આગામી ૨૫મી માર્ચે સ્માર્ટ સિટીનું પ્રપોઝલ કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કરાશે.
કેન્દ્રની એનડીએ સરકાર દ્વારા શહેરના જે ૧૦૦ શહેરોને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં રાજકોટ શહેરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા પ્રમ બે તબકકામાં જે શહેરીની પસંદગી સ્માર્ટ સિટી તરીકે કરવામાં આવી છે. જેમાં રાજકોટના નામની જાહેરાત કરવામાં આવી ની. દરમિયાન ત્રીજા તબકકા માટે રાજકોટ મહાપાલિકા દ્વારા આગામી ૨૫મી માર્ચના રોજ કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે.
આજે મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાની અને સિટી ઈજનેર ચિરાગભાઈ પંડયાએ રાજય સરકારના શહેરી વિકાસ વિભાગ સમક્ષ સ્માર્ટ સિટી રાજકોટ પ્રપોઝલનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. અગાઉ બે વખત રાજકોટની પસંદગી સ્માર્ટ સિટીમાં ન તા કોર્પોરેશનને આ અંતિમ તક છે તેવું માનીને પ્રપોઝલ તૈયારી કરી છે. સ્માર્ટ સિટી પ્રોજેકટ અંતર્ગત મહાપાલિકાની વિકાસ કામો માટે આગામી પાંચ વર્ષમાં રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા કરોડો ‚પિયાની ફાળવણી કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ જયારે રાજય સરકાર સમક્ષ મહાપાલિકાએ સ્માર્ટ સિટીની પ્રપોઝલનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું ત્યારે સરકાર રાજકોટના પ્રપોઝલની સર્વશ્રેષ્ઠ તેવું જણાવ્યું હતું અને પ્રપોઝલના વખાણ પણ કર્યા હતા પરંતુ ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા સ્માર્ટ સિટી માટે નામોની જાહેરાત કરવામાં આવી ત્યારે રાજકોટનું નામ જાહેર કરવામાં આવ્યું ન હતું.