• જળસંવર્ધન પ્રોજેકટની સૌથી વધુ વોટરક્રેડીટ માટે મહતમ વરસાદી પાણીનો સંગ્રહ માટે અપાયો એવોર્ડ

જૂનાગઢ નગરપાલિકાની પહેલથી વોટર ક્ધઝર્વેશન પ્રોજેક્ટ દ્વારા સમગ્ર એશિયામાં વોટર ક્રેડિટ મેળવી પ્રથમ નંબરે આવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આમ તો કુદરતી વનસંપદા અને ગરવા ગિરનારને કારણે જૂનાગઢ જગવિખ્યાત છે. ગિરિમાળા વચ્ચે પાણીના અનેક સ્ત્રોત ઉપલબ્ધ છે, જે ગિરનારના કુદરતી સૌંદર્યને ચાર ચાંદ લગાવે છે. જેમાંનો એક હસ્નાપુર ડેમ કે જે ગિરનારન તળેટીમાં જંગલો વચ્ચે આવેલ છે તેણે પાણીના સ્ત્રોત સાથે વોટર ક્ધઝર્વેશનનું ઉત્તમ ઉદાહરણ પૃરુ પાડ્યું છે.

પાણી એ કુદરતી સ્ત્રોત છે અને જીવનઆવશ્યક પણ ખરું, આવનારા સમયમાં પાણીનું મહત્વ સમજી સમગ્ર વિશ્વ પાણીના સંરક્ષણ અંગે જાગૃત બની છે અને પ્રેરણા પુરી પાડવા માટે વિવિધ પ્રોજેક્ટ્સ અમલી બનાવ્યા છે. જેમાં યુનિવર્સલ કાર્બન રજિસ્ટ્રી દ્વારા એશિયા સ્તરે વોટર ક્રેડીટ વોટર ક્ધઝર્વેશન હેઠળ રેઈન વોટર હાર્વેસિ્ંટગ,વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ,સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ,અન્ય એલીજીબલ પ્રોજેક્ટ અમલી બનાવ્યા છે.

