• પડધરીની 7 વર્ષીય બાળકી નફીસા વાયરસ સામે જંગ જીતી : રિકવર થઇ જતાં ડિસ્ચાર્જ કરાઈ
  • ચાંદીપુરા વાયરસ મામલે સિવિલ હોસ્પિટલની પત્રકાર પરીષદ

રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે આજરોજ ચાંદીપુરા વાયરસને લઈ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા પત્રકાર પરીષદ યોજવામાં આવી હતી. જેના સંદર્ભમાં ચાંદીપુરા વાઇરસના વધતા જતાં કેસો માટે ચિંતા વ્યક્ત કરી હતી. સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો.મોનાલી માકડીયા,પીડીયાટ્રીક વિભાગના મુખ્ય અધિકારી સહિતનાઓએ પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી હતી. ચાંદીપુરાના વધતા કેસને લઈ રાજકોટ સિવિલમાં આજે મહત્વની બેઠકમાં ડોકટરો અને ગાંધીનગરથી ટીમના ડોકટરો સાથે મહત્વની બેઠક કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રભરમાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાના કેસના દર્દીઓ આવી રહ્યા છે. પ્રેસ કોન્ફરન્સમાં સારવાર અને રિપોર્ટ અંગે માહિતી આપવામાં આવી હતી. દર્દીના લક્ષણો અને રિપોર્ટ પહેલા થયેલા દર્દીના મોત અંગે પણ માહિતી આપવામાં આવી હતી. નિષ્ણાંત તબીબોએ જણાવ્યું હતું કે, ચાંદીપૂરા વાયરસમાં તાવ, લીવર પર સોજો અને મગજ પર સોજો જેવા લક્ષણો જોવા મળે છે. સિવિલ હોસ્પિટલમાં ચાંદીપૂરા વાયરસની સારવાર લઈ રહેલા 7 વર્ષના બાળકને આજે રજા આપવામાં આવી છે અને ચાંદીપુરા વાયરસના 20 શંકાસ્પદ દર્દીઓ નોંધાયા હતા. જેમાં 5 દર્દી પોઝિટિવ આવ્યા છે. ચાંદીપૂરા વાયરસથી શંકાસ્પદ રીતે અત્યાર સુધીમાં 8 બાળકોના મોત થયા છે. વધતા જતાં કેસોને ધ્યાનમાં લઈને સિવિલ હોસ્પિટલ ખાતે 15 થી 20 બેડનો સ્પેશ્યલ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે

ચાંદીપુરા વાયરસના વધતા જતાં કેસો વચ્ચે રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિગતો અપાઈ હતી કે, ચાંદીપુરા વાયરસનો એક કેસ રિકવર થયો છે તે દર્દીને રજા આપી દેવામાં આવી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસની આશંકાએ સૌરાષ્ટ્રમાંથી 20 દર્દીઓ દાખલ થયા છે. જે પૈકી ચાંદીપુરા કેસમાં 5 પોઝિટિવ અને 8 દર્દીઓ નેગેટિવ નોંધાયા છે. 5 પોઝિટિવ કેસમાંથી 1 દર્દીનું મોત થયું છે જયારે 1 રિકવર થયો છે. ઉલ્લેખનીય બાબત છે કે, 8 નેગેટિવ દર્દીઓમાંથી 6ના મોત થઇ ચુક્યા છે.

રિકવર થયેલ દર્દીની વિગત આપતાં ડો. પંકજ બુચએ જણાવ્યું હતું કે, પડધરીની વતની 7 વર્ષની બાળકી નફીસાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. દર્દીને આંચકી આવવાની સમસ્યા હતી અને સુગર લેવલ પણ ઘટી ગયું હતું. ઉપરાંત દાખલ થયાના પાંચમા દિવસે હૃદયના ધબકારા પણ ઘટી ગયા હતા તેમ છતાં બાળકી રિકવર થઇ ગઈ હતી અને રજા પણ આપી દેવામાં આવી હતી.

ચોમાસામાં સીઝનલ ફલૂના કેસો વધ્યા  15 દિવસમાં 4045 દર્દીઓ નોંધાયો

ચોમાસામાં સીઝનલ ફ્લુ સહિત શરદી, ઉધરસ અને ઝાડા-ઉલટીના કેસમાં અનહદ વધારો થયો છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં રોગચાળો વધતા દર્દીઓની સંખ્યામાં ચોંકાવનારો વધારો થયો છે.છેલ્લા 15 દિવસમાં સિવિલ હોસ્પિટલમાં 4045 દર્દીઓએ સારવાર લીધી હોવાના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. 15 દિવસમાં 4045 દર્દીઓની ઓપીડી કરવામાં આવી હતી. જેમાં 10 કેસ હાયપેટાઇટિસ, 5 ટાઈફોડ,બે મલેરિયા, 6 ડેન્ગ્યુના કેસ સાથે ઝાડા- ઉલ્ટીના 77 કેસ સામે આવ્યા હતા. ડો.હેતલ ક્યાડાએ જણાવ્યું હતું કે રોગચાળાને પહોંચી વળવા માટે મેન પાવર, સ્ટાફ, દવાઓ અને સાધન સામગ્રી પૂરતા પ્રમાણમાં સિવિલ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ છે.

નેગેટિવ રિપોર્ટ ધરાવતા બાળકોના મોત મામલે તપાસનો ધમધમાટ

સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસની આશંકાએ હાલ સુધીમાં 20 દર્દીઓ દાખલ થયાં છે. જે પૈકી 5 દર્દીઓ પોઝિટિવ અને 8 દર્દીઓ નેગેટિવ આવ્યા છે. જો કે, સામે 8 દર્દીઓના મોત નીપજ્યા છે. મૃતકમાં નેગેટિવ રિપોર્ટ ધરાવતા દર્દીઓનો પણ સમાવેશ થાય છે ત્યારે આ દર્દીઓના મોત પાછળનું સચોટ કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે.

ચાંદીપુરા સામે લડવા સિવિલ હોસ્પિટલમાં અલાયદો વોર્ડ ઉભો કરાયો

ચાંદીપુરા વાયરસ સામે લડવા તબીબી અધિક્ષક ડો. મોનાલી માકડીયાના નેતૃત્વમાં સિવિલ હોસ્પિટલ ખાતે એક અલાયદો વોર્ડ ઉભો કરી લેવામાં આવ્યો છે. જે વોર્ડમાં 20 બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં ઇન હાઉસ લેબોરેટરી ઉપલબ્ધ નહિ હોવાથી શંકાસ્પદ કેસના સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવે છે. સેમ્પલનો રિપોર્ટ આવતા એક અઠવાડિયાનો સમય લાગે છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.