આજરોજ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયા પાંચમી વાર્ષિક પુણ્ય તિથિ નિમિતે સમગ્ર ગુજરાતભરમાં 10 જેટલી જગ્યાઓ પર રક્તદાન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ, સેવાકીય પ્રવૃતિઓ અલગ અલગ સંસ્થાઓ દ્વારા ચાલી રહ્યા છે.રાજકોટમાં ખેડૂત આગેવાન સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડીયાની આજે પાંચમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ચાર સ્થળો પર મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. સામાજિક સંસ્થાઓ દ્વારા પણ ગૌલોકવાસી વિઠ્ઠલભાઈ રાદડીયાની પાંચમી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે બ્લડ ડોનેશન આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટના સોરઠીયા વાડીમાં રક્તદાતા દાતાઓ સવારના 8 વાગ્યાથી શરૂ કરવામાં આવ્યું હતું વહેલી સવાર થી જ રક્તદાતાઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો અંદાજિત 1300 બોટલ એકત્રિત કરવામાં આવી હતી સ્વામી નિર્દોષાનંદ માનવ સેવા હોસ્પિટલ અને ટીબી હોસ્પિટલના લાભાર્થે જીજે3 ચાઇના નગરીમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં રક્તદાતા સવારથી જ સેવા કાર્યમાં જોડાઈ ગયા હતા અંદાજિત 350 થી 400 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું પટેલ વાડી ખાતે લેવા પટેલ અગ્રણીઓ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં અંદાજે 1હજાર બોટલ રક્ત એકત્રિત કરી ને સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયા ને શ્રદ્ધાના સુમન પાઠવવામાં આવશે
- અરે વાહ… વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિના સેવા યજ્ઞના અબતકના તલસ્પર્શી અહેવાલ વાંચીને જયેશભાઈ રાદડિયા મલકી ઉઠ્યા
સૌરાષ્ટ્રના છોટે સરદાર વિઠ્ઠલભાઈ રાદડિયાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે આજે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં સેવા યજ્ઞની વહેલી ગંગા અંગે અબ તકમાં પ્રસિદ્ધ તલસ્પર્શી અહેવાલ નું પૂર્વ મંત્રી જયેશભાઈ રાદડિયા એ અધ્યયન કર્યું હતું અબ તક સાથે ના પિતા વિઠ્ઠલભાઈ અને પોતાના પારિવારિક સંબંધો પ્રત્યે ગર્વ ની લાગણી ધરાવતા જયેશભાઈ રાદડિયા અબ તકના અહેવાલો જોઈ રીતસરના મલકી ઉઠ્યા હતા
- રાજકોટ મિત્ર મંડળ ગ્રુપનો આભાર માનતા ટીંબી હોસ્પિટલના ટ્રસ્ટી બી.એલ. રાજપરા
‘અબતક’ સાથેની વાતચીતમાં નિર્દોષાનંદ હોસ્પિ. ટીંબીના ટ્રસ્ટી બી.એલ. રાજપરાએ જણાવ્યું હતું કે, સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાની પમી પુણ્યતિથિ નિમિતે રાજકોટ મિત્રમંડળ દ્વારા મેગા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેતનભાઇ સતીષભાઇ, જગદીશભાઇ અને સંદીપભાઇના સહયોગથી ગુજરાતભરના દર્દીઓને સેવાકીય લાભો આપવા તત્પર રહ્યા છીએ.આ રકતદાન કેમ્પ 300 થી વધુ બોટલ ફકત એકત્રીત કરવાનો સંકલ્પ છે. જે ભાવનગર જીલ્લાના લાભાર્થે આપવામાં આવશે. તેથી આ સેવાકીય પ્રવૃતિ બદલ સમગ્ર મિત્રમંડળ ટીમનો આભાર માનું છું.
- વિઠ્ઠલભાઇ રાદડીયાની પુણ્યતિથિએ ચાહકોનો પ્રેમ ઉભરી આવ્યો: હાર્દિક અજુડીયા
‘અબતક’ સાથેની વાતચીતમાં હાર્દિક અજુડીયા એ જણાવ્યું હતું કે, સમસ્ત મવડી ગામ તરફથી સ્વ. વિઠ્ઠલભાઇની પાંચમી પુણ્યતિથિ નિમિતે, વિઠ્ઠલભાઇના ચાહકોએ પરિવારજનોએ રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત 1પ00 થી વધુ બોટલ રકત એકત્રીત કરવાનો સંકલ્પ લેવાયો છે. સવારથી લોકો સ્વયંભુ આ કેમ્પમાં રકતદાન કરવા આવી રહ્યા છે. તેથી આ શુભ કાર્યમાં સૌના સહકાર બદલ આભાર વ્યકત કરું છું.