જુનાગઢ મહાનગર પાલિકાની વોટર વર્કસ શાખાના કાર્યપાલક ઇજનેર શ્રી અલ્પેશ ભાઈ ચાવડા એ જણાવ્યું હતું કે,વોટર ક્ધઝર્વેશન પ્રોજેક્ટ અંતર્ગત હસ્નાપુર ડેમ પ્રોજેક્ટ થકી વિપુલ માત્રામાં પાણીનો સંગ્રહ કરી 9 વર્ષ ના ગાળામાં 90 લાખ વોટર ક્રેડીટ પ્રાપ્ત કરેલ છે. આ પ્રોજેક્ટ 9 વર્ષ પહેલા શરુ કરવામાં આવેલ છે. 9 વર્ષ પૂર્ણ થતા યુનિવર્સલ કાર્બન રજીસ્ટ્રી સંસ્થા દ્વારા વોટર ક્રેડિટ પ્રોગ્રામમાં વોટર ક્ધઝર્વેશન પ્રોજેક્ટ અંતર્ગત હસ્નાપુર ડેમમાં વરસાદી પાણીના સંગ્રહ કરવા બદલ 1000 લીટરે એક ક્રેડિટ લેખે વાર્ષિક મહત્તમ 10 લાખ ક્રેડિટના ધારા ધોરણ મુજબ પાછલા નવ વર્ષો સાથે કુલ 90 લાખ ક્રેડિટ જુનાગઢ મહાનગરપાલિકાને મળેલ તેનો ક્લેમ કરવામાં આવેલ, મહાનગર પાલિકા, જુનાગઢ દ્વારા વોટર ક્રેડીટ પ્રોજેક્ટની કામગીરીથી જુનાગઢ શહેરમાં તેમજ આસપાસની અન્ય નગરપાલિકાઓમાં ઉતમ ઉદાહરણ પૂરું પડી શકાય તેમ હોય તથા શહેરીજનોના પાણી પ્રત્યેના અભિગમને બદલાવવા પહેલરૂપ કરવા વોટર ક્રેડીટને લગત પ્રોજેક્ટોના અમલીકરણ કરવાનું આયોજન થયુ હતું.તા.04/07/2022ના રોજથી જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા વોટર ક્રેડીટ સેક્ટર પૈકીના વોટર ક્ધઝર્વેશન સેક્ટરના હસ્નાપુર ડેમ પ્રોજેક્ટને લગતી કામગીરી શરુ કરવામાં આવી હતી. તા. 30/06/2023ના રોજ જુનાગઢ મહાનગરપાલિકા ખાતે યુનિવર્સલ કાર્બન રજીસ્ટર સંસ્થા દ્વારા પ્રમાણિત એજન્સી જચઅઈ ઈયિશિંરશભફશિંજ્ઞક્ષ ઙદિ.ં કમિં દ્વારા હસ્નાપુર ડેમનો પ્રોજેક્ટ રીપોર્ટ વેરીફાઈ કરી, નિયમાનુસાર પ્રોજેક્ટના તમામ ટેકનીકલ પ્રમાણો ચકાસી, પ્રોજેક્ટ સ્થળ ખાતે સાઈટ વિઝીટ કરી, ઓડીટ કરી, પ્રોજેક્ટનું મૂલ્યાંકન કરવામાં આવ્યુ હતું. તેમજ જુનાગઢ મહાનગરપાલિકાને એશિયા સ્તરે વોટર ક્રેડીટ મેળવનાર પ્રથમ નંબરની સંસ્થાનું બિરુદ આપવામાં આવ્યુ હતુ. હસ્નાપુર ડેમ 1961 પહેલા સિંચાઇ વિભાગ હસ્તક હતો. 1961થી મહા નગરપાલિકા(ત્યારે નગરપાલિકા)ને સોપવામાં આવ્યો હતો. આ અંગે વધુમાં માન.કમિશનર શ્રી ડો.ઓમ પ્રકાશ દ્વારા વધુમાં જણાવતાં યુનિવર્સલ કાર્બન રજીસ્ટર સંસ્થા દ્વારા જુનાગઢ મહાનગરપાલિકાને વોટર ક્રેડીટ આપવામાં આવેલી, આટલું જ નહીં આ ક્રેડિટને માર્કેટમાં ગ્રીન ઓર્ચીડ વડોદરા સંસ્થા દ્વારા 100 ક્રેડિટ ખરીદ કરી રૂ.25,000 નો રોકડ રકમનો ચેક પણ અર્પણ કરવામાં આવ્યો છે.

આ પ્રોજેક્ટ હેઠળ જુનાગઢ મહાનગરપાલિકાના અન્ય અર્બન લોકલ બોડીને પણ કે જેઓ આર્થિક રીતે નબળા હોય તો સરકારી ગ્રાન્ટ ટેક્સ કલેક્શન પાયાની આવક સિવાય પણ અન્ય વધારાના આવકના સ્ત્રોત સંશોધન ઊભા કરી શકે તે બદલ મુખ્યમંત્રીશ્રીએ જુનાગઢ મહાનગરપાલિકાના વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે મહાનગરપાલિકાના આ કાર્યની પ્રશસ્તિ કરી હતી.

હસ્નાપુર ડેમની ખાસીયત

હસ્નાપુર ડેમ જૂનાગઢથી 17 કી.મી. દૂર ગિરનાર પર્વતમાળાની ઉબેણ નદીની ટિબ્યુટરી લોલ નદી પર બાંધવામાં આવેલો છે. જેનો વિસ્તાર 8.86 ચો. માઈલ છે. ડેમની પાણીની સંગ્રહ ક્ષમતા 296.76 એમ.સી.એફ.ટી. છે. ડેમથી 27 ઇંચની 11 કિમિ પાઈપલાઈન દ્વારા જૂનાગઢના ધારાગઢમાં આવેલ ફિલ્ટર પ્લાન્ટ સુધી પાણી પહોંચાડી ફિલ્ટર કરવામાં આવે છે. જેમાંથી શહેરના ચાર ઝોનમાં પાણી પુરૃં પાડવામાં આવે છે.

ભવિષ્યમાં જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા વોટર ક્રેડિટ પ્રોગ્રામ હેઠળ રેઈન વોટર હાર્વેસિ્ંટગ,વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ,સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ,અન્ય એલીજીબલ પ્રોજેક્ટ જેવા અલગ અલગ પ્રોજેક્ટમાં વધારાની ક્રેડિટ મેળવવા આયોજન કરવામાં આવેલ છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.