• છેલ્લા 24 કલાકમાં રાજ્યના 169 તાલુકામાં મેઘમહેર: સૌથી વધુ પાટણમાં પાંચ ઈંચ જયારે વિસનગરમાં ચાર ઈંચ વરસાદ: કચ્છમાં સિઝનનો સૌથી વધુ 84.57 ટકા વરસાદ વરસ્યો

ઉત્તર ગુજરાતમાં બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે અને આજે પણ કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. ત્યારે ગત 24 કલાકમાં રાજ્યના 169 જિલ્લામાં હળવોથી ભારે વરસાદ વરસ્યો છે. જેમાં પાટણમાં 5 ઇંચ, સરસ્વતીમાં સવા ચાર ઇંચ, અબડાસા અને વિસનગરમાં 4-4 ઇંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 169 તાલુકામાં વરસાદ પડ્યો હતો. સૌથી વધુ વરસાદ પાટણમાં 5 ઈંચ સરસ્વતી તાલુકામાં 4.5 ઈંચ, અબડાસામાં સવા 4 ઈંચ, ખેરાલુમાં 3.5 ઈંચ, મહેસાણામાં 3 ઈંચ, ભાભરમાં 3 ઈંચ, બેચરાજીમાં પોણા 3 ઈંચ, રાધનપુરમાં 2.5 ઈંચ, સાંતલપુરમાં 2.5 ઈંચ, માંડવીમાં સવા 2 ઈંચ, લાખણીમાં સવા 2 ઈંચ, વિસનગરમાં સવા 2 ઈંચ, અંજારમાં સવા 2 ઈંચ, ચાણસ્મામાં સવા 2 ઈંચ, સિદ્ધપુરમાં સવા 2 ઈંચ, દેત્રોજમાં સવા 2 ઈંચ, ઉમરપાડામાં સવા 2 ઈંચ, ખંભાળિયામાં સવા 2 ઈંચ, ભચાઉમાં સવા 2 ઈંચ વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગઈકાલે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં મેઘ મહેર થઈ હતી, જેથી અત્યાર સુધીમાં મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની ઘટ હતી તે સરભર થઈને જરૂરિયાત કરતા 2 ટકા વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે હજુ આજે પણ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, ગઈકાલે સુધી ગુજરાત રાજ્યમાં ત્રણ સિસ્ટમ સક્રિય હતી તેને કારણે વિવિધ જિલ્લાઓમાં વરસાદ થયો હતો. જ્યારે આજે ગુજરાત રાજ્ય પર બે સિસ્ટમ સક્રિય છે જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઓફ શોર ટ્રફને કારણે વરસાદ વરસી શકે છે.

આજે રાજ્યના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્ચ અને દીવના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પાંચ દિવસ વરસાદની વકી

સમગ્ર રાજ્યમાં નૈઋત્ય ચોમાસુ જામ્યું છે અને સાર્વત્રિક વરસાદ થઇ રહ્યો છે ત્યારે હાલ ગુજરાતમાં વરસાદ લાવે તેવી બે સિસ્ટમ સક્રિય થઇ છે. જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. ખાસ કરી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં અતિભારે વરસાદની શક્યતા છે. બીજી તરફ દરિયામાં પણ ભારે પવન ફૂંકાવાની વકી છે. જેના કારણે આગામી પાંચ દિવસ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા ચેતાવણી જારી હવામાન વિભાગે કરી છે. જ્યારે અમદાવાદમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.  અમદાવાદમાં ગઇકાલે સવારથી રાત્રિ સુધી ધીમી ધારે વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે આગાહી કરી છે કે, હાલ અરબી સમુદ્રમાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે, ઉપરાંત એક સિસ્ટમ બની છે. જેના કારણે રાજ્યના મોટા ભાગમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.

  • આજે: બનાસકાંઠા, પાટણ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા તથા કચ્છમાં ભારે વરસાદની આગાહી છે.
  • ગુરુવાર- શુક્રવાર: સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી ભારે વરસાદની આગાહી છે.
  • શનિવાર: નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને તાપીમાં ભારે વરસાદની આગાહી

કચ્છમાં મેઘાની જમાવટ: અબડાસામાં ચાર ઈંચ

કચ્છમાં મેઘાની જમાવટ: અબડાસામાં ચાર ઈંચ

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.