નોટબંધી બાદ રાજકોટ ઈન્વેસ્ટીગેશન વિંગે ૧૫ જેટલા પેટ્રોલપંપ પર સર્વે હા ધર્યો: કેશબુકમાં કરોડો ‚પિયાના ગોટાળા બહાર આવ્યાની ગંધ: વેચાણ કરતા વધુ કેશ ડિપોઝીટ ઈ: અમુક પેટ્રોલપંપના બેનામી વ્યવહારો પીએમજી હેઠળ જાહેર કરાયા: કરચોરી કરતા પેટ્રોલપંપ સંચાલકોને અલ્ટીમેટમ, પીએમજી યોજના હેઠળ ટેકસ ભરો નહીં તો ફોજદારી લઈ લાયસન્સ રદ્દ કરવા સુધીની કાર્યવાહી માટે તૈયાર રહો: પેટ્રોલપંપ એસો. સો આવકવેરા અધિકારી સો યોજાનારી મીટીંગ.
નોટબંધી બાદ આવક વેરા વિભાગ દ્વારા પેટ્રોલપંપમાં સર્વેની કામગીરી હા ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન ૨ થી ૩ પેટ્રોલપંપ દ્વારા બેહિસાબી વ્યવહારો પીએમજી યોજના હેઠળ જાહેર કરાયા છે. જયારે પેટ્રોલપંપ પર સર્વેની કામગીરીમાં રાજકોટ આવકવેરા વિભાગ સમગ્ર રાજયમાં મોખરે રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ટોચના સૂત્રોમાંી જાણવા મળતી માહિતી મુજબ ડિમોનેટાઈઝેશન બાદ બેનામી વ્યવહારો જપ્ત કરવા આવકવેરા વિભાગે અત્યાર સુધીમાં અનેક એકમો અને સહકારી બેંકોમાં સર્વે અને સર્ચ હા ધર્યું હતું. આ કામગીરી દરમિયાન રાજકોટ ઈન્વેસ્ટીગેશન વિંગે રાજકોટ, ગાંધીધામ, જામનગર અને મોરબીમાં ૧૫ જેટલા પેટ્રોલપંપ પર સર્વે કર્યો હતો. અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં અને ગુજરાતમાં પેટ્રોલપંપ પર સર્વેની કામગીરીમાં રાજકોટ આવકવેરા ખાતાની કામગીરીની નોંધ લેવાઈ છે. તો બીજી તરફ આવકવેરા વિભાગે પેટ્રોલપંપ સંચાલકોને અલ્ટીમેટમ આપ્યું છે કે, તેઓ તેમની કરચોરીને પીએમજી યોજનામાં જાહેર કરી દે નહીં તો બેનામી વ્યવહારો ઝડપાશે તો ફોજદારી કાર્યવાહી લઈ નિયમો મુજબ પેટ્રોલપંપનું લાઈસન્સ પણ રદ ઈ શકે તેવા આકરા પગલા લેવાશે. આ ઉપરાંત જાણવા મળતી માહિતી મુજબ આજે સાંજે પેટ્રોલપંપ એસો. સો આવક વેરા વિભાગની અગત્યની મિટિંગ યોજાનારી છે. આ મિટિંગમાં આવકવેરા વિભાગ પેટ્રોલપંપ સંચાલકોને કરી પીએમજી યોજનામાં ટેકસ ભરવા અપીલ કરશે. તેમજ આવકવેરા ખાતાએ જણાવ્યું કે, પીએમજી યોજના હેઠળ ૪૭ ટકા ટેકસ ભરવો પડશે જયારે આવક વેરા વિભાગના દરોડા દરમિયાન બેનામી વ્યવહારો જપ્ત શે તો આકરો દંડ ચૂકવવા માટે પેટ્રોલપંપ માલીકોને તૈયાર રહેવું પડશે.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ આવકવેરા વિભાગે જયારે પેટ્રોલપંપ પર સર્વે હા ધર્યો ત્યારે કેસ બુકમાં ભયંકર ગોટાળાઓ સામે આવ્યા છે. તેમજ વેંચાણ કરતા વધુ કેસ ડિપોઝીટ ઈ હોવાનું જાણવા મળી રહ્યું છે જે બિનહિસાબી વ્યવહારો છે. સામાન્ય રીતે કેસબુકમાં ૩ ી ૪ લાખ રકમ હોઈ શકે પરંતુ તપાસ દરમિયાન કેશબુકમાં કરોડો ‚પિયાની ગોલમાલ સામે આવી છે. અમુક પેટ્રોલપંપમાં આ વ્યવહારો પીએમજી હેઠળ જાહેર કરાયા છે તો હવે જે પેટ્રોલપંપ સંચાલકો કરચોરી કરી રહ્યાં છે તેઓને પીએમજી હેઠળ ટેકસ ભરવા એક તક રહેલી છે.