• દેશના સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અંગે રાજકીય નિવેદન કરે તે દુરભાગ્ય પૂર્ણ: ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી
  •  વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી  સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા પછી કેન્દ્રીય નાણામંત્રી  નિર્મલા સિતારામને સતત સાતમી વખત દેશનુ બજેટ રજૂ કર્યુ હતું.   વિનોદ તાવડેએ કેન્દ્રીય બજેટ અંગે સુરત ખાતે પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. 

વિનોદ તાવડેએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંઘી પર શાબ્દીક પ્રહાર કરતા જણાવ્યું કે, સંસદમા ગઇકાલે વિપક્ષના નેતા રાહુલ ગાંઘીએ નિયમોના પાલન કર્યા વગર એક નાટકીય ભાષણ કર્યુ હતું તે ખૂબ દુરભાગ્ય પુર્ણ છે. સંસદની ગરીમા જળવાય તે રીતે વિષયવાર આંકડાકીય માહિતી રજૂ થવી જોઇતી હતી. દેશના સુરક્ષા સલાહકાર  અજીત ડોભાલને લઇ રાજકીય નિવેદન કરવુ તે ખૂબ જ દુરભાગ્ય પુર્ણ છે. દેશના સુરક્ષા જવાનો અને સેના માટે ક્યારેય આદરભાવ અને સન્માનભાવ દ્રષ્ટી રહી નથી. દેશને મજબૂત વિપક્ષ મળે અને તથ્યના આધારે ભાષણ થવુ જોઇતુ હતુ તે રાહુલ ગાંઘીએ કર્યુ નથી.

બજેટ અંગે વિનોદ તાવડએ જણાવ્યું કે,વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દેશના વિકાસ માટે જે કામ કરી રહ્યા છે તેની માહિતી જનતા સુઘી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અલગ અલગ વિભાગોમા કોંગ્રેસની સરકારમા અને ભાજપ સરકારમા શુ બદલાવ આવ્યો તે જનતાને ચોક્કસ માહિતી મળવી જોઇએ. સોશિયલ જસ્ટીસ એન્ડ એમપાવરમેન્ટ 2013-14મા કોંગ્રેસના સમયમા 6725 કરોડ રૂપિયાની ફાળવણી કરવામા આવી હતી  જે આજે મોદી સરકારમા 14225 કરોડનો વઘારો થયો છે. ગ્રામ વિકાસમા 74 હજાર 500 તો આજે 1 લાખ 80233 સુઘી વઘારો થયો છે. ફુડએન્ડ પબ્લીક ડીસ્ટ્રબ્યુશનમા 51 હજાર કરોડ હતો જે આજે 2 લાખ 23 હજાર 323 કરોડ સુઘી વઘારો થયો છે. આજે ઘર ઘર નળથી જળ પાણી પહોંચાડવાનો સફળ પ્રયાસ થયો છે. આ આંકડાથી સ્પષ્ટ છે કે કોંગ્રેસ સમય કરતા એનડીએમા કેટલા વિકાસના કાર્યો વધ્યા છે. કોંગ્રેસ ભાજપ સરકાર મુદ્દે જે વિરોઘી નિવેદન કરે છે તો કોંગ્રેસે તેના સમયમા કયા પ્રકારનુ કામ કર્યુ હશે તે પણ જાણવુ જરૂરી છે. પીએમ આવાસ યોજના-2 અંતર્ગત 3 કરોડ પાકા ઘરોનુ નિર્માણ કરવામા આવશે. 63 હજાર આદિવાસી ગામડા માટે જનજાતિય ઉન્નત ગ્રામ અભિયાનની શરૂઆત કરવામા આવી છે જેમા 5 કરોડ આદિવાસીઓ સુધી અલગ અલગ યોજનાઓ દ્વારા લાભ પહોંચાડવામા આવશે. પીએમ સ્વનિધી યોજના હેઠળ નાના વેપારીઓને લોન મળે તેમાટે જાહેરાત કરી છે.

વિનોદ તાવડે વઘુમા જણાવ્યું કે, બજેટમા એજ્યુકેશન વિભાગ માટે પણ મોટી રકમની ફાળવણી કરી છે. 2014મા કોંગ્રેસની સરકારમા 350 સ્ટાર્ટઅપ હતા આજે તે વઘી 1 લાખ 17 હજાર 257 સુઘી પહોંચ્યા છીએ. યુવાનો જોબ સીકર નહી જોબ ગીવર બને તે દિશામા પ્રયાસ કરવામા આવ્યો છે. વિપક્ષે બજેટ અંગે જે પણ નિવેદન કરી નિંદા  કરે તે આંકડા સાથે કરવુ જોઇએ. એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર વેલ્ફરે મા 2013-14મા 70 હજાર 708  કરોડ ખર્ચ થયા હતા આ બજેટમા 1 લાખ 32 હજાર 469 કરોડ ખર્ચ થશે. કેમિકલ ફર્ટીલાઇઝરમા 67 હજાર કરોડ હતા જે આજે એક લાખ 68 હજાર કરોડ ખર્ચ થશે. યુપીએના કાર્યકાળમા દિવસમા 12 કલાક વિજળી મળતી હતી અને આજે મોદી સરકારમા 21 કલાક વિજળી મળી રહી છે. મહિલા સશક્તિકરણ માટે પણ ભાર મુકવામા આવ્યો છે. સેલ્ફ હેલ્પ ગ્રુપને ઓછા વ્યાજે લોન આપી તેમના દ્વારા રોજગારી વઘારવાનો પ્રયાસ કર્યો છે. આયુષ્યમાન યોજના હેઠળ આશા વર્કર અને આંગણવાળી મહિલાઓને પણ લાભ મળશે. મહિલાઓમા સર્વાઇકલ કેન્સરની રસીની યોજના પહેલી વખત લોન્ચ થઇ છે જે સરકાર દ્રારા 9 થી 14 ઉમંરની દિકરીઓને ફ્રીમા રસી આપવામા આવનાર છે. મધ્યમવર્ગ માટે કોંગ્રેસના સમયમા કેવા  પ્રયાસ થયા હતા અને મોદી સરકારમા કેવા પ્રયાસ થઇ રહ્યા છે તેની વિસ્તૃત માહીતી રજૂ કરી હતી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.