- રકતની 1500 થી વધુ બોટલ એકત્રીત: જયેશ બોધરા
‘અબતક’ સાથેની વાતચીતમાં જયેશ બોધરાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના ખેડુત નેતાની પમી પુણ્યતિથિ અંતર્ગત 110 સ્થળોએ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મવડી ગામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 1પ00 વધુ બોટલ રકત એકત્રિત થશે એની ખાતરી અમોને છે. રેકોર્ડ તૂટશે જેથી બ્લડ બેંક દ્વારા સીવીલમાં આપવામાં આવશે. આ સેવાકીય કાર્ય થકી સાચી શ્રઘ્ધાંજલી આપવાનું શ્રેષ્ઠ માઘ્યમ ગણી શકાય
- રકતદાતાઓને વધુમાં વધુ રકતદાન કરવા અપીલ: જય વઘાસીયા
‘રકતદાન’ સાથેની વાતચીતમાં બાલાજી ગ્રુપના જય વઘાસીયાએ જણાવ્યું હતું કે, ગરીબ, જરુરીયાત મંદ લોકોને રકત મળી રહે તથા જેટલું રકત એકત્રીત થશે તે નિર્દોર્ષાનંદ હોસ્પિ. ટીંબીના લાભાર્થે આપવામાં આવશે. અને વધુને વધુ લોકો આ કેમ્પમાં રકતનુંદાન કરે એવી અપીલ છે.
- બાલાજી ગ્રુપ દ્વારા 300 થી વધુ બોટલ રકત એકત્રિત કરવાનો સંકલ્પ: ધાર્મિક પીપળીયા
‘અબતક’ સાથેની વાતચીતમાં ધાર્મિક પીપળીયાએ જણાવ્યું હતું કે, કેફે ચાય નગરીમાં બ્લડ ડોનેશન કેમ્પનું સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાની પાંચમી પુણ્યતિથિ નીમીતે બાલાજી ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે. અમારા ગ્રુપ દ્વારા 300 થી 3પ0 બોટલ એકત્રિત રકત નિર્દોષાનંદ હોસ્પિ. ટીંબીના લાભાર્થે આપવામાં આવશે. સૌ કોઇને આ મેગા રકતદાન કેમ્પમાં સહયોગ આપવા અપીલ કરી છે.
- ખેડૂતોના મસીહા વિઠ્ઠલભાઈ રાદડિયાની ખોટ આજે પણ અનુભવાય રહી છે : ચેતન રામાણી
ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી અને સૌરાષ્ટ્રના ખેડૂત આગેવાન ચેતન રામાણીએ જણાવ્યું હતું કે આજે વિઠ્ઠલભાઇ રાદડિયાના સ્વલોક ગમનના 5 વર્ષ વિતી ગયા, પણ તેમની સાથે રહેલો મારો અંગત નાતો આજે પણ અખંડીત છે તે પછી યાદોમા હોય કે તેમના પરીવાર સાથે હોય, તેમને 2012મા કોંગ્રેસમાથી ભારતીય જનતા પાર્ટીમા મંગલ પ્રવેશ કરાવતી વેળાએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીની સીધી સુચના અનુસાર મને તેમજ સહકારી આગેવાન દિલીપભાઇ સંઘાણીને સાથે રહેવા કહ્યુ હતુ તે પળનો હું સાક્ષી રહ્યો છુ, સાથે દિકરા કલ્પેશના સ્વલોક ગમન બાદ હરહંમેશ ચિંતીત રહેતા મેં મુશ્કેલી પુછી ત્યારે કહ્યુ કે પુત્રવધુ તેમજ પૌત્ર માટે હવે મારે શું કરવુ, ત્યારે મારી સાથે સમાજના 2 આગેવાનો એ પુત્રવધુને દિકરી બનાવી ફરીથી લગ્ન કરી દેવા રાજી કર્યાં ત્યારે તેમને રૂ.100 કરોડનુ ક્ધયાદાન કરી “બાપ” ફર્જ બનાવી અને સમાજને એક મસ મોટુ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.
આવા તો અનેક પારીવારીક તેમજ અંગત ઉદાહરણોનો સાક્ષી રહ્યો છું પરંતુ રાજકીય, સામાજીક, ક્ષેત્રની વાત કરૂં તો આવડી મોટી રાજકીય જવાબદારી હોવા છતા તેઓ 8000 થી વધુ ક્ધયા તેમા 500 થી વધુ વિનામુલ્યે અને 5000 થી વધુ વિદ્યાર્થીઓ કુમાર છાત્રાલય (જામકંડોરણા)નો વહિવટ કરતા તો પણ તેઓએ સમાજને રાજકારણથી હંમેશા પર રાખ્યુ હતુ તેમજ અંત કાળ સુધી તેઓ ખેડૂતો માટે જીંદગીભર સતત લડતા રહ્યા, ઝઝુમતા રહ્યા, સંઘર્ષકર્તા રહ્યા આજે તેમની પુણ્યતિથિ નિમિતે સત્ સત્ વંદન કરૂં છું.