ઔષધીય ગુણોથી ભરપૂર ઇસબગુલનો ઉપયોગ આયુર્વેદમાં વર્ષોથી કરવામાં આવે છે. ઇસબગુલનો પાવડર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પાચન સંબંધી સમસ્યાઓ માટે આ એક ઉત્તમ ઉપચાર છે. તેમાં રહેલું ફાઈબર કબજિયાત દૂર કરવામાં ખૂબ જ અસરકારક ઉપાય છે. તેમજ ઇસબગુલ વજન ઘટાડવાનો બેસ્ટ ઉપાય છે. તે પાચન તંત્રમાંથી ઝેરી તત્વોને દૂર કરે છે અને શરીરને અનેક રીતે ફાયદો પણ કરે છે. આવો જાણીએ શું છે ઇસબગુલ અને તેનાથી સ્વાસ્થ્યને શું ફાયદા થઈ શકે છે.
ઇસબગુલ શું છે?
આ ઇસબગુલ એ પ્લાન્ટાગો ઓવાટા નામના છોડને ચોંટાડતો સફેદ રંગનો પદાર્થ છે. જેમાં 70 ટકા દ્રાવ્ય અને 30 ટકા અદ્રાવ્ય ફાઇબર હોય છે. આ છોડ જડીબુટ્ટીઓની શ્રેણીમાં આવે છે. કેટલાક લોકોને લાંબા સમય સુધી બેસી રહેવાથી કબજિયાતની સમસ્યા ઉભી થાય છે. આ ઉપરાંત તેલ-મસાલાવાળી વસ્તુઓ ખાવાથી અને ડાયેટમાં ફાઇબર ઓછુ હોવાથી આંતરડામાં મળ જામવાનું કારણ બને છે. સાથોસાથ તમે ફિઝિકલી એક્ટિવ ન હોવ ત્યારે પણ મેટાબોલિઝમ સ્લો થવાના કારણે તમને કબજિયાતની સમસ્યા થઇ શકે છે. આ સમસ્યામાં સૌથી પહેલા તમારે તમારા ડાયેટમાં એક બદલાવ લાવવાની જરૂર છે. ફાઇબરથી ભરપૂર આ વસ્તુને તમારે તમારા ડાયેટમા સમાવેશ કરવાની જરૂર છે. તેમજ તમે પેટ સંબધીત સમસ્યાઓથી રાહત મેળવવા માટે ઇસબગુલની મદદ લઇ શકો છો. તો ચાલો જાણીએ કે તમે ઇસબગુલ સેવન ક્યારે અને કેવી રીતે કરી શકો છો.
ઇસબગુલ ખાવાથી સ્વાસ્થ્ય લાભો :
વજન નિયંત્રિત કરે છે
ઇસબગુલનું સેવન વજનને નિયંત્રિત કરવા માટે ખૂબ જ અસરકારક છે. તેનું સેવન કરવાથી તમને વારંવાર ભૂખ નથી લાગતી અને તમે વધુ પડતું ખાવાનું બંધ કરો છો. તેનું સેવન કરવાથી તમારું પેટ સાફ રહે છે અને તમારું વજન વધતું નથી. ઇસબગુલ પાઉડરને લીંબુ પાણીમાં ભેળવીને સવારે ખાલી પેટ પીવાથી વજન નિયંત્રણમાં રહે છે.
બલ્ડ સુગરને કંટ્રોલમાં રાખે
ઇસબગુલ ડાયાબિટીસના દર્દીઓ માટે ઉત્તમ ઉપચાર છે. તેમાં રહેલું જિલેટીન શરીરમાં ગ્લુકોઝના ભંગાણ અને શોષણને ધીમું કરે છે. જે લોહીમાં ખાંડની માત્રાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેમજ આનું સેવન કરવાથી ડાયાબિટિસને પણ કંટ્રોલમાં રાખી શકાય છે.
પાચનતંત્ર સુધારે છે
દ્રાવ્ય અને અદ્રાવ્ય બંને ફાઇબરથી ભરપૂર ઇસબગુલ તમારા પાચનને સ્વસ્થ રાખે છે. તેનું સેવન કરવાથી કબજિયાતમાં રાહત મળે છે. એક ગ્લાસ છાશમાં 2 ચમચી ઇસબગુલ ભેળવીને રાત્રે સૂતા પહેલા તેનું સેવન કરવાથી તમારું પેટ સાફ રહે છે. સાથોસાથ તમને ડાયેરિયાની સમસ્યામાથી પણ રાહત મળે છે.
કોલેસ્ટ્રોલ વધારે છે
ઇસબગુલનું સેવન કરવાથી સારા કોલેસ્ટ્રોલને વધારવામાં અને ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદરૂપ છે. ઇસબગુલની હાઇગ્રોસ્કોપિક ગુણધર્મ લોહીમાં કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. સાથોસાથ તમારું સ્વાસ્થ્ય પણ સારું રહે છે.
ત્વચા માટે ફાયદાકારક
ચોમાચાની આ સીઝનમાં ત્વચાને લગતી કેટલીક સમસ્યાઓ ઉદભવે છે. પણ જો તમે તમારી ત્વચાને સુધારવા માંગતા હોવ તો તમે ઇસબગુલને એલોવેરા જેલ સાથે મિક્સ કરીને ત્વચા પર લગાવી શકો છો. ત્યારે તેમાં રહેલા બળતરા વિરોધી ગુણધર્મો તમારા ચહેરાને સ્વસ્થ રાખે છે. તેમજ તમારો ચહેરો પણ ચમકદાર બને છે.