• ભારત અને સાઉદી અરેબિયાએ વર્ચ્યુઅલ રીતે પ્રથમ બેઠક યોજી
  • ‘ઈન્ડિયા-સાઉદી અરેબિયા હાઈ-લેવલ ટાસ્ક ફોર્સ ઓન ઈન્વેસ્ટમેન્ટ’ની પ્રથમ બેઠકnozB5n6z 11

નવી દિલ્હી: વડા પ્રધાન કાર્યાલય દ્વારા રવિવારે જારી કરાયેલા એક નિવેદન અનુસાર, જાહેર અને ખાનગી ક્ષેત્રોમાં વિવિધ ક્ષેત્રોમાં વિવિધ દ્વિપક્ષીય રોકાણની તકો પર રચનાત્મક ચર્ચાઓ કરવામાં આવી હતી, જેમાં રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ પ્લાન્ટ્સ, નવી અને નવીનીકરણીય ઉર્જા, પાવર, દૂરસંચાર અને નવીનતા વગેરેનો સમાવેશ થાય છે. બેઠકનું આયોજન વડાપ્રધાનના મુખ્ય સચિવ પીકે મિશ્રા અને સાઉદીના ઉર્જા મંત્રી પ્રિન્સ અબ્દુલાઝીઝ બિન સલમાન બિન અબ્દુલાઝીઝ અલ સઉદેની સહ અધ્યક્ષતામાં કરાયું હતું.

જે અંગે નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને પક્ષોએ ટાસ્ક ફોર્સની તકનીકી ટીમો વચ્ચે યોજાયેલી ચર્ચાઓની સમીક્ષા કરી અને પરસ્પર ફાયદાકારક રીતે દ્વિ-માર્ગીય રોકાણને પ્રોત્સાહન આપવાના હેતુથી પગલાંની વિગતવાર સમીક્ષા કરાઇ હતી.

બેઠક દરમિયાન વડા પ્રધાનના મુખ્ય સચિવે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને વડા પ્રધાનની મુલાકાત દરમિયાન પ્રતિબદ્ધ US $100 બિલિયનના સાઉદી રોકાણને સક્રિય સમર્થન આપવાના ભારત સરકારના મજબૂત ઇરાદાનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમજ બંને પક્ષોની ચર્ચાઓને આગળ વધારવા અને ચોક્કસ રોકાણો પર સમજૂતી સુધી પહોંચવા માટે બંને પક્ષોની તકનીકી ટીમો વચ્ચે નિયમિત પરામર્શ કરવા સંમત થયા હતા.04 3

પેટ્રોલિયમ સચિવની આગેવાની હેઠળ એક સત્તા પ્રાપ્ત પ્રતિનિધિમંડળ તેલ અને ગેસ ક્ષેત્રે પરસ્પર ફાયદાકારક રોકાણો પર ફોલો-અપ ચર્ચા માટે સાઉદી અરેબિયાની મુલાકાત લેશે. આ ઉપરાંત નિવેદનમાં જણાવાયું છે કે, સાઉદી પક્ષને ભારતમાં સાર્વભૌમ સંપત્તિ ભંડોળ PIFની ઓફિસ સ્થાપવા માટે પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમજ મુખ્ય સચિવે સાઉદી અરેબિયાના ઉર્જા પ્રધાનને ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સ બેઠકના આગામી રાઉન્ડ માટે ભારતમાં આમંત્રણ પણ આપ્યું હતું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ક્રાઉન પ્રિન્સ અને પ્રધાનમંત્રી હિઝ રોયલ હાઈનેસ પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ સઉદની સપ્ટેમ્બર, 2023માં ભારતની રાજકીય મુલાકાત દરમિયાન લીધેલા નિર્ણયને પગલે ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સ દ્વિપક્ષીય રોકાણોની સુવિધા માટે એક વિશેષ સંસ્થા છે. તેમાં બંને પક્ષોના વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થાય છે, જેમાં ભારતના નીતિ આયોગના સીઇઓ, આર્થિક બાબતો, વાણિજ્ય, વિદેશ મંત્રાલય, ડીપીઆઈઆઈટી, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, પાવર સચિવનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.