- સિનિયર આઈપીએસ આર.બી.બ્રહ્મભટ્ટ, અગ્નિકાંડની એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદી, રૂપલ સોલંકી સહિત 29 ઉચ્ચ અધિકારીઓને એવોર્ડ એનાયત કરાશે
- પોલીસ ખાતામાં શ્રેષ્ઠ ગણાતા ડીજીપી કમેન્ડેશન ડિસ્ક એવોર્ડ-2023
- આવતીકાલે યોજાશે એવોર્ડ સેરેમની : ડીજીપીના હસ્તે તમામ અધિકારી-કર્મચારીઓને પદક એનાયત કરાશે
ગુજરાત પોલીસમાં ફરજ દરમિયાન ઉત્કૃષ્ટ અને સરાહનીય કામગીરી બદલ સૌરાષ્ટ્રના 21 સહીત રાજ્યના 110 અધિકારીઓને એવોર્ડ આપવામાં આવનાર છે. જેમાં ડીજીપી કમેન્ડેશન ડિસ્ક એવોર્ડ-2023 જાહેરાત કરવામાં આવી છે. વર્ષ 2023માં ગુજરાત પોલીસમાં બજાવેલી ફરજ દરમિયાન ઉત્કૃષ્ટ અને સરાહનીય કામગીરી બદલ કર્મીઓનાં નામ જાહેર કરવામાં આવ્યા છે.
પોલીસ ખાતામાં સર્વ શ્રેષ્ઠ ગણવામાં આવતા આ પદક માટે કુલ 110 અધિકારી-કર્મચારીઓની પસંદગી કરવામાં આવી છે. 30 ઓગસ્ટ, 2024ના દિવસે ગુજરાત પોલીસ અકાદમીમાં તમામ અધિકારી-કર્મચારીઓને પદક એનાયત કરવામાં આવશે. ગોલ્ડ ડિસ્ક મેળવનારા અધિકારીઓની વાત કરવામાં આવે તો, ગાંધીનગરના અધિક પોલીસ મહાનિદેશક આરબી બ્રહ્મભટ્ટ, ગાંધીનગર સીઆઈડીના અધિક પોલીસ મહાનિદેશક સુભાષ ત્રિવેદી અને ગાંધીનગર ડીજીપી કચેરીમાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષક રૂપલ સોલંકીને પદક એનાયત કરવામાં આવશે.
સિલ્વર ડિસ્ક મેળવનારા અધિકારીની વાત કરવામાં આવે તો ગાંધીનગર અધિક પોલીસ મહાનિદેશક નિરજા ગોટરૂ, અમદાવાદ કોસ્ટલ સિક્યોરિટીના પોલીસ અધિક્ષક પીએલ માલ, ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ અને રેલવેના નાયબ પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડને પણ પદક એનાયત કરવામાં આવશે. આ સિવાય શ્વેતા શ્રીમાળી, દિપક મેઘાણી, કરણરાજ વાઘેલા, રવિ સૈની, મયુર પાટીલ, એસઆર ઓડેદરા, એન્ડ્રુસ મેકવાન, રવિરાજસિંહ જાડેજા, મુકેશકુમાર પટેલ, કોમલ વ્યાસને પણ પદક એનાયત કરવામાં આવશે.
ત્રણ અધિકારીઓને મળશે ગોલ્ડ ડિસ્ક એવોર્ડ
ગોલ્ડ ડિસ્ક મેળવનારા અધિકારીઓની વાત કરવામાં આવે તો, ગાંધીનગરના અધિક પોલીસ મહાનિદેશક આરબી બ્રહ્મભટ્ટ, ગાંધીનગર સીઆઈડીના અધિક પોલીસ મહાનિદેશક સુભાષ ત્રિવેદી અને ગાંધીનગર ડીજીપી કચેરીમાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષક રૂપલ સોલંકીને પદક એનાયત કરવામાં આવશે.
સૌરાષ્ટ્રના ક્યાં-ક્યાં પોલીસકર્મીઓની કામગીરી ઉત્કૃષ્ટ રહી?
ઉત્કૃષ્ટ કામગીરી બદલ ડિસ્ક એવોર્ડ માટે પસંદગી પામેલા અધિકારીઓની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાંથી ગીર સોમનાથના ડીવાયએસપી વી આર ખેંગાર, ભુજના પીઆઈ વી વી ભોલા, દ્વારકા પીઆઈ કે કે ગોહિલ, જૂનાગઢ પીઆઈ જે જે પટેલ, સી વી નાયક, અમરેલીના પીઆઈ આર ડી ચૌધરી, ગીર સોમનાથ એલસીબી ઇન્ચાર્જ પીઆઈ અરવિંદસિંહ જાડેજા, જામનગરના
થએએસઆઈ એસ જી વાળા, દ્વારકાના એએસઆઈ એચ એમ ગાજરોતર, અમરેલી એસઆરપી જૂથમાં વી એમ ગોહિલ, ભચાઉ એસઆરપીના એએસઆઈ બી વી કણઝારીયા, જામનગરના હેડ કોન્સ્ટેબલ એન એસ જાડેજા તેમજ જૂનાગઢ તાલીમ કેન્દ્રમાં આચાર્ય કે આર બાલસરાની પસંદગી કરવામાં આવી છે.
ક્રાઇમ બ્રાન્ચ એસીપી.બી.બી.બસીયા સહિત રાજકોટના 8 અધિકારી-કર્મચારીઓની પસંદગી
રાજકોટ શહેર અને ગ્રામ્ય પોલીસ મથક તેમજ એસઆરપી જૂથમાં ફરજ બજાવતા આઠ જેટલાં અધિકારી-કર્મચારીઓની ડિસ્ક એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. રાજકોટ શહેર ક્રાઇમ એસીપી બી બી બસીયા, ભક્તિનગર પોલીસ મથકના પીઆઈ મયુરધ્વજસિંહ સરવૈયા, વાયરલેસ પીએસઆઈ અભિષેક તિવારી અને ધર્મરાજસિંહ જાડેજા, એએસઆઈ નિલેશ મકવાણા, હેડ કોન્સ્ટેબલ સંજય રૂપાપરા જયારે રાજકોટ ગ્રામ્ય પોલીસના