- છેલ્લ ત્રણ મેચમાં શ્રીલંકાની તેની અંતિમ સાત વિકેટ નજીવા સ્કોર પર જ પડતી રહી: જીતવાના આરે આવેલી મેચ પણ ટીમ હારી
- ટી-20માં ભારતની “ક્લીનસ્વીપ”
શ્રીલંકા સામેની ત્રીજી ટી-20માં ભારતે સુપર ઓવરમાં વિજય મેળવ્યો હતો. શ્રીલંકાએ સુપર ઓવરમાં 2 રન બનાવ્યા હતા. જવાબમાં સૂર્યકુમાર યાદવે પ્રથમ બોલે ફોર ફટકારી ટીમને જીત અપાવી હતી. આ જીત સાથે ભારતે 3 મેચની શ્રેણીમાં શ્રીલંકાનો 3-0થી વ્હાઇટવોશ કર્યો છે. ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રીજી ટી 20 મેચ ભારે રોમાંચ પછી ટાઇ પડી હતી. ભારતે 20 ઓવરમાં 9 વિકેટે 137 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકા 20 ઓવરમાં 8 વિકેટે 137 રન બનાવી શક્યું હતું. શ્રીલંકાને 12 બોલમાં 9 રનની જરૂર હતી અને 6 વિકેટ બાકી હતી. જોકે રિંકુ સિંહ અને સૂર્યકુમાર યાદવની શાનદાર બોલિંગની મદદથી મેચ ટાઇ રહી હતી.
પલ્લેકલેમાં છેલ્લી ટી20 મેચ વરસાદને કારણે મોડી શરૂ થઈ હતી, જ્યાં પાવરપ્લેમાં ભારતીય ટીમનો ટોપ ઓર્ડર પડી ગયો હતો. એક સમયે ભારતીય ટીમની 48 રનમાં 5 વિકેટ પડી ગઈ હતી, ત્યારબાદ ભારતીય ટીમે શુભમન ગિલ 39 રન અને રેયાન પરાગ 26 રન અને અંતે વોશિંગ્ટન સુંદર 25 રનની મદદથી 137/9 રન બનાવ્યા હતા. આ પછી, જ્યારે શ્રીલંકાએ રન ચેઝની શરૂઆત કરી, ત્યારે એવું લાગી રહ્યું હતું કે તેઓ ચોક્કસપણે મેચ જીતશે. કુસલ પરેરા અને કુસલ મેન્ડિસની ઇનિંગ્સના કારણે શ્રીલંકાએ લક્ષ્યનો પીછો કરવાની શરૂઆત કરી, પરંતુ તે પછી ભારતીય સ્પિનરો મેચની ફ્રેમમાં આવ્યા, જેમણે 26 બોલમાં 27 રનમાં 7 વિકેટ લઈને શ્રીલંકાને બરાબરી પર લાવી દીધું. જ્યારે મેચમાં મોહમ્મદ સિરાજની ઓવર બાકી હતી ત્યારે સૂર્યકુમાર યાદવે રિંકુ સિંહ અને પોતાના પર દાવ લગાવ્યો હતો અને 12 બોલમાં 9 રન બચાવીને મેચ ટાઈ કરી હતી.
શ્રીલંકા સામે રમાયેલા ત્રણ ટી 20 મેચ ની કરુણતા તો એ છે કે શ્રીલંકા જીતવાના આરે આવી હોય અને તેની બાકીની વિકેટો ધરા ધડ પડી ગઈ હોય તેવી સ્થિતી ઉદ્ભવિત થઈ છે આ માત્ર એક મેચમાં નહીં પરંતુ રમાયેલા ત્રણે ત્રણ મેચમાં જોવા મળી. તેમાં શ્રીલંકાની છેલ્લી સાત વિકેટ ન જીવા સ્કોર પર જ પડી ગઈ અને ભારત ખૂબ સહેલાઈથી મેચ જીતી ગયું.
પ્રથમ દ્રષ્ટિએ શ્રીલંકાની વિસ્ફોટક રમત સામે લાગતું હતું કે ભારત મેચ હાર છે પરંતુ જે અનુભવનો અભાવ શ્રીલંકાની બેટિંગ લાઇન અપ માં જોવા મળ્યો તેનો ફાયદો ભારતને ખરા અર્થમાં ઉપયોગી નિવડ્યો.