામાં હોય ત્યારથી તેને રંગબેરંગી રમકડા બહુ જ ગમે છે: આજના યુગમાં સૌથી સારા રમકડાં નાના બાળકો માટે આવે છે: ચિત્રોમાં રંગપૂરણી કરવાની પ્રવૃત્તિ બાળકોને વિશેષ ગમે છ
- નાના ધોરણના પુસ્તકો કલરફૂલ હોવાથી બાળકોમાં રસ-રૂચી વધે છે: 1880ના દાયકામાં પ્રથમ રંગીન પુસ્તક પ્રકાશિત થયુ હતુ: 1970 પછી રંગીન પુસ્તકોનો ટ્રેન્ડ વધવા લાગ્યો હતો
આપણાં જીવનમાં આપણે સૌથી વધુ પ્રેમ આપણાં સંતાનોને કર્યે છીએ. આપણું તમામ કાર્ય તેના ભાવિ આયોજન માટે હોય છે. પૃથ્વી પર વસતો તમામ માનવી જન્મની સાથે પ્રથમ વર્ષ પૂર્ણ કરે તે વચ્ચેના ગાળામાં વિવિધ રંગો સાથે સંબંધ બાંધે છે. મમ્મીની સાડી કે ડ્રેસનો કલર જોઇને તે ઓળખી જાય છે. બાળકના કપડા, શુઝ અને વિવિધ વસ્તુઓમાં પણ કલરની પસંદગી વિશાળ હોય છે. પીન્ક કલર ગર્લ ચાઇલ્ડ માટે ફેવરીટ ગણાય છે. દરેક બાળકના જીવનમાં આ કલરો તેના સર્વાંગી વિકાસમાં ખૂબ જ મદદ કરે છે. આજના યુગમાં મા-બાપો બાળકોના ઉછેર-આહારમાં વિશેષ દરકાર લેતા હોવાથી લાલમાનસનો અભ્યાસ પણ કરે છે. નાનકડું બાળક આસપાસની દુનિયામાં વિવિધ રંગો નિહાળે છે, એટલે જ તે જોઇને આનંદિત થાય છે અને તે વસ્તુંને પકડવાની ટ્રાય કરે છે.
આજનો દિવસ વિશ્ર્વના ઘણા દેશોમાં રંગીન પુસ્તકના દિવસ તરીકે ઉજવાય છે, ત્યારે આપણી આસપાસની રંગીન દુનિયાની વાત કરવી છે. પહેલા બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ આવતી હતી બાદમાં ગેવા કલર, ઓરવો કલર, ઇસ્મેન કલર ફિલ્મો આવવા લાગી હતી. કલરો જ આપણું જીવન છે, તેનાથી જ બાળથી મોટેરા પ્રભાવિત થાય છે એ દિવસો ગયી જ્યારે રંગ માત્ર બાળકો માટે જ આવતા, આજે રંગીન પેન, સ્કેચપેન, માર્કર, કલર પેન્સિલ વિગેરે આવવા લાગતા ચિત્રો પરત્વે લોકોની રૂચિ વધી ગઇ છે. આપણે આપણાં વસ્ત્રોમાં કલરનું મેચિંગ પ્રથમ જોઇએ છીએ. નાના બાળકોમાં આ કલરોને કારણે જ સર્જનાત્મક શક્તિ ખીલે છે. કલર કરવાનો આનંદ કંઇક નિરાળો હોય છે.
આજે સૌ મા-બાપે બાળપણની ગમતી યાદો પાછી લાવીને તેના સંતાનોને કલરિંગ પ્રવૃત્તિ સાથે જોડવાના છે. બધા માટે કલરફૂલ ચિત્રો અને પુસ્તકો તાણ ઘટાડે, રીલેક્સનો અનુભવ અને સર્જનાત્મકતાને પ્રોત્સાહિત કરે છે. બાળકના માનસપટ્ટમાં રમતાં ચિત્રો આ માધ્યમ થકી જ તે દોરવાની કોશિશ કરે છે. રંગીન પુસ્તકોની ઉત્પત્તિ 1880ના દાયકાની છે, પરંતુ તેની ઉજવણી કાર્યક્રમ તો 2015 પછી જ શરૂ થયા હતા. છેલ્લા ત્રણ-ચાર દાયકાથી બાળકો માટે મનોરંજન અને શિક્ષણ માટે કલર પુસ્તકની ડિઝાઇન કરાય હતી, બાદમાં પુસ્તકો વિકસિત થયા હતા.
