વેરાવળ નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા અરવિંદસિંહ જાડેજા અનેવી.આર ખેંગારને એવાર્ડ એનાયત
તારીખ 30 જુલાઈ ગાંધીનગર પોલીસ ઓડિટોરિયમ ખાતે થશે એવોર્ડ એનાયતcontent image 49a36387 49f6 4757 843b defe785727d9

પોલીસ નું ગુજરાત પોલીસનું મનોબળ વધારવા 2020 થી DGP એવોર્ડ એનાયત કરવામાં આવે છે. તેમજ તત્કાલીન ડીજીપી શિવાનંદ ઝા એ આ પ્રથા શરૂ કરી હતી અને અત્યાર સુધીમાં આવા ચાર સમારોહ યોજાઈ ચૂક્યા છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના બે પોલીસ અધિકારીઓને રાજ્યના ડીજીપી તરફથી ડિસ્ક એવોર્ડ જાહેર કરાયો છે જેમાં વેરાવળ ના નાયબ પોલીસ અધિકાર ખેંગાર અને ગીર સોમનાથ એલસીબી ઈન્ચાર્જ પોલીસ ઈન્સ એ. બી. જાડેજા નો સમાવેશ થાય છે.પોલીસની સરાહનીય ઉત્કૃષ્ટ કામગીરી બદલ આ એવોર્ડના તેઓ સન્માનિત થયા છે. તારીખ 30 જુલાઈના રોજ બપોરના ત્રણ વાગ્યે એક ખાસ સમારોહ યોજી આ એવોર્ડ એનાયત થશે. ત્યારે આ પ્રકારનો એવોર્ડ આપવામાં ગુજરાત ભારતનું દેશનું સાતમું રાજ્ય છે ગાંધીનગર પોલીસ વિદ્યાભવન ઓડિટોરિયમ ખાતે યોજાનાર આ સમારોહમાં પોલીસ પરિવારોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. તેમજ પસંદ કરાયેલા બંને અધિકારીઓની છેલ્લા પાંચ વર્ષની કામગીરી એવોર્ડ કમિટી જુએ છે અને ગુન્હા ઉકેલતા, ચાર્જશીટ, પેપર, વર્ક-શિસ્ત આવી તમામ બાબતો જીણવટ ભરી રીતે જોયા બાદ જ તેઓના નામ સિલેક્ટ કરવામાં આવ્યા છે.V.R .KHENGAR

વિનોદસિંહ ખેંગાર – નાયબ પોલીસ અધિક્ષક વેરાવળ

2002ની ભરતી બેન્ચના વી. આર. ખેંગાર PSIમાં ભરતી થયા બાદ ઉત્તરોત્તર બઢતી થી જામનગર, ભાવનગર, ખેડા, કચ્છ-ભુજ ગાંધીનગર આઈ. બીમાં ફરજ બજાવી ચૂક્યા છે તેમજ હાલ તેઓ ગીર-સોમનાથ નાયબ પોલીસ અધિક્ષક તરીકે પોતાની ફરજ બજાવી રહ્યાં છે. તેમનો જન્મ તારીખ 14-1-1977 ના રોજ થયો હતો તેમજ તેઓએ M.com સુધીનો અભ્યાસ સફળતાપૂર્વક તેજસ્વી રીતે પાસ કરી ગુજરાત પોલીસ દળમાં જોડાયા હતા. તેમજ ગીર સોમનાથ જિલ્લાના અનેક અટપટા ગુનાઓ ઉકેલવામાં તેમનું સૌથી મોટું યોગદાન છે. જેથી તેઓને રાજ્ય DGP એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.ARVINDSINH

અરવિંદસિંહ જાડેજા – નાયબ પોલીસ અધિક્ષક વેરાવળ

2009ની બેચના અને રાજકોટ ખાતે બહાદુરી, વિવેક અને માનવતાવાદી વલણ સાથે કામગીરી કરનાર અરવિંદ સિંહ જાડેજા હાલ ગીર સોમનાથ જિલ્લા LPB ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર છે. તેઓ ગુજરાત હોકીના નેશનલ પ્લેયર હતા. તેમનો જન્મ 6 નવેમ્બર 1976ના રોજ મોરબી જિલ્લાના કોટડા નાયાણી ગામે થયો હતો. તેમજ તેઓએ અમદાવાદ, અસલાલી, ધંધુકા, રાણપુર, જસદણ, શાપર, વેરાવળ, ખંભાળિયા, ધોરાજી, રાજકોટ,યુનિવર્સિટી પોલીસ સ્ટેશન, ધોરાજી, ભાયાવદર, વીરપુર અને રાજકોટમાં LCB અને SOG તરીકે શ્રેષ્ઠ કામગીરી બજાવી હતી. જેથી રાજકોટ વાસીઓ આજે પણ તેને યાદ કરે છે. તેમજ ગીર સોમનાથ જિલ્લામાં અનેક અટપટા ગુનાઓ અને ડ્રગ્સબંધી નાબૂદ કરવામાં તેઓનો જબરદસ્ત યોગદાન છે. ત્યારે તેઓને જેથી તેઓને રાજ્ય DGP એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

જયેશ પરમાર

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.