• ઉત્તરાખંડમાં 3 જગ્યાએ ઉપરાંત કેદારનાથમાં પણ વાદળ ફાટવાની ઘટના: કેદારનાથના રસ્તે ભુસ્ખલન થતા અનેક યાત્રિકો ફસાયા: કુલ્લુ-મનાલીમાં પણ પ્રવાસીઓ અટવાયા
  • ઉત્તરાખંડ અને હિમાચલમાં વાદળ ફાટતા તબાહી મચી છે. 10થી વધુના મોત નોંધાયા છે. તો અનેક લોકો લાપતા બન્યા છે. તો બીજી તરફ કેદારનાથના રસ્તે ભુસ્ખલ થતા અનેક યાત્રિકો ફસાયા છે. ઉપરાંત કુલ્લુ-મનાલીમાં પણ પ્રવાસીઓ ફસાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

હિમાચલ પ્રદેશમાં ગઈકાલે રાત્રે ભારે વરસાદ બાદ 3 જગ્યાએ વાદળ ફાટવાના સમાચાર છે.  કુલ્લુ, મંડી અને રામપુરમાં વરસાદે ભારે તબાહી મચાવી છે.  પાર્વતી નદીનું જળસ્તર વધવાને કારણે મલાણામાં પાવર પ્રોજેક્ટ 1નો ડેમ તૂટી ગયો હતો. રામપુરના સમેજ ખાડમાં વાદળ ફાટતાં સમેજ ગામના અનેક ઘરો ધોવાઈ ગયા હતા.  અત્યાર સુધીમાં 2 લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે 51 લોકો લાપતા છે.

ઉત્તરાખંડના કેદારનાથમાં બુધવારે મોડી રાતે વાદળ ફાટવાની ઘટના બની હતી. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, કેદારનાથમાં વાદળ ફાટવાથી 2 લોકોના મોત થયા છે અને 200થી વધુ યાત્રીઓ ફસાયા છે જેમને બચાવવાની કામગીરી ચાલી રહી છે. વાદળ ફાટવાના કારણે ભારે નુકસાન થવાની શક્યતા છે. હકીકતમાં, ઉત્તરાખંડના લિચોલી જિલ્લામાં વાદળ ફાટવાની ઘટના બની છે, રેસ્ક્યૂ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ચિંતાની વાત એ છે કે વાદળ ફાટવાના કારણે મંદાકિની નદીનું જળસ્તર અચાનક વધી ગયું છે. ઉપરાંત રાજ્યમાં કુલ 8 લોકોના મોત થયાનું સામે આવી રહ્યું છે.

સૌથી મોટી વાત એ છે કે, વાદળ ફાટ્યા બાદ કેદારનાથમાં પણ ભૂસ્ખલનના સમાચાર આવ્યા છે, પગપાળા માર્ગને પણ નુકસાન પહોંચ્યું છે. આ કારણે ઘણા મુસાફરો ફસાયા છે, જેમને વહેલી તકે સુરક્ષિત બહાર કાઢવામાં આવી રહ્યા છે.

શાળા- કોલેજો બંધ કરી દેવાય

ઉત્તરાખંડના કેદારનાથમાં વાદળ ફાટ્યા બાદ વરસાદ સતત ચાલુ છે. તેના કારણે પણ પાણીનું સ્તર વધી રહ્યું છે અને જમીન પરની સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. હાલ તો સરકારે જરૂરી પગલાં લઇ શાળા બંધ રાખવાનો આદેશ જારી કર્યો છે. ઉત્તરાખંડના ઘણા જિલ્લાઓમાં શાળાઓ બંધ રહેવાની છે. હવામાન વિભાગે ઉત્તરાખંડના સાત જિલ્લામાં 48 કલાક માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આવી સ્થિતિમાં આગામી કેટલાક દિવસ વરસાદથી કોઈ રાહત મળી નથી.

ચારધામ યાત્રા સ્થગિત કરી દેવાય

હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલ રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને, ગઢવાલ ડિવિઝનના કમિશનર વિનય શંકર પાંડેએ ચાર ધામ યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગુરુવાર, 1 ઓગસ્ટની ચાર ધામ યાત્રાને સ્થગિત કરી છે.  હરિદ્વારના જિલ્લા પ્રવાસન વિકાસ અધિકારીએ જણાવ્યું કે આને ધ્યાનમાં રાખીને હરિદ્વાર અને ઋષિકેશ સ્થિત રજીસ્ટ્રેશન કેન્દ્રોમાં નોંધણીની પ્રક્રિયા પણ મોકૂફ રાખવામાં આવી છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.