• એલજી ઈલેકટ્રોનિકસની  27મી વર્ષ ગાંઠ નિમિતે
  • ક્રોમા સ્ટોર ખાતે ટીવી બિઝનેશ હેડ અભિરલ ભંશાલી, રીજનલ બિઝનેસ હેડ નિખિત સુતરીયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોન્ચીંગ સેરેમની યોજાઈ
  • ઓએલઈડી ઈવો એઆઈટીવી  42 ઈંચથી લઈ  97 ઈંચ સુધીના ઉપલબ્ધ થશે

એલજી ઈલેકટ્રોનિકસની ભારતમાં 27મી વર્ષગાંઠ નિમિતે એલજી ઈલેકટ્રોનિકસ ઈન્ડિયાએ એલજી ઓએલઈડી ઈવો એઆઈ ટીવીની નેકસ્ટ જનરેશનને લોન્ચ કરી છે.ત્યારે રાજકોટમાં નાનામવા સર્કલ પાસે આવેલ કોમા સ્ટોરમાં  ટીવી બિઝનેશ હેડ અભિરલ ભંશાલી, નિખિલ સુતરીયા, રીજનલ બિઝનેસ હેડ ગુજરાત, ક્રોમાના કલસ્ટર મેનેજર ગિરિશ રાજકોટ બ્રાન્ચ મેનેજર પ્રાન્સુ જૈન, રાજકોટ એરિયા સેલ્સ મેનેજર આનંદ ભટ્ટ, બ્રાન્ચ માર્કેટીંગ મેનેજર શુભમ શર્માની ઉપસ્થિતિમાં એલજીના નવા ઓએલઈડી ટીવી લાઈનઅપની ભવ્ય પ્રસ્તુતિ કરવામાં આવી હતી. રાજકોટમાં ક્રોમાના 6 અને સૌરાષ્ટ્ર કચ્છમાં ક્રોમાના  16 સ્ટોર  ઉપલબ્ધ છે. ત્યારે લોન્ચીંગ પ્રસંગે ટીવી બિઝનેશ હેડ અભિરલ ભંશાલીએ એલજી ઓએલઈડી ઈવો એઆઈ ટીવી વિશે ચર્ચા કરી હતી.

એલજી ઇલેક્ટ્રોનિક્સ (એલજી) એક દાયકાથી પણ વધુ સમયથી ટેકનેલોજીમાં પ્રણેતા છે અને અગ્રીમ સ્થાન ધરાવે છે, તેઓને પારિવારિક મનોરંજન માટે અદ્યતન શૈલીના સંશોધન પ્રસ્તુત કરતા ગૌરવની લાગણી થાય છે. નેક્સ્ટ જનરેશન. એઆઈટીવી  108 સીએમએસથી  246 સીએમએસ (97)ની સાઈઝમાં ઉપલબ્ધ છે. 2024 લાઇનઅપમાં એલજી ઓએલઈડી 97 જી4  સહિત એલજી ઓએલઈડી ઈવો એઆઈ અને એલજી કયુએનઆઈડીએઆઈ   ટીવીની સૌથી અદ્યતન રેન્જ છે.

વિશ્વનું સૌથી મોટું  ઓએલઈડી ટીવી જે પાવર પેક્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) પર્ફોર્મન્સ ધરાવે છે જે જોઈ આનંદ માણવાના દરેક પાસાને આવરી લે છે એટલે કે, ચિત્રની ગુણવત્તા, ઓડિયો ગુણવત્તા અને વ્યક્તિગત થી ઉચ્ચતમ શિખરો પર. નવા 55 મોડલ પસંદગીના વૈવિધ્યસભર મનોરંજન માણવાનો આનંદ આપવા પૂરી કરવા માટે પ્રસ્તુત કરવામાં આવ્યા છે, આ પ્રસ્તુતિ ટેલિવિઝન ઉદ્યોગમાં દ્રશ્ય શ્રેષ્ઠતા અને વ્યક્તિગત મનોરંજનની સીમાઓની સીમાઓ સર કરવાની પ્રતિબદ્ધતાને એલજી ઇલેક્ટ્રોનિક્સ ફરી સિદ્ધ કરે છે.

ઉન્નત એઆઈ અપ સ્કેલિંગ ક્ષમતાઓ સાથે,  એલજીના નવીનતમ ઓએલઈડીએઆઈ  ટીવી ચિત્રની ગુણવત્તામાં સુધારો કરવા માટે ચોક્કસ પિક્સેલ- લેવલ ઇમેજ વિશ્લેષણ સાથે ઑબ્જેક્ટ અને બેકગ્રાઉન્ડ સમૃદ્ધ અને શાર્પ કરે છે. એઆઈની શક્તિ દ્વારા, એલજીઓએલઈડી ટીવી એક સ્પષ્ટ, વધુ ગતિશીલ જોવાનો અનુભવ આપે છે અને સબ-4કે ઓટીટી સામગ્રી જોતી વખતે રીઅલ-ટાઇમ અપ સ્કેલિંગ ઓફર કરે છે. અદ્યતન પ્રોસેસર ડાયરેક્ટરની કલ્પના મુજબ મૂળ મૂડ અને કલર ટોન મૂળભૂત પ્રસ્તુત કરે છે.

