વરસાદની મોસમ શરૂ થઇ ગઈ છે. આ મોસમ શરૂ થતાંની સાથે જ આપણને ગરમીથી રાહત મળે છે. પણ ચોમાસામા ત્વચાને લગતી કેટલીક સમસ્યાઓ થાય છે. વધારે ભેજને કારણે ત્વચા પર વારંવાર પરસેવો થાય છે. જેના લીધે ચહેરો ચીકણો દેખાય આવે છે. તેમજ જયારે તમારી સ્કીન ઓઇલી થઇ જાય છે તો ચહેરા પર પિમ્પલ્સ થવા લાગે છે. જેના લીધે તમારો ચહેરો ખરાબ દેખાય આવે છે.
કેટલાક લોકો તેના ચહેરાને સ્વચ્છ રાખવા માટે વારંવારં ચહેરો ધોતા રહે છે. તો ઘણા લોકો દિવસમાં 5 થી 6 વખત તેમના ચહેરાને સાફ કરે છે. જો કે ઘણી વાર ચહેરો સાફ કરવાથી ત્વચાને નુકસાન પણ થાય છે. તો ચાલો જાણીએ કે આ વરસાદની મોસમમાં ચહેરો સાફ રાખવા માટે કેટલી વાર ચહેરો ધોવો જોઈએ.
કેટલી વાર ચહેરો ધોવો?
આમ તો સવારના સમયે અને સાંજના સમયે પરસેવો વળે છે. આવી સ્થિતિમાં તમારે તમારો ચહેરો સાફ રાખવો જોઈએ. પણ તમારા ચહેરાને ધોવા માટે આંગળીઓ વડે ફેસ વોશનો ઉપયોગ કરો. તમે દિવસમાં બે વાર તમારો ચહેરો ધોઈ શકો છો. વારંવાર ચહેરો ધોવાથી ત્વચા શુષ્ક થઈ જશે.
યોગ્ય ફેસવોશ પસંદ કરો
બધાની ત્વચા અલગ-અલગ હોય છે. એટલા માટે તમારે તમારી ત્વચાના પ્રકાર પ્રમાણે ફેસવોશ પસંદ કરવું જોઈએ. ભૂલથી પણ એવા ફેસવોશનો ઉપયોગ ન કરો, જેનાથી તમારી ત્વચાને નુકશાન થાય. આ માટે તમારે સ્કીનના ડોક્ટર પાસે યોગ્ય તપાસ કરાવીને તેની સલાહ મુજબ ફેસ વોશ ખરીદવી જોઈએ.
ઓઇલી ત્વચાવાળા લોકો માટે ફેસ વોશ
ઓઇલી ત્વચાવાળા લોકોએ હંમેશા લેક્ટિક એસિડ, ગ્લાયકોલિક એસિડ અને સેલિસિલિક એસિડ સાથે એક્સ્ફોલિયેશન પસંદ કરવું જોઈએ. તેમજ જો તમે ખીલની કોઈ દવા લઈ રહ્યા છો, તો તમે હળવા ક્લીંઝરનો ઉપયોગ કરી શકો છો.
હાઇડ્રેટેડ રહો
તમારે તમારા ચહેરાની ત્વચાને ચમકદાર બનાવવા માટે પોતાને હાઇડ્રેટેડ રાખવાનો પ્રયાસ કરવો જોઈશે. આ માટે તમારે દિવસ દરમિયાન ઓછામાં ઓછું 3 લિટર પાણી પીવાનું રાખો. જેનાથી શરીરમાંથી ઝેરી તત્વો પણ બહાર નીકળતા રહે છે. સાથોસાથ ચહેરામા અનોખી જ ચમક આવે છે.
ટોનર અને મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો
ચહેરો ધોયા પછી, ચહેરા પર આલ્કોહોલ મુક્ત ટોનરનો ઉપયોગ કરો. તે ચહેરાના PH સ્તરને જાળવી રાખવામાં મદદ કરે છે. આ પછી તમે ચહેરા પર હળવા તેલ-મુક્ત મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો. આ ઉપાય તમારા ચહેરાને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે. ત્વચાને લગતી કોઈ પણ સમસ્યા પર ઉપાય અજમાવતા પહેલા ડોક્ટર પાસે યોગ્ય સારવાર લેવાનું રાખો.