આજે કલરફૂલ પુસ્તકો આવવાથી બાળકોમાં રસ-રૂચી વધ્યા છે, તો ઉપચારાત્મક લાભો પણ વધ્યા છે. ચિત્રપૂર્ણ થયે બાળકના મુખ પર સંતોષ સાથે આનંદને હાસ્ય જોવા મળે છે. બાળકો પોતાના કલરફૂલ ચિત્રો ડ્રોઇંગ રૂમની દિવાલો પર પણ ચિપકાવે છે. રંગીન દુનિયા, રંગ અને આનંદ સાથે ક્રિએટીવીટીનું મિશ્રણ છે. કલરફૂલ બુકો વ્યાવસાયિક સંશોધનમાં પણ ઊંડા મૂળ ધરાવે છે.
આજના બાળકોના મનપસંદ રંગીન પુસ્તકો પહેલા પુખ્તવયના લોકો માટે વધુ સેવા આપતા હતા, બાદમાં તેનો ઉપયોગ શૈક્ષણિક સાધનો, ઉપચારાત્મક સહાય જેવા વિવિધ હેતુ માટે થવા લાગ્યો હતો. આજે સ્ટોરબુક, 1 થી 100 અંક એનિમલ બુક, કક્કો-બારાક્ષરી વિગેરે બુક્સ ખૂબ જ સરસ ફોર કલર કે મલ્ટી કલરમાં આવતી હોવાથી બાળકોને તેને જોવા-વાંચવામાં મજા આવે છે, ને રસમાં વધારો થાય છે. કલરિંગ બુક ડે તમામ ઉંમરના લોકોને વિવિધ કલરિંગનો આનંદ આપે છે. આજે શાળાઓમાં ક્રેયોન્સ કે રંગીન પેન્સિલોના માધ્યમ થકી વિવિધ ચિત્રો પ્રવૃત્તિ અને પ્રોજેક્ટ કરાવે છે. કલરથી જ બાળકોની કલ્પનાશક્તિ ખીલે છે. આપણાં સૌના બાળપણના સરળ સમયને ફરીથી જીવવું હોય તો કલરો સાથે તમારી કલ્પનાને મુક્તમને રમવા દો.
બાળકોમાં કુશળતાનો વધારો કરવા પણ કલર જ તેને સહાય કરે છે. ધૂળેટીમાં પણ આપણે એકબીજાને કલર લગાડીને રમીએ છીએ. રોજિંદા જીવવની ધમાલમાંથી શાંતિપૂર્ણ વિરામ પ્રદાન કરવા કલરો જ હાથવગું હથિયાર છે. આજે તેની ઉજવણી કરવા સોલો કલરિંગ સ્ટ્રીટ, આર્ટવર્ક શેર કરો, કુદરતી સૌર્દ્યને માણો, તાજી હવામાં કુદરતના રંગો માણવા જોઇએ. તમારી કલરિંગ બુક બનાવો, કલરિંગ પ્રોજેક્ટ કરો. આજે આપણાં મકાનમાં બાળકોના રૂમમાં શ્રેષ્ઠ કલર કોમ્બિનેશન કરીએ છીએ. ટીવીના કેરી કેચર, કાર્ટુનો વિગેરેનો વોલપેપરથી શયનખંડને કલરફૂલ સાથે નયનરમ્ય બનાવીએ છીએ. વાસ્તુ શાસ્ત્ર પણ રંગો ઉપર ભાર મુકે છે.
લીલો રંગ સફળતા દર્શાવે અને હકારાત્મકતા લાવે
આપણાં જીવનમાં રંગોનું વિશેષ મહત્વ છે, અને લોકોને પણ અમુક કલરો વધુ ગમતા હોય છે. વિવિધ કલરોની વાત કરીએ તો લીલો રંગ જીવનની સફળતા સાથે હકારાત્મકતા લાવે છે. તમારૂ બાળક ઓવર એક્ટિવ હોય તો વાદળી કલર તેને માટે સારો ગણાય છે. બાળકોના મૂડને સુધારવા પીળો કલરનો ઉપયોગ કરો. બાળકોને આરામ કરવામાં મદદ કરવા અને શાંતિપૂર્ણ વાતાવરણ નિર્માણ કરવા જાંબલી કલરને વાસ્તુ શાસ્ત્ર પણ ગણે છે. નાનકડા બાળકો માટે લાલ-પીળા-બ્લુ રંગના રમકડા વધુ જોવા મળે છે. બાળકોની આસપાસ લાઉડ કલર્સ ટાળવા જોઇએ. લાલરંગ નકારાત્મક હોવા છતાં લીલા-વાદળી કે પીળા રંગના હળવા શેડ્સનો ઉપયોગ કરવો. જો તમારા બાળકના રૂમમાં સીધો સુર્ય પ્રકાશ આવતો હોવાથી તમારે લાઇટ કલર કરવા જોઇએ. કાળો કલર નાના બાળકોને ગમતો હોતો નથી. પીળો રંગ જ્ઞાનનું પ્રતિનિધિત્વ કરતો હોવાથી મોટાભાગના સ્ટડી ટેબલનો કલર પીળો હોય છે. દરેક મા-બાપે રંગોની દુનિયા સમજવીને બાળકોને પણ સમજાવવી.