- બે પરિવારો વચ્ચે મિલકત વહેંચણીના વિવાદમાં શરૂ થયેલી અથડામણ સમગ્ર વિસ્તારમાં સાંપ્રદાયિક
- હિંસાનું રૂપ લેતા વ્યાપક ખુંવારી
પાકિસ્તાન અને શાંતિને બાર ગાવ નું છેટું હોય તેમ આઝાદીકાળથી જ બાળોતિયા નું બળેલું હોય તેમ ભારતના પડોશી દેશમાં રાજકીય સામાજિક અને વર્ગવિગ્રહ ની અશાંતિ હંમેશા સળગતી રહે છે ,અત્યારે પણ અફઘાન સરહદે આવેલા ઉત્તર પશ્ચિમ આદિવાસી જિલ્લામાં સુન્ની અને શિયા ઓ વચ્ચે જમીન વિવાદ મામલે શરૂ થયેલી હિંસાએ રુદ્ર રૂપ ધારણ કરતા અત્યાર સુધીમાં સત્તાવાર રીતે 43 લોકોના મોત અને 200 થી વધુ ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.
ભારત સામે યુદ્ધ મેદાનમાં ક્યારે ય જીતી શકવાની ત્રેવડ નો ધરાવતા પાકિસ્તાન ભારત સામે કાંકરી તારા માટે સતત પણે આંતકવાદને પોસતું આવ્યું છે હવે આંતકવાદ જ તેના માટે વિકૃત સ્થિતિ જેમ નાસુર બનીને સામે આવ્યું છે પાકિસ્તાન વર્ગવિગ્રહ અને સંપ્રદાયિક વિવાદો અને હિંસામાં પૂરેપૂરું ઘેરાઈ રહ્યું છે
અફઘાનિસ્તાનના સરહદી વિસ્તારમાં 23 જુલાઈથી શિયા અને સુની પરિવારો વચ્ચે ચાલતી મિલકત વિવાદમાં શરૂ થયેલી હિંસા સમગ્ર વિસ્તારમાં સાંપ્રદાયિક હિંસામાં તકદીર થઈ ગઈ હતી અને ભારે અથડામણો અને ઓટોમેટીક હથિયારોના છૂટથી ઉપયોગથી અત્યાર સુધી 43 થી વધુ લોકો ના જાન ગયા હોવાની સત્તાવાળાઓએ પુષ્ટિ કરી હતી કે 24 જુલાઈથી અથડામણો શરૂ થઈ ત્યારથી 43 લોકો માર્યા ગયા હતા અને 200 થી વધુ ઘાયલ થયા હતા.આદિવાસી આગેવાનોની પરંપરાગત એસેમ્બલી, સ્થાનિક આદિવાસી જિર્ગાની મદદ અને સમર્થન સાથે લડતા આદિવાસીઓએ સોમવારે કામચલાઉ યુદ્ધવિરામની જાહેરાત કરી હતી
સવારથી સાંજ સુધી પર્વતીય વિસ્તારમાં ગોળીબાર અને ભારે હથિયારો સાથે અથડામણ ના અહેવાલો મળી રહ્યા છે આદિવાસીઓને ધાર્મિક જૂથો વચ્ચે શરૂ થયેલા સંઘર્ષ એ એકાએક રુદ્ર રૂપ લીધું હતું. આ વિસ્તારમાં ભાગલા પહેલાથી જ સાંપ્રદાયિક વિવાદો ચાલતા આવે છે શિયા અને સુન્ની સંપ્રદાય વચ્ચે વારંવાર મિલકતો ના કબજા અંગે વિવાદો થતા રહે છે તાજેતરમાં ચાલી રહેલી અથડામણમાં અત્યાર સુધી માં સિયા સમુદાયના 34 અને પુની સમુદાયના આઠ વ્યક્તિઓના મોત નીપજ્યાનો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે સુનિ સમુદાયને સરહદ પાર અફઘાનિસ્તાન માંથી મદદ મળતી હોવાનું જાણવા મળ્યું છે. સરહદી વિસ્તારમાં વસતા બે અલગ અલગ સમુદાયો વચ્ચે શાંતિ સ્થપાય તે માટે શરૂ છે. પરંતુ ત્યાં સુધી હજુ સમાધાનની કોઈ ફોમ્ર્યુલા કામ આવી નથી સમગ્ર વિસ્તારમાં ખોરાક અને જીવન રક્ષક દવાઓની જરૂરિયાતો પૂરી કરવા માટે સરકારની સાથે સ્વયમ જેવી સંસ્થાઓ એ પ્રયત્નો શરૂ કર્યા છે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની વિવાદ સરહદ પર વસતા અલગ અલગ સમુદાય વચ્ચે વારંવાર વિવાદો સર્જાતા રહે છે અશાંતિને કાબુમાં લેવા સત્તાવાળાઓ દ્વાર