દાડમ ખાવામાં જેટલું સ્વાદિષ્ટ અને રસદાર છે એટલું જ તે સ્વાસ્થ્ય અને ત્વચા માટે પણ ફાયદાકારક છે. દાડમમાં વિટામીન A, C, E અને ફોલિક એસિડ અને એન્ટીઓક્સીડેન્ટ ગુણધર્મો રહેલાં છે. દાડમનો ઉપયોગ તમને સ્વસ્થ તો બનાવે છે. પણ સાથોસાથ તે તમારી ત્વચાને ચમકદાર બનાવે છે. દાડમમાં રહેલું વિટામિન E તમારા ચહેરાને સોફ્ટ બનાવે છે. તેમજ ચહેરા પરના ડાઘ-ધબ્બા દૂર કરીને તમારા રંગને નિખારે છે. તેમજ આ ફળ વૃદ્ધત્વ વિરોધી હોવાથી તમને યુવાન રાખે છે. તો જાણો ત્વચા માટે દાડમ કઈ રીતે ફાયદાકારક છે.
ત્વચાને યુવાન રાખે છે.
દાડમનું સેવન કરવાથી તમારું સ્વાસ્થય સુધરે છે. તેમજ આ ફળમાં વૃદ્ધત્વ વિરોધી ગુણધર્મો હોવાથી તમે યુવાન રહો છો. આ સિવાય દાડમની છાલ ત્વચામાં હાજર કોલેજનને નુકસાન થવાથી પણ બચાવે છે. જેના કારણે ત્વચા પર કરચલીઓ પડતી નથી અને તમારો ચહેરો સુંદર બને છે.
ચહેરાને ચમકદાર બનાવે છે.
દાડમના બીજનું તેલ તમારી ત્વચાને સાફ અને સ્વસ્થ રાખે છે. તેમજ આ ફળના બીજનું તેલ તમારી ત્વચાને ઊંડે સુધી પોષણ આપે છે. સાથે જ ત્વચાને મુલાયમ બનાવે છે. તેમજ આ ફળમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે ત્વચાને સુંદર બનાવવામાં મદદ કરે છે. દાડમમાં પાણીનું પ્રમાણ વધુ હોવાથી તે ત્વચાને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. તેમજ કરચલીઓ અને રેખાઓ પણ ઘટાડે છે.
દાડમના બીજનું સ્ક્રબ ફાયદાકારક
દાડમના બીજનું સ્ક્રબ લગાવવાથી તમારા ચહેરાપરની ડેડ ત્વચા દૂર થઈ જાય છે. દાડમના બીજનું સ્ક્રબ તૈયાર કરવા માટે તમારે માત્ર દાડમના દાણાને પીસીને તેમાં થોડું ગુલાબજળ ઉમેરી લો. ત્યારબાદ આ પેસ્ટને ચહેરા પર લગાવવાનું રાખો. હવે તમારા ચહેરાને થોડા સમય પછી ઠંડા પાણીથી હળવા હાથે ધોઈ લો. આ ઉપચારથી ચહેરા પર અલગ જ નિખાર દેખાય આવશે.
ઓઈલી ત્વચા માટે અસરકારક
વરસાદની સીઝનમાં ત્વચા ઓઇલી થવાની સમસ્યા વધારે રહેતી હોય છે. આ માટે તમે દાડમનો ઉપયોગ કરી શકો છો. દાડમનો ઉપયોગ કુદરતી સ્કિન ટોનર તરીકે પણ કરી શકાય છે. સૌપ્રથમ ચહેરાને ક્લીંઝરથી સાફ કરો અને ચહેરો ધોઇ લો. ત્યારબાદ દાડમના થોડા દાણાનો રસ કાઢીને ચહેરા પર લગાવો. તમે દાડમના રસમાં એપલ સાઇડર વિનેગર મિક્સ કરીને પણ ચહેરા પર લગાવી શકો છો. આ ઉપાય અપનાવીને તમે ઓઇલી ત્વચાથી રાહત મેળવી શકો છો.
દાડમનો રસ ત્વચા માટે ફાયદાકારક
દાડમનો રસ તમારી ત્વચા માટે બેસ્ટ ફેસ માસ્ક તરીકે પણ કામ કરી શકે છે. તમે ઘરે જ દાડમનો ફેસ પેક બનાવી શકો છો. આ માટે તમારે દાડમના દાણાને પીસીને પેસ્ટ બનાવી લો. ત્યારબાદ આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવો. પછી 20 મિનિટ પછી ચહેરો ધોઈ લો. ત્યારબાદ તેને તમારા ચહેરા પર લગાવો અને એક કલાક માટે ચહેરા પર રહેવા દો. હવે પાણીથી ચહેરાને ધોઈ લો. આ પ્રયોગથી તમારા ચહેરાની સુંદરતામાં વધારો થાય છે.