મોટા રેન્સમવેર એટેકથી લગભગ 300 નાની ભારતીય બેંકોની કામગીરી ખોરવાઈ ગઈ છે, જેની મુખ્ય અસર ગ્રામીણ અને સહકારી સંસ્થાઓ પર પડી છે. આના કારણે ATM અને UPI સર્વિસને ખરાબ રીતે અસર થઈ છે.
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ કહ્યું છે કે UPI, IPMS અને કેટલીક બેંકોની અન્ય પેમેન્ટ સિસ્ટમ્સ અસ્થાયી રૂપે ગ્રાહકો માટે ઉપલબ્ધ રહેશે નહીં. ઘણી બેંકોને સેવાઓ પૂરી પાડતી સી-એજ ટેક્નોલોજીસની સિસ્ટમ પર ‘રેન્સમવેર’ હુમલાને કારણે આ બન્યું છે.
Regarding interruption in retail payments pic.twitter.com/Ve32ac7WpQ
— NPCI (@NPCI_NPCI) July 31, 2024
NPCIએ જણાવ્યું હતું કે પેમેન્ટ ઇકોસિસ્ટમ પર મોટી અસરને રોકવા માટે, NPCI એ NPCI દ્વારા સંચાલિત રિટેલ પેમેન્ટ સિસ્ટમ્સને ઍક્સેસ કરવાથી અસ્થાયી રૂપે C-Edge ટેક્નોલોજીને અલગ કરી દીધી છે. આઇસોલેશનના સમયગાળા દરમિયાન, C-Edge દ્વારા સેવા અપાતી બેંકોના ગ્રાહકો પેમેન્ટ સિસ્ટમ્સ ઍક્સેસ કરી શકશે નહીં.
રેન્સમવેર હુમલાને કારણે લગભગ 300 નાની ભારતીય બેંકોની ચુકવણી સેવાઓ અસ્થાયી રૂપે અટકાવી દેવામાં આવી છે.
રેન્સમવેર હુમલાથી કઈ બેંકો પ્રભાવિત છે?
સી-એજ એ સહકારી અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો માટે ટેકનોલોજી સેવા પ્રદાતા છે. NPCIએ જણાવ્યું હતું કે NPCIના ધ્યાન પર લાવવામાં આવ્યું છે કે સહકારી અને પ્રાદેશિક ગ્રામીણ બેંકોને સેવા આપતી ટેક્નોલોજી સેવા પ્રદાતા C-Edge Technologies, રેન્સમવેર એટેકથી પ્રભાવિત થઈ શકે છે, જે તેમની કેટલીક સિસ્ટમોને અસર કરી શકે છે.
તેમાં કહેવામાં આવ્યું છે કે સી-એજ ટેક્નોલોજી સાથે પુનઃસ્થાપન કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે અને જરૂરી સુરક્ષા સમીક્ષાઓ પ્રક્રિયામાં છે. અસરગ્રસ્ત બેંકોની કનેક્ટિવિટી વહેલી તકે પુનઃસ્થાપિત કરવામાં આવશે.
રેન્સમવેર એટેક શું છે?
રેન્સમવેર એટેક એ સાયબર એટેકનો એક પ્રકાર છે જેમાં માલવેર પીડિતોના ડેટાને એન્ક્રિપ્ટ કરે છે અથવા તેમને તેમની સિસ્ટમમાંથી લોક કરી દે છે. હુમલાખોરો પછી એક્સેસ પુનઃસ્થાપિત કરવાના બદલામાં ખંડણી માંગે છે.