વાઇટ ડિસ્ચાર્જ અથવા લ્યુકોરિયા સ્ત્રીઓમાં સામાન્ય સમસ્યા બની ગઈ છે. આ સમસ્યા મોટે ભાગે ટીનેજ છોકરીઓને અસર કરે છે. થોડું વાઇટ ડિસ્ચાર્જ હોવું એ કોઈ સમસ્યા નથી, તે સ્વસ્થ વજાઈનલની નિશાની છે. પણ વધુ પડતું હોવું એ એક ચિંતાનો વિષય છે. આજના સમયમાં બદલતી જીવનશૈલીને લીધે મહિલાઓને કેટલીક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેમ કે પિરીયડ્સ, વાઇટ ડિસ્ચાર્જ, સર્વાઇકલ કેન્સરની તકલીફ આ બધી સમસ્યા સામાન્ય છે.
ખાસ કરીને મહિલાઓને વાઇટ ડિસ્ચાર્જ નીકળવાની સમસ્યા વધારે થતી હોય છે. વાઇટ ડિસ્ચાર્જ થવાથી પ્રાઇવેટ પાર્ટમાંથી દુર્ગંધ આવે છે. આ સમસ્યાને લ્યુકેરિય પણ કહેવામાં આવે છે. કેટલીક મહિલાઓને વાઇટ ડિસ્ચાર્જની સમસ્યા બહુ વધારે હોય છે. જ્યારે કેટલીક મહિલાઓને આ સમસ્યા ઓછી પણ હોય છે. વાઇટ ડિસ્ચાર્જ વધારે થવાને કારણે શરીરમાં નબળાઇ, ઇન્ફેક્શન જેવી સમસ્યા વારંવાર થઇ શકે છે. આ સમસ્યાથી તમે રાહત મેળવવા માંગતા હોવ તો તમે કેટલાક ઘરેલુ ઉપાયોથી રાહત મેળવી શકો છો.
વાઇટ ડિસ્ચાર્જ થવાનાં લક્ષણો
વજાઈનલમાં ખંજવાળ સાથે વાઇટ ડિસ્ચાર્જ નીકળવું આથોના ચેપને કારણે હોઈ શકે છે. વાઇટ ડિસ્ચાર્જ નિકળવાના અન્ય કારણોમાં વજાઈનલને સ્વચ્છ ન રાખવો, ખૂબ ચિંતા કરવી, ઘણા પોષક તત્વોની ઉણપની કારણે પણ આ સમસ્યા થાય છે.
આ સમસ્યામાં તમને ચક્કર, થાક, ખંજવાળ, નબળાઈ, વજાઈનલમાથી દુર્ગંધ આવવી, માથાનો દુખાવો અને કબજિયાતનો સમાવેશ થાય છે. જો તમે આ સમસ્યાથી ચિંતિત છો. તો તમે કેટલાક આસનો અને આ ઘરેલુ ઉપચારથી રાહત મેળવી શકો છો.
વાઇટ ડિસ્ચાર્જની સમસ્યા થવાનાં ઘણા કારણો હોઈ શકે છે.
- બેક્ટેરિયલ, યીસ્ટ ઇન્ફેક્શન, ટ્રાઇકોમોનિઆસિસ, બળતરા રોગો જેવા ચેપ.
- સ્વચ્છતાનો અભાવઃ અન્ડરવેર નિયમિત ન બદલવું, વધુ પડતો પરસેવો આવવો. આ સિવાય સર્વાઇકલ કેન્સર.
વાઇટ ડિસ્ચાર્જ મટાડવા માટે યોગના આસનો
- માલસાના મુદ્રામાં બેસીને તમારી જાંઘો ખોલો અને બંધ કરો. આ યોગથી તમને આ સમસ્યામાથી રાહત મળે છે.
- કોબ્રા મુદ્રા તમારા વજાઈનલના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારું છે.
ઘરગથ્થુ ઉપાયો અપનાવો
મેથીનું પાણી પીવો
મેથીના દાણાને પાણીમાં ઉકાળીને પીવાથી સફેદ પાણીની સમસ્યા દૂર થાય છે. મેથીના દાણાને 500 મિલી પાણીમાં પાણી અડધું રહી જાય ત્યાં સુધી ઉકાળો. ત્યારબાદ આ પાણી ઠંડું થઈ જાય તે પછી પીવાનું રાખો.
ભીંડાનું પાણી પીવાનું રાખો
ઘણા લોકોની પ્રિય અને સામાન્ય રીતે ભીંડા તરીકે ઓળખાતી આ શાકભાજી સફેદ પાણીની સમસ્યાને દૂર કરવા માટેનો સારો ઉપાય છે. તમે થોડા ભીંડા લો. ત્યારબાદ તેને પાણીમાં ઉકાળીને તેને મિક્સરમાં પીસી શકો છો. કેટલીક મહિલાઓ ભીંડાને દહીંમાં પલાળીને પણ ખાય છે.
આમળાનું સેવન કરો
આમળા એક ભારતીય સુપરફૂડ છે. વિટામિન સી અને અન્ય ઘણા પોષક તત્વોથી ભરપૂર છે. તેમજ આમળા રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તમે તેને કોઈપણ સ્વરૂપમાં ખાઈ શકો છો. નિયમિતપણે આમળા ખાવાથી વાઇટ ડિસ્ચાર્જની સમસ્યા પણ દૂર થાય છે.
ધાણાના બીજથી કરો વાઇટ ડિસ્ચાર્જનો ઉપાય
વાઇટ ડિસ્ચાર્જને રોકવા માટે ધાણાના બીજનો ઉપયોગ પ્રાકૃતિક ઉપાય તરીકે કરી શકાય છે. તેનું સેવન કરવા માટે ધાણાના બીજને આખી રાત પાણીમાં પલળવા દો અને સવારે તે પાણીને ગાળીને ખાલી પેટ તેને પી લો. આ ઉપાય તમને આ સમસ્યામાથી રાહત આપે છે.
તુલસીના પાનનો રસ
વાઇટ ડિસ્ચાર્જની સમસ્યામાથી રાહત મેળવવા માટે તમે તુલસીના પાનનો રસ બનાવી તેમાં મધ મિક્સ કરો. તેને દરરોજ બે વખત પીવાથી વાઇટ ડિસ્ચાર્જની સમસ્યા સંપૂર્ણ રીતે દૂર થાય છે. સાથોસાથ તમે દરરોજ દૂધની સાથે પણ સેવન કરી શકો છો.
કેળા
જો તમે વાઇટ ડિસ્ચાર્જની સમસ્યાથી પરેશાન છો તો સવારે એક પાકું કેળુ ખાવાનું રાખો. કેળા સાથે તમે ઘી પણ ખાઈ શકો છો. ઘી અને કેળા ખાવાથી વ્હાઈટ ડિસ્ચાર્જમાં ઝડપથી રાહત મળે છે.
ડોક્ટર પાસેથી ક્યારે સારવાર લેવી
જયારે લીલું, પીળું, ઘટ અથવા ચીઝ જેવું વજાઈનલમાં વાઇટ ડિસ્ચાર્જ થવા પર ડોક્ટરને દેખાડવું એક સારો વિચાર છે. આ ઉપરાંત વજાઈનલમાંથી ગંધ અને બળતરાના થવા લાગે ત્યારે તરતોતરત જ ડોક્ટર પાસેથી યોગ્ય સારવાર લો.