- સદીઓ પહેલા એક લાખ વાઘ હતા, જ્યારે આજે માત્ર 4000 નું અસ્તિત્વ : વાઘનું વજન 300 કિલો અને લંબાઈ 13
- ફૂટ હોય : આપણા દેશમાં સૌથી વધુ વાઘ મધ્યપ્રદેશ, કર્ણાટક, ઉત્તરાખંડ અને મહારાષ્ટ્રમાં જોવા મળે છે
- ટાઈગર અભી જિંદા હૈ….. આજે વિશ્ર્વ વાઘ દિવસ
- ભારત ઉપરાંત બાંગ્લાદેશ, મલેશિયા અને સાઉથ કોરિયાનું તે રાષ્ટ્રીય પ્રાણી છે: દસ વરસનું આયુષ્ય ભોગવતા વાઘની પ્રાણી ઘરમાં જીવન રેખા ડબલ થઈ જાય છે: જંગલો બચાવવા આપણે વાઘને બચાવવા
- પડશે: દેશમાં છેલ્લા છ વર્ષમાં તેની વસ્તી વધી છે
આજે આપણા રાષ્ટ્રીય પ્રાણી વાઘ નો વૈશ્ર્વિક દિવસ ઉજવાઈ રહ્યો છે, ત્યારે આપણા દેશે 1973માં પ્રોજેક્ટ ટાઈગર શરૂ કરેલ હતો. આપણા દેશમાં છેલ્લા છ વર્ષમાં તેમની વસ્તી વધી છે. વિશ્ર્વના 75 ટકા વાઘનું ઘર ભારત છે, માણસની વસ્તી વચ્ચે વેચવામાં આવે તો 20 લાખ લોકો વચ્ચે એક વાઘ છે. ધ્રુવીય રીંછ અને ભૂરા રીંછને બાદ કરીએ તો ધરતી પરનું સૌથી મોટું માંસાહારી પ્રાણી ભાગ છે. વિશ્ર્વમાં કુલ 13 પ્રજાતિઓના વાઘ જોવા મળતા હતા. જે હાલ નવ પ્રકારના વાઘ જોવા મળે છે અને તે પૈકી પણ છેલ્લા 80 વર્ષમાં તેની ત્રણ પ્રજાતિઓ નાશ પામી છે, એટલા વાઘ જંગલમાં નથી તેટલા તો લોકોએ પાળીને રાખ્યા છે. આ વર્ષની ઉજવણી થી “કોલ ફોર એક્શન” છે.
રણથંભોર આપણા સૌથી મોટુ વાઘ અભ્યારણ, વિશ્ર્વના 6000 વાઘ પૈકી 500 નું ઘર છે, છેલ્લી ગણતરી મુજબ 3167 વાઘ ભારતમાં છે, પ્રોજેકટ ટાઈગર 1973 શરૂ કર્યો હતો, ત્યારે માત્ર 268 વાઘ હતા. છેલ્લી સદીમાં 90 ટકાથી વધુ વાઘો ગાયબ થઈ ગયા. વાઘના મુખ્ય પાંચ રહેઠાણોમાં શિવાલિક ગંગાના મેદાનો, મધ્યભારત અને પૂર્વીયઘાટ, પશ્ર્ચિમ ઘાટ, ઉત્તર પૂર્વીય ટેકરીઓ, બ્રહ્મપુત્રાના મેદાનો અને સુંદરવન છે. તેમના કુદરતી રહેઠાણોની સુરક્ષા માટે આંતરરાષ્ટ્રીય પ્રણાલીની સ્થાપનાની જરૂર છે. જૈવવિવિધતાની જાળવણી સાથે એવું પર્યાવરણ નિર્માણ થવું જરૂરી જયાં મનુષ્ય અને વન્ય જીવન બંને સાથે સાથે ખીલે.
