- DPA એ તેની નવી પ્રોત્સાહક યોજના SAAGARની જાહેરાત કરી
- ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાનું PFP ગ્રુપ આ યોજના સાથે જોડાનાર પ્રથમ વેપાર ભાગીદાર બન્યું
ગાંધીધામ ન્યુઝ: દીનદયાળ પોર્ટ ઓથોરિટી (DPA)એ તેની નવી પ્રોત્સાહક યોજના સ્ટ્રેટેજિક એક્શન ટુ એઇડ ગ્રોથ એન્ડ રિવોર્ડ્સ (SAAGAR)ની રજૂઆતની ગર્વપૂર્વક જાહેરાત કરી હતી, જે વોલ્યુમ પ્રતિબદ્ધતાઓ દ્વારા વૃદ્ધિને વેગ આપવા માટે રચાયેલ છે. ત્યારે ડિરેક્ટર એડીશિનના પ્રતિનિધિત્વ હેઠળ ચાલતું ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાનું PFP ગ્રુપ આ યોજના સાથે જોડાનાર પ્રથમ વેપાર ભાગીદાર બન્યું છે.
PFP ગ્રૂપે આગામી 11 મહિનામાં ડીપીએને 0.5 મિલિયન મેટ્રિક ટન (MMT) લાકડાની આયાતની બાંયધરીકૃત લઘુત્તમ વોલ્યુમ માટે પ્રતિબદ્ધ છે. આ પ્રતિબદ્ધતા ભારતની વધતી જતી ગોળ લાકડાની જરૂરિયાતોને પહોંચી વળવા અને લાકડાની આયાતની કાર્યક્ષમતામાં સુધારો કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે.PFP ગ્રૂપે DPA અને ભારતમાં તેમના ક્લાયન્ટ્સ, હેન્ડલિંગ એજન્ટ્સ રિશી શિપિંગ અને શિપ એજન્ટ્સ મેસર્સ DBC સન્સ (ગુજ) પ્રા.લિ.નો આભાર વ્યક્ત કર્યો છે. આ ભાગીદારીની સુવિધામાં એડી શિને સુશીલ કુમાર સિંઘ, IRSME, DPA ના અધ્યક્ષ નંદીશ શુક્લા, IRTS અને તેમની ટીમને SAAGAR યોજનાને પ્રાથમિકતા આપવા અને સુવ્યવસ્થિત કરવા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો.
ભારતી માખીજાણી