• આગામી સમયમાં ફોજદારથી માંડી એલઆરડી જવાન સુધીના બદલીના આદેશ જાહેર થવાની પ્રબળ શક્યતા
  • રાજકોટ શહેર પોલીસમાં સાફસૂફી

રાજકોટ શહેર પોલીસ બેડામાં બદલીનો દોર શરૂ થઇ ચુક્યો છે. નવનિયુક્ત પોલીસ કમિશ્નર બ્રજેશ ઝાએ અગાઉ 8 જેટલાં પીઆઈની આંતરિક બદલીના આદેશ આપ્યા બાદ હવે એલઆરડી જવાનોથી માંડી થાણા અધિકારી સુધીના અધિકારીઓની આંતરિક બદલીનો દોર શરૂ થશે તેવી વિશ્વસનીય માહિતી વચ્ચે હવે બદલીની શરૂઆત સાફસૂફીથી થઇ હોય તેમ મહત્વપૂર્ણ ગણાતી એલસીબી ઝોન-2ના 6 સહીત કુલ 25 પોલીસમેનની બદલી કરવામાં આવી છે.

રાજકોટ શહેર પોલીસમાં ટૂંક સમયમાં આંતરિક બદલીનો ઘાણવો ઉતરશે તેવું ’અબતક’ દ્વારા ગત સપ્તાહ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. ત્યારે હવે આ બદલીનો દોર શરૂ થઇ ચુક્યો છે. બદલીની શરૂઆત સાફસૂફીથી કરવામાં આવી હોય તેમ એલસીબી ઝોન-2 માંથી વિરેન્દ્રસિંહ ઝાલાને યુનિવર્સીટી પોલીસ મથકમાં, હરપાલસિંહ જાડેજાને તાલુકા પોલીસ મથક, જેન્તીગીરી ગોસ્વામીને એ ડિવિઝન, અમીનભાઈ ભલુરને ગાંધીગ્રામ, જયપાલસિંહ સરવૈયાને તાલુકા પોલીસ સ્ટેશન અને મનીષભાઈ સોઢીયાને માલવિયાનગર પોલીસ મથકમાં મૂકી દેવાયા છે.

જયારે પોલીસ હેડક્વાર્ટરના જયંતિભાઈ ગોહિલ, યુનિવર્સીટીના રાજેશભાઈ મિયાત્રા, ગાંધીગ્રામના શક્તિસિંહ ગોહિલ, માલવિયા નગરના હેમેન્દ્ર વાઘીયા તેમજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના કુલદીપસિંહ રાણાને એલસીબી ઝોન-2માં નિમણુંક આપવામાં આવી છે.

આ સિવાય અન્ય એક લિસ્ટમાં 14 પોલીસમેનની બદલીના આદેશ આપવામાં આવ્યા છે. જેમાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના એએસઆઈ શિલ્પાબેન રાજેશભાઈનવા ટ્રાફિક, યુનિવર્સીટી પોલીસ સ્ટેશનના એએસઆઈ ફતેસિંહ વાલજીભાઇની કંટ્રોલરૂમ, તાલુકા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ગાયત્રીબા તખુભાની બી ડિવિઝનમાં બદલી કરી દેવામાં આવી છે. ટ્રાફિક શાખાના એક એએસઆઈ સહીત 6 પોલીસમેનની પણ બદલી કરવામાં આવી છે. જેમાં એએસઆઈ અમૃતભાઈ ગલાભાઇની પેરોલ ફર્લો સ્કવોડ, ભાવેશભાઈ મુળજીભાઈની કુવાડવા, રેખાબેન હરજીભાઇની કુવાડવા, મનીષભાઈ હેમાભાઇની આજીડેમ, પૃથ્વીરાજસિંહ ગુમાનસિંહને ગાંધીગ્રામ અને મયુરસિંહ ઘનશ્યામસિંહને તાલુકા પોલીસ મથકમાં મુકાયા છે.

ક્ધટ્રોલ રૂમના ઉમેશકુમાર સાદુરભાઈની યુનિવર્સીટી પોલીસ સ્ટેશન, હેડ ક્વાર્ટરના હિતેષભાઇ હરીશભાઈની થોરાળા, બિપીનભાઈ સવજીભાઈની કંટ્રોલરૂમ, કાજલબેન ધીરુભાઈની ટ્રાફિક અને ટ્રાફિક શાખાના દિગ્વિજયસિંહ પ્રદ્યુમનસિંહની સાયબર ક્રાઇમમાં બદલી કરવામાં આવી છે.

અહેવાલ અનુસાર આગામી ટૂંકા સમયગાળામાં હજુ અનેક પોલીસકર્મીઓની આંતરિક બદલીના આદેશ જાહેર થઇ શકે છે. થાણા અધિકારી, ફોજદાર સહીત હજુ 100થી વધુ પોલીસમેનની બદલી થઇ શકે છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.