કોંગ્રેસના સાંસદ વિવેક ટંખાના પ્રશ્નના જવાબમાં IT મંત્રી અશ્વિની વૈષ્ણવે તાજેતરમાં રાજ્યસભામાં જણાવ્યું હતું કે WhatsApp અને તેની પેરન્ટ કંપની Meta એ ભારતમાં તેમની સેવાઓ બંધ કરવાની કોઈ યોજના જાહેર કરી નથી.

ભારતમાં ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપને બંધ કરવા અંગે ઘણી અટકળો ચાલી રહી છે. દરમિયાન, IT મંત્રી અશ્વિની વૈષ્ણવે તાજેતરમાં રાજ્યસભામાં જણાવ્યું હતું કે WhatsApp અને તેની પેરન્ટ કંપની Meta એ ભારતમાં તેમની સેવાઓ બંધ કરવાની કોઈ યોજના વિશે સરકારને જાણ કરી નથી.

વૈષ્ણવે એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય (MeitY) એ શેર કર્યું છે કે WhatsApp અથવા Metaએ આવી કોઈ યોજના વિશે સરકારને જાણ કરી નથી. રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ

વિવેક ટંખાએ પૂછ્યું હતું કે શું WhatsApp તેના વપરાશકર્તાઓની વિગતો શેર કરવાની સરકારની સૂચનાઓને કારણે ભારતમાં તેની સેવાઓ બંધ કરવાની યોજના બનાવી રહ્યું છે.

IT એક્ટ, 2000ની કલમ 69A હેઠળ સૂચનાઓ જારી કરવામાં આવી છે

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પરના પ્રતિબંધો અંગેના તંખાના પ્રશ્નના જવાબમાં વૈષ્ણવે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દેશની સાર્વભૌમત્વ અથવા અખંડિતતા, દેશની રક્ષા વગેરે માટે પ્રતિકૂળ કોઈપણ નોંધનીય ગુનાને રોકવા માટે આઈટી એક્ટ, 2000ની કલમ 69A હેઠળ દિશાનિર્દેશો જારી કરે છે.

વોટ્સએપે દિલ્હી હાઈકોર્ટમાં આ વાત કહી હતી

આ વર્ષની શરૂઆતમાં વોટ્સએપે દિલ્હી હાઈકોર્ટને કહ્યું હતું કે જો સરકાર મેસેજના એન્ક્રિપ્શનને તોડવા દબાણ કરશે તો તે ભારતમાં કામ કરવાનું બંધ કરશે. વોટ્સએપ અને મેટાએ નવા સુધારેલા આઇટી નિયમોને પડકાર ફેંક્યો હતો કે તેઓ ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે અને ગેરબંધારણીય છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.