વરસાદની મોસમ શરૂ થઈ ગઈ છે. મોટા ભાગના રોગો વરસાદની મોસમમાં જ ફેલાય છે. ઘણા પ્રકારના બેક્ટેરિયલ અને વાયરલ ઇન્ફેક્શન લોકો માટે જીવન મુશ્કેલ બનાવે છે. આ ઋતુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ મુશ્કેલ માનવામાં આવે છે. આ સિઝનમાં ખાવા-પીવામાં નાની ભૂલ પણ તમને હોસ્પિટલ મોકલી શકે છે. આ સિઝનમાં ખોરાક દૂષિત થવાનું જોખમ વધારે હોય છે. જેના કારણે લોકોએ સાવચેત રહેવું જોઈએ. તો જાણો કે આ ઋતુમાં લોકોએ પોતાનો આહાર કેવી રીતે જાળવી રાખવો જોઈએ, જેથી તેમનું સ્વાસ્થ્ય સારું રહે.
જો આ સિઝનમાં ખાવાની આદતોનું ધ્યાન રાખવામાં આવે તો બીમારીઓ ઘણી હદ સુધી રોકી શકાય છે. ખાવા-પીવાની સીધી અસર સ્વાસ્થ્ય પર પડે છે અને વરસાદની ઋતુમાં પૌષ્ટિક અને તાજો ખોરાક ખાવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ ઋતુમાં વાસી ખોરાકથી ઈન્ફેક્શન થઈ શકે છે. વરસાદની ઋતુમાં રસોઈ બનાવતી વખતે સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ અને ખાવા માટે જે પણ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે તેને સારી રીતે સાફ કરવી જોઈએ. નહિંતર સ્વાસ્થયને લગતી સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
આ ખાદ્યપદાર્થો વરસાદની સિઝનમાં તમને રાખશે સ્વસ્થ
મોસમી શાકભાજીનું સેવન કરો :
વરસાદની ઋતુમાં મોસમી શાકભાજીનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે. ગોળ, પરવલ, કારેલા, ટીંડોડા ખાવાથી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આમાંના કેટલાક શાકભાજીને પરાઠા, સૂપ, રાયતામાં પણ સામેલ કરી શકાય છે. જોકે, શાકભાજીને સારી રીતે ધોઈને સાફ કરો અને ઉકાળ્યા પછી જ ખાવાનું રાખો.
દહીં અને છાસનું સેવન કરો :
વરસાદની મોસમમાં પ્રોબાયોટીક્સથી ભરપૂર ખોરાકનું વધુ પ્રમાણમાં સેવન કરવું જોઈએ. તમારા પેટને સ્વસ્થ રાખવા માટે આ ઋતુમાં તમારા આહારમાં દહીં અને છાશ જેવા પ્રોબાયોટીક્સનો સમાવેશ કરો. પ્રોબાયોટીક્સ આંતરડામાં સારા બેક્ટેરિયાને પ્રોત્સાહન આપે છે અને આંતરડાના સ્વાસ્થ્યને સુધારે છે.
દાડમ :
આયર્ન અને વિટામિનથી ભરપૂર દાડમ તમારા શરીરમાં લોહી વધારવામાં ઘણી મદદ કરે છે. જો તમારા શરીરમાં લોહીની ઉણપ છે. તો તમારે દરરોજ 1 દાડમનું સેવન કરવું જોઈએ. આ સાથે તે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવાનું પણ કામ કરે છે.
જાંબુ :
ચોમાસાની સીઝનમાં કે શ્રાવણ માસમાં આવતા જાંબુ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જાંબુ ડાયાબિટીસના દર્દીઓ માટે દવાની જેમ કામ કરે છે. તેની સાથે વિટામિન C, ફાઈબર અને આયર્નથી ભરપૂર જાંબુ આપણી રોગપ્રતિકારક શક્તિ માટે ખૂબ જ ફાયદાકારક છે.
આદુ અને લસણ :
વરસાદની ઋતુમાં આદુ અને લસણનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. આદુ અને લસણ ફ્લૂ અને તાવ સામે લડવામાં મદદ કરે છે. સાથોસાથ એન્ટિ-વાયરલ ગુણધર્મો ધરાવે છે. આદુની ચા ગળાનો દુખાવો ઓછો કરવામાં મદદ કરી શકે છે.
નાસપતી :
ચોમાસામાં પેટ માટે રામબાણ તરીકે નાસપતીનું સેવન કરવું જોઈએ. જો તમે દરરોજ 1 નાસપતી ખાઓ છો, તો તે તમારી રોગપ્રતિકારક શક્તિને વધારે છે. ચોમાસા દરમિયાન, તમે તમારા સારા સ્વાસ્થ માટે નાશપતી ખાઈ શકો છો.
હાઇડ્રેટેડ રહો :
આ સિઝનમાં તમારે તમારા આહારમાં પ્રવાહીનો સમાવેશ કરવો જોઈએ અને પુષ્કળ પાણી પીવું જોઈએ. સૂપ, મસાલા ચા, ગ્રીન ટી, સૂપ, કઠોળ ખાવાથી તમે હાઇડ્રેટેડ રહો છો. તેમજ આ વસ્તુઓ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પણ સારી માનવામાં આવે છે.