આદીકાળથી માનવી વન્ય જીવન સાથે જીવી રહ્યો છે. ત્યારે વિકાસના પગલે જંગલો નષ્ટ થતા ઘણા પશુ પંખી પ્રાણીઓનાં રહેઠાણો છીનવાતા ઘણી પ્રજાતિઓ લુપ્ત થવાના આરે છે. આજે વિશ્ર્વ વાઘ દિવસે આનંદની વાત એ છે કે વિશ્ર્વના કુલ વાઘ પૈકી 70 ટકા વાઘનું ઘર આપણુ ભારત છે. બગડતા પર્યાવરણને કારણે આપણા રાષ્ટ્રીય પ્રાણીને પણ મુશ્કેલી પડી રહી છે. વાઘ સંરક્ષણ બાબતે જાગૃતિ લાવવા સૌનો સાથ જરૂરી, ખાસ કરીને વિદ્યાર્થીઓને સામેલ કરીને તેનામાં ઘણા ગુણો વિકસાવી શકાય છે. આજે શિકાર, વસવાસટની ખોટ, ગેરકાયદે વેપાર, માનવ અને વન્ય જીવનનો સંઘર્ષનો સમાવેશ થાય છે. ભવિષ્યની પેઢીઓ તેમના અસ્તિત્વને નકકી કરીને તેના રક્ષણ અને સંરક્ષણનાં મહત્વપર ભાર મૂકે કારણે વન્ય જીવન ટકશે તોજ આપણે ટકી શકીશું. પર્યાવરણમાં પ્રાણીઓ મહત્વની ભૂમિકા ભજવે છે. વાઘ સર્વોચ્ચ શિકારી છે અને તેમની હાજરી તેની ઈકોસિસ્ટમનું સંતુલન જાળવવામાં મદદ કરે છે. ઈકો સિસ્ટમ એકંદરે જૈવ વિવિધતાનું પણ રક્ષણ કરે છે. ઘણા એશિયન દેશોમાં વાઘનું સાંસ્કૃતિક અને સાંકેતિક મહત્વ છે. તે શકિત અને સુંદરતાના પ્રતિકો છે. આજે દેશના બધાજ નાગરીકે વાઘની દુર્દશા અને સંરક્ષણ બાબતે સાથ આપવો જરૂરી છે. આપણું રાષ્ટ્રીય પ્રાણી વાઘ સૌથી મોટી બિલાડીઓનું અસ્તિત્વ છે. એક સર્વેક્ષણ મુજબ છેલ્લા 100 વર્ષમાં જંગલી વાઘમાંથી 97 ટકા ગાયબ થઈ ગયા છે. 2010 થી વિશ્ર્વ વાઘ દિવસ ઉજવાય છે. વાઘની બગડતી સંખ્યાને વસવાટની ખોટ, આબોહવા પરિવર્તન, શિકાર જેવા ઘણા પરિબળોને કારણે વૈશ્ર્વિક સ્તરે વસ્તી ઘટી છે, જોકે આપણા દેશમાં વધી રહી છે. એક વાત નકકી છે કે, વાઘ આપણી વાર્તાઓમાં જીવવાનું શરૂ કરે પહેલા તેને બચાવવો પડશે.
