ડોક્ટરો અને ફિટનેસ એક્સપર્ટ્સ હમેશા એવી સલાહ આપે છે કે તંદુરસ્ત અને નીરોગી રહેવા પૂરતા પ્રમાણમા પાણી પીઓ. પરંતુ શું તમને ખબર છે કે પાણીનો અતિરેક માણસ માટે જીવલેણ સાબિત થયી શકે છે???? જી હા આ વાત બિકુલ સાચી છે . દિવસ આખામાં એક સ્વસ્થ વ્યક્તિએ છ લિટર પાણી પીવું જોઈએ. પંતૂ આજે જે વ્યક્તિની વાત કરવા જય રહ્યા છીએ એ વ્યક્તિ રોજનું 20 લિટર પાણી ગટકાવી જાય છે અને એનું પણ એક ખાસ કારણ છે. જેને જૈની તમને પણ આશ્ચર્ય થયા વગર નહી રહે …. તો આવો જાણીએ એ જર્મન વ્યક્તિ વિષે….
જર્મનીમાં રહેતા 36 વર્ષીય માર્ક વુબેનહોર્સ્ટ દિવસની 20 લિટર કરતાં પણ વધુ પાણી પીવે છે જેનું મુખ્ય કારણ તેની બીમારી છે જેમાં તેને વારે વારે યુરીનલ માટે જવું પડે છે અને તેના કારણે તે બે કલાકથી વધુની ઊંઘ પણ નથી લઈ શકતો. એ ડાયાબિટિસનો દર્દી છે અને તેને એવા પ્રકારનું ડાયાબિટીસ છે જેમાં વારે ઘડીએ તેને લઘુશંકા માટે જવું પડે છે અને એટ્લે જ જરૂર કરતાં વધુ પ્રમાણમા પાણી પીવું પડે છે. વડુ પડતાં યુરીન ડિસ્ચાર્જ ના કારણે તેના શરીરમાં ડિહાઈડ્રેશનનો પ્રશ્ન થાય છે અને જેવુ તેના શરીરમાં પાણી જાય છે અને વજન થાય છે ત્યારે તેને યુરીન પાસ કરવાનું જરૂર પડે છે .
માર્ક વુબેનહોર્સ્ટ તેની આ બિમારી વિષે લોકોને જાગૃત કરવા ઈછે છે. જેનાથી મોટા ભાગના લોકો હજુ અપરિચિત છે . આ બીમારી એટ્લે ડાયાબિટીસની જ એક પ્રકાર છે જેમાં પાણીની ઉણપ સર્જાય છે અને વ્યક્તિને ડિહાયડ્રેશનનો સામનો કરવાનો વારો આવે છે અને તેના કારણે સામાન્ય માણસ કરતાં વધુ પ્રમાણમા પાણી પીવું પડે છે .
પરંતુ અપનીનો અતિરેક પણ જીવલેણ સાબિત થાય ક્જે જેમાં વધુ પરમનમાં પાણી પીવાથી મગજની નસો ઉપર દબાણ આવે છે જેનાથી મૃત્યુ પણ થઈ શકે છે . એવી જ એક ઘટના 2007 માં સામે આવી હતી જેમાં કેલિફોર્નિયામાં એક સ્પર્ધામાં ત્રણ બાળકની માતાએ એક કલાકમાં 6 લિટર પાણી પીધું હતું અને સ્પર્ધા જીતી હતી પરંતુ તેના શરીરમાં પાણીના અતિરેકના કારણે સ્પર્ધામાં તો જીત મેડવી શકી હતી પણ જીવના ભોગે……..!!!!!