આજના સમયમાં આ ભાગદોડની જીંદગીમાં તણાવ અને ખરાબ જીવનશૈલીના કારણે લોકોના સ્વાસ્થ્ય પર તેની ઘણી અસર પડી રહી છે. આવી સ્થિતિમાં છોકરાઓના વાળ તેમજ દાઢી અને મૂછ નાની ઉંમરમાં જ સફેદ થવા લાગે છે. તેણે પોતાની સફેદ દાઢી અને મૂછ છુપાવવા માટે હેર કલરનો ઉપયોગ કરવો પડે છે. ઘણા લોકોને આ કેમિકલ વાળના રંગો પસંદ પણ નથી પડતા. આવી સ્થિતિમાં તમે કેટલાક એવા ઘરેલું ઉપચારનો ઉપયોગ કરી તમારી દાઢી અને મૂછને કુદરતી રીતે કાળી કરી શકો છો.
કુદરતી રીતે દાઢી અને મૂછને કાળી કરવા આ ઉપાયોને અપનાવો
આમળા પાવડર અને નાળિયેર તેલ
જો તમે કુદરતી રીતે તમારી દાઢીને કાળી કરવા માંગો છો. તો પહેલા એક બાઉલમાં આમળા પાવડર લો અને તેમાં નારિયેળનું તેલ મિક્સ કરો. હવે આ મિશ્રણને દાઢી અને મૂછ પર લગાવો. ત્યારબાદ 30 થી 45 મિનિટ સુધી રહેવા દો અને પછી પાણીથી ધોઈ લો.
મેંદી અને કોફી પાવડર
મહેંદીમાં એવા ઘણા તત્વો જોવા મળે છે જે કુદરતી રીતે વાળને કાળા કરે છે. તેના ઉપયોગ કરવા માટે મહેંદીમાં કોફી પાવડર મિક્સ કરવાથી દાઢી અને મૂછને કાળો રંગ મળે છે. જો તમારે તેનો ઉપયોગ કરવો હોય તો 2 થી 3 ચમચી મહેંદી પાવડરમાં 1-2 ચમચી કોફી પાવડર મિક્સ કરો. આ મિશ્રણને ગરમ પાણીમાં ભેળવીને પેસ્ટ બનાવો અને દાઢી પર લગાવો. 1 થી 2 કલાક પછી તમારી દાઢીને પાણીથી ધોઈ લો. આ પ્રયોગથી તમારા વાળ કુદરતી રીતે કાળા થાય છે.
આમળા અને મેથી પાવડરનું મિશ્રણ
આમળા અને મેથી પાવડરનું મિશ્રણ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. આનો ઉપયોગ કરીને તમે તમારા વાળની ઘણી સમસ્યાઓ દૂર કરી શકો છો. જો તમે તેનો ઉપયોગ કરીને તમારી દાઢી અને મૂછને કાળી કરવા માંગો છો. તો પાણીમાં 2 ચમચી આમળા પાવડર અને 1 ચમચી મેથી પાવડર મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને દાઢી પર લગાવો અને 1 કલાક પછી ધોઈ લો. આનાથી તમારા વાળ કાળા અને સિલ્કી બને છે.
દહીં અને નાળિયેર તેલનું મિશ્રણ
જો તમે દહીંનો ઉપયોગ કરીને તમારી દાઢી અને મૂછને કાળી કરવા માંગો છો. તો એક બાઉલમાં દહીં અને નારિયેળ તેલનું ને સમાન માત્રામાં મિક્સ કરો. આ પછી આ પેસ્ટને દાઢી અને મૂછ પર સવાર-સાંજ લગાવવાનું રાખો. થોડા દિવસો પછી તમને તમારા વાળમાં સુધારો દેખાવા લાગશે.
કાળી ચા અને લીંબુ
કાળી ચામાં રહેલા તત્વો દાઢી અને મૂછને કુદરતી રંગ આપે છે. તેનો ઉપયોગ કરવા માટે તમારે 2-3 ચમચી કાળી ચાના પાંદડા લઈ તેને ઉકાળી લો. ત્યારબાદ તેમાં 1-2 ચમચી લીંબુનો રસ ઉમેરો. પછી આ મિશ્રણને ઠંડુ કરીને દાઢી અને મૂછ પર લગાવો . ત્યારબાદ 30-45 મિનિટ પછી ધોઈ લો. થોડા દિવસોમાં તમને તેની સારી અસર દેખાવા લાગશે. ત્વચા સંબંધિત કોઈપણ વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા ડૉક્ટરની સલાહ લો.