નોંધપાત્ર ચિત્રો ઉપરાંત, એઆઈ સાઉન્ડ પ્રો ટીવીના બિલ્ટ-ઇન સ્પીકરમાંથી વર્ચ્યુઅલ 11.1.2 સરાઉન્ડ સાઉન્ડનો લાભ લઈને ઓડિયોને સમૃદ્ધ બનાવે છે, જે આબેહૂબ અને વાસ્તવિકતાની ભાવનાને ઉજાગર કરે છે. આ વિશેષતા પાછળના બિનજરૂરી અવાજ (સાઉન્ડ)ને દૂર કરી સંવાદ સ્પષ્ટ માણવાનો આનંદ આપે છે. એલજીની નવીનતમ ઓએલઈડી ઈવીઓ જી 4 શ્રેણી પરંપરાગત ઓએલઈઓ  ટીવી કરતા 150 ટકા વધુ તેજસ્વીતા પ્રાપ્ત કરવા માટે કંપનીની બ્રાઈટનેસ બૂસ્ટર મેક્સ ટેકનોલોજીનો લાભ લઈને દર્શકોને પ્રભાવિત કરે છે.

ફલેટ પેનલ ટીવીમાં અમારી માર્કેટ લીડરશીપને વધુ વધારવાનું લક્ષ્યાંક: નિખિલ સુતરીયા

આ અવસરે વિશેષ કહેતા,  નિખિલ સુતરીયા – રીજનલ બિઝનેસ હેડ ગુજરાત, ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, “અમને ટીવીની નેક્સ્ટ જનરેશન રજૂ કરવામાં ગર્વ છે, જે અને પ્રીમિયમ બંને ટેકનેલોજીમાં નવીનતાના મોખરાનું પ્રદર્શન કરે છે. એલજી 2024 એલજી ઓએલઈડી ઈવીઓ એઆઈ અને   એલજી કયુએનઈડી એઆઈ ટીવીએસ લાઇનઅપ અદ્યતન પ્રોસેસર સાથે જોવાના અનુભવને નવા સ્તરે લઈ જાય છે જે વિવિધ સ્કીન કદમાં ઉત્કૃષ્ટ ઑડિયો-વિઝ્યુઅલ અનુભવોને સક્ષમ કરે છે, જ્યારે દરેક વ્યક્તિની અનન્ય જીવનશૈલીને અનુરૂપ વ્યક્તિગત વપરાશકર્તા અનુભવ પણ પ્રદાન કરે છે. અને પસંદગીઓ. ભારતમાં વિશાળ સ્કીનવાળા ટીવીની માંગ વધી રહી છે.

અને અમે  સૌથી મોટા 97 ઈંચ (246.38 સીએમ) ટીવી જેવા વાઇબ્રન્ટ પિક્ચર ક્વોલિટી, અદ્યતન-સંચાલિત પ્રોસેસિંગ ટેકનેલોજીઓ જેવા ઉત્પાદનો સાથે અમારા પોર્ટફોલિયોને સતત વધારી રહ્યા છીએ, આ ઉપરાંત ડબલ્યુઈબીઓએસ રિન્યૂ પ્રોગ્રામ આ નવા સાથે. લાઇન અપ અમે ભારતમાં ફ્લેટ પેનલ ટીવીમાં અમારી માર્કેટ લીડરશીપને વધુ વધારવાનું લક્ષ્ય રાખીએ છીએ.

વધુમાં જણાવ્યું હતુ કે અમે ઈન્ડિયામાં નવી ટેકનોલોજી લઈ આવ્યા છીએ. ઓએલજી ઓએલઈડી ઈવો એઆઈ ટીવી સેફલ લાઈન્ટીંગ પીકસેલ છે. જે સારૂ પિકચર આપશે ટીવીમાં અંદર ડોલબી વિઝન, ડોલબી એટમોસ જેવી ટેકનોલોજી છે જે ગ્રાહકોને સીનેમેટીક

એકસ્પીરીયન્સ, સ્ટેડીયમ, સીનેમા જેવી ઘરમાં  જ એકસ્પીરીયન્સ જોવા મળશે. આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સના ફીચર્સ છે. આ વર્ષે એલજી પોતાના માનવતા ગ્રાહકો માટે વેલોએસ રીન્યુ પ્રોગ્રામ લઈને આવ્યું છે.જેમાં ટીવીના સોફટવેર 5 વર્ષ માટે અપગ્રેડ થશે જેવી રીતે મોબાઈલ  અપગ્રેડ થાય છે.  તેવી જ રીતે ટીવી અપગ્રેડ થશે. પીકચર, સાઉન્ડ કવોલીટરી બેસ્ટ છે. ઓએલઈડી એઆઈ ટીવી  42 ઈંચથી શરૂ થઈ અલ્ટ્રાલાર્જ  97 ઈંચ સુધીમાં મળી રહેશે.  આ ટીવી નીકિંમત  80,000 થી શરૂ થાય છે. અને અલ્ટ્રાલાર્જ 97 ઈંચના ટીવીની કિંમત વિસ લાખ રૂપીયા છે.

આ સાથે અમે બિજા ઘણા મોડલ લોન્ચ કર્યા છે. અમે ગ્રાહકો માટે અનેક ઓફરો જેવી કે ફાઈનાન્સ, ક્રેડીટ કાર્ડ, ઈએમઆઈ, કેસ બેંક આપી છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.