• નમાજ પઢીને નીકળતા જ જૂના ઝઘડાની અદાવતમાં ઢીમ ઢાળી દેવાયુ
  • જૂના ઝઘડાની અદાવતમાં હત્યા થઇ હોવાની આશંકા
  • પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈIMG 20240730 WA0158

સુરત ન્યુઝ: સુરતમાં હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અઠવા વિસ્તારમાં સગરામપુરા તલાવડી ખાતે બિલ્ડર આરીફ કુરેશીની હત્યા કરવામાં આવી હતી. સરાજાહેર ત્રણથી ચાર ઈસમોએ હત્યા કરતા ચકચાર મચી ગઈ હતી. જૂના ઝઘડાની અદાવતમાં હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

નમાજ પઢીને નીકળ્યા હતા

સમગ્ર મામલે પોલીસે જણાવ્યું હતું કે, 55 વર્ષીય બિલ્ડર આરીફ કુરેશી નમાજ પઢીને મસ્જિદમાંથી નીકળ્યા હતા. આ દરમિયાન તેના પર હુમલો થતાં તે રસ્તા પર પડી ગયા હતા. બાદમાં તેને તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દેવામાં આવ્યા હતા. જેથી તેનું મોત નીપજ્યું હતુ. ત્યારે હાલ પોલીસે તપાસ હાથ ધરી છે.Screenshot 10

બે શંકાસ્પદ ઇસમોના મળ્યા ફોટો

પોલીસ અધિકારીએ વધુમાં ઉમેર્યુ કે, ઘટના સ્થળેથી DVR કબ્જે લેવામા આવ્યુ છે. તેમજ સીસીટીવીમાં ઘટના કેદ થઈ છે. અને બે શંકાસ્પદના ફોટો પણ સામે આવ્યા છે. ત્યારે પોલીસની ટીમ આરોપીઓને શોધવા પ્રયત્ન કરી રહી છે. તેમજ ઝડપથી આરોપીઓને ઝડપી લઈને હત્યાનુ કારણ પણ સામે આવી જશે. જો કે, રોજેરોજ હત્યા સહિતની ઘટનાઓને લઈ પોલીસની કામગીરી પર સવાલો ઉભા થઈ રહ્યા છે. જેમાં ઈસમો દ્વારા તેને મોતને ઘટ ઉતારવામાં આવ્યા હતા. હાલ જૂના ઝઘડાની અદાવતમાં હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સમગ્ર ઘટના મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.