સૌમ્યા ટંડન સોશ્યલ મીડયા પર ખુબજ એક્ટીવ રહે છે. હાલમાં જ તેણીએ તેના ઇન્સ્ટાગ્રામ પેઝ પર તેના ખુબજ સુંદર સાડી પેહરેલા ફોટા મુક્યા છે. સૌમ્યા ટંડને ગોલ્ડન સાડી પેહરી છે. જેમાં તે ખુબજ સુંદર લાગી રહી છે. અભિનેત્રીની આ નેટેડ સાડી પરનો આ બોડર વર્ક લુક પણ ખૂબ જ આકર્ષક લાગી રહ્યો છે. સૌમ્યાની સાડી પહેરવાની આ રીત યુવતીઓ માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. ચોમાસાની ઋતુમાં કિટી પાર્ટી અથવા કોઈપણ નાના ફંક્શનમાં તમે આ ગોલ્ડન રંગની સાડી ટ્રાય કરી શકો છો.