2010 માં જયારે વાઘ બચાવવા માટે સૌ એકત્ર થઈને તેના દિવસ ઉજવણીની જાહેરાત કરી ત્યારે વાઘ શ્રેણીના 13 દેશો ટીએકસ-2 માં એક સાથે જોડાયા હતા અને વાઘની વસ્તી 3200 માંથી 6000 કરવાનું લક્ષ્યાંક રાખેલ હતુ. વાઘ મુખ્યત્વે એશિયા અને આફ્રિકામાં વસે છે. દુર્ભાગ્યવશ ગેરકાયદે શિકાર અને રહેઠાણના વિનાશ ને કારણે લુપ્ત થઈ ગયા હતા. વાઘની ખોરાકની સાંકળમાં અને ઈકો સિસ્ટમનાં સંતુલનને જાળવવામાં તે મહત્વનો ભાગ ભજવે છે. આ જીવો લુપ્ત થાય પહેલા તેને બચાવવા જરૂરી છે. આજે આપણા દેશમાં સફેદ વાઘની સંખ્યા પણ ઘણી વધી ગઈ છે. આપણા દેશનાં સુંદર વન્ય જીવન આધારીત નેશનલ પાર્કમાં જિમકાર્બેટે નેશનલ પાર્ક, સુંદરવન, કાન્હાઉધાન, બાંધવગઢ ઉધાન, રણથંભોર, તાડોબા અંધારી ટાઈગર રીઝર્વ, નવેગાંવ, નાગઝીરા વન્ય જીવન અભ્યારણ, પેરિયાર ટાઈગર રીઝર્વ, સરિસ્કા, ભદ્રા વન્યજીવ જેવા ઘણા અભ્યારણોમાં પર્યાવરણની જાળવણી થઈ રહી છે. આ જગ્યાએ પ્રાણીઓને તેનું નેચરલ વાતાવરણ પણ મળી રહ્યું છે. હાલ વિશ્ર્વભરમાં માત્ર 13 દેશોમાં જ વાઘનું અસ્તિત્વ છે. વૈશ્ર્વિક સ્તરે ગ્લોબલ ટાઈગર ડે ની વાતમાં વિશ્ર્વના ભુટાન, નેપાળ, ઈન્ડોનેશિયા, મલેશિયા, ભારત, કંબોડીયા,ચીન, તાઈવાન, જેવા દેશોએ તેના બચાવ કાર્યો
તેની દહાડ ત્રણ કિલોમીટર દૂર સુધી સંભળાય છે !
વાઘ બિલ્લી પ્રજાતિનું સૌથી મોટુ જાનવર છે, તે ધુવિય રિંછ અને ભૂરા રિંછ બાદ ધરતીપરનું સૌથી મોટુ માસાંહારી જાનવર છે. એક વાઘની ઉંમર જંગલમાં 10 વર્ષ અને પ્રાણી સંગ્રહાલયમાં તેનાથી બે ગણી વધી જાય છે. માદા વાઘનું ગર્ભધારણ 3.5 મહિના હોય છે. એક વખતમાં 3 થી 4 બચ્ચાને જન્મ આપે છે. વાઘનું મગજ 300 ગ્રામનું હોય છે, જે માંસાહારી જાનવરોમાં બીજુ મોટુ દિમાગ છે. વાઘ નવ પ્રકારના હોય છે. સફેદ રંગનો વાઘ પેદા થવાના ચાન્સ દર દશ હજારે એક હોય છે. તેના શરીરને મળતી ડિઝાઈન પણ આપણી ફિગર પ્રિન્ટ જેમ યુનિક હોય છે. સૌથી વધારે વાઘ કર્ણાટકમાં છે. તેની દહાડ 3 કિ.મી. સુધી સંભળાય છે.
વાઘની જોવાની શક્તિ માણસ કરતા છ ગણી વધારે !
નર વાઘ અને માદા સિંહમાંથી પેદા થયેા બચ્ચાને ટીગોન્ગ અને નર સિંહ અને માદા વાઘમાંથી પેદા થયેલા બચ્ચાને લાઈગર કહેવાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે તેના કાન પાછળ સફેદ રંગના ડાઘ હોય છે. તે ચાર હજાર મીટરની ઉંચાઈ પર પણ જોવા મળે છે, તે શિકાર માટે રાતની રાહ જોવે છે.તેની જોવાની ક્ષમતા માણસ કરતા છ ગણી વધારે હોય છે. તે 65 કી.મી. પ્રતિ કલાકે દોડી શકે છે, તે 30 ફૂટ લાંબી છલાંગ મારી શકે છે. તેએક રાતમાં 30 કિલો માસ ખાય છે, અને બિલાડીનો 95.6 ટકા ડીએનએ વાઘ સાથે મેચ થાય છે.