• ગામે- ગામ આપદા મિત્રની ફૌજ ઉભું કરતું કલેકટર તંત્ર : હેમુગઢવી હોલમાં વિશેષ ટ્રેનીંગ સેશન યોજાયું : વોટર રેસ્ક્યુ, ફાયર, કાર્ડિયો પલ્મોનરી રિસુસિટેશન અને બેઝિક ઓફ ફર્સ્ટ એઇડ એમ ચાર તબક્કામાં તાલીમ મેળવતા આપદા મિત્રો
  • પૂર અને વાવાઝોડા સહિતની આફતોમાં જિલ્લામાં 500 આપદા મિત્રો બચાવ કામગીરી માટે સજ્જ રહેશે.  આ માટે હેમુગઢવી હોલ ખાતે આપદા મિત્રો માટે ખાસ તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું.
  • રાજકોટ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી આયોજિત પ્રદેશ કક્ષા સાહસિક પ્રવૃત્તિઓ પ્રોત્સાહન શિબિરના ભાગરૂપે જિલ્લા ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સહયોગથી રાજકોટ શહેરમાં હેમુગઢવી હોલ ખાતે આ તાલીમ યોજાઈ હતી.

આ કાર્યક્રમમાં આપદા મિત્રોને વોટર રેસ્ક્યુ, ફાયર, કાર્ડિયો પલ્મોનરી રિસુસિટેશન અને બેઝિક ઓફ ફર્સ્ટ એઇડ એમ ચાર તબક્કામાં તાલીમ આપવામાં આવી હતી. જેમાં પૂર, વાવાઝોડું, ભૂકંપ જેવી કુદરતી હોનારતો અને આગ જેવી માનવસર્જિત આપત્તિઓમાં રાહત, શોધ, બચાવ અને પ્રાથમિક સારવારની કામગીરી કેવી રીતે કરી શકાય, તે માટે આપદા મિત્રોને માર્ગદર્શન પૂરું પડાયું હતું. તેમજ બચાવ કામગીરી માટે ઉપયોગી રબ્બર બોટ, હલેસા, આઉટ બોટ મોટર, લાઈફ જેકેટ, લાકડા કાપવા ચેઈન-શા સહિતના સાધનોનું ડેમોસ્ટ્રેશન કરાયું હતું. ઘંટેશ્વર એસ.આર.પી. પી.એસ.આઇ. બી. કે. રાઠવા, , ડિઝાસ્ટર સેલ મામલતદાર હિમાંશુ ચૌહાણ, ડી.સી.પી. જગદીશ બંગારવા, ડિઝાસ્ટર સેલ નાયબ મામલતદાર એ. ડી. મોરી, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેશ દિહોરા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. એસ.ડી.આર.એફ. પોલીસ કોન્સ્ટેબલ આશિષભાઈ મહેતા, ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર હાર્દિક ગઢવી, રેડ ક્રોસ સોસાયટીના બિપીનભાઈ લો સહિતના નિષ્ણાંતોએ તાલીમાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.