આજના સમયમાં લોકોની જીવનશૈલી અને ખાવાની ખોટી આદતો એવી છે કે જેના કારણે તેમને પેટની અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેમાંથી એક છે પેટ ફૂલવાની સમસ્યા છે. ઘણી વખત એવું બને છે કે ખોરાક ખાધા પછી પેટ ફૂલવા જેવી સમસ્યા થાય છે. આ સ્થિતિમાં ખોરાક ખાધા પછી પેટ બહાર આવી જાય છે. જે ખૂબ જ વિચિત્ર લાગે છે. પેટ ફૂલવાને કારણે અસ્વસ્થતા અનુભવવા ઉપરાંત કેટલીકવાર વ્યક્તિને શ્વાસ લેવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જો તમે પણ ખોરાક ખાધા પછી આ પ્રકારની સમસ્યાથી પરેશાન છો. તો તમે આ ઘરગથ્થુ ઉપાય અપનાવી શકો છો.
પેટ ફૂલવું અને કબજિયાતની સમસ્યા માટે ઘરેલું ઉપચાર
લીંબુ પાણી પીવો
જો તમને ખોરાક ખાધા પછી પેટ ફૂલેલું લાગે છે. તો તમારે જમ્યા પછી લીંબુ પાણીનું સેવન કરવું જોઈએ. લીંબુ પાણીમાં પ્રાકૃતિક મૂત્રવર્ધક પદાર્થ હોય છે. જે ગેસને દૂર કરવામાં ફાયદાકારક માનવામાં આવે છે. જ્યારે આપણે વધુ પડતું મીઠું ખાઈએ છીએ ત્યારે આપણે વધુ પાણી પીએ છીએ. લીંબુ પાણી પીવાથી શરીરમાંથી વધારાનું પાણી નીકળી જાય છે. જેનાથી પેટ ફૂલવાની સમસ્યામાથી રાહત મળે છે. પેટ ફૂલવાની સમસ્યાથી બચવા માટે લીંબુ પાણી એક બેસ્ટ વિકલ્પ છે. ચોમાસાની મોસમમાં વધુ પડતો ખોરાક લેવાથી ગેસ, હાર્ટબર્ન, ખાટા ઓડકાર અને પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ થાય છે. તેથી તમારા સ્વાસ્થ્ય માટે લીંબુ પાણી ખૂબ જ અસરકારક સારવાર માનવામાં આવે છે.
હળદરનું સેવન કરો
પેટ ફૂલવાની સમસ્યાથી બચવા માટે તમારા આહારમાં હળદરનો સમાવેશ કરો. હળદરમાં કર્ક્યુમિન નામનું સંયોજન જોવા મળે છે જે પેટનું ફૂલવું અને ગેસ જેવી સમસ્યાઓથી રાહત અપાવવામાં મદદ કરે છે. જો તમને ખોરાક ખાધા પછી પેટ ફૂલવાની સાથે પેટમાં દુખાવો થાય છે. તો તમે હળદરનું સેવન કરીને આ સમસ્યાથી રાહત મેળવી શકો છો. તેમજ હળદરવાળું દૂધ પીવાથી એસિડિટી જેવી સમસ્યામાં રાહત મળે છે.
મીઠું ઓછું ખાઓ
મીઠાનું વધુ પડતું સેવન શરીરને અનેક નુકસાન પણ પહોંચાડે છે. મીઠાનું સેવન સોડિયમને કારણે પ્રવાહી રીટેન્શનનું કારણ બને છે. જે પેટનું ફૂલવાનું કારણ બની શકે છે. જો તમને ખાધા પછી પેટ ફૂલવાની સમસ્યા હોય તો તમારે તમારા ભોજનમાં મીઠાની માત્રા ઓછી કરવી જોઈએ. આ સાથે એવી વસ્તુઓનું સેવન ઓછું કરો જેમાં મીઠું વધુ માત્રામાં જોવા મળે છે.
ફુદીનાની ચા
જો તમે પેટ ફૂલવાની સમસ્યાથી પરેશાન છો તો ફુદીનાની ચા વધુ સારો ઉપાય છે. આને પીવાથી જ પેટ સંબંધિત સમસ્યાઓ ઓછી થઈ શકે છે.
ઈસબગુલ અને દહીં
ચોમાસામા ખોરાક ખાધા પછી પેટ ફૂલી જાય તો ઇસબગુલ ફાયદાકારક છે. પેટની દરેક સમસ્યા માટે આ એક અસરકારક ઉપચાર છે. તે ઝાડાથી લઈને પેટનું ફૂલવું સુધીની સમસ્યાઓમાં રાહત આપે છે. ઓછી ચરબીવાળા દહીં સાથે ઇસબગુલ ખાવાથી ફાયદો થાય છે.
પોષ્ટિક આહાર લો
જો તમે પેટ ફૂલવાની સમસ્યાથી પરેશાન છો. તો પોષ્ટિક તત્વોથી ભરપૂર આહાર લઈને આ સમસ્યામાથી રાહત મેળવી શકો છો. તમારા આહારમાં ડ્રાયફ્રૂટ્સ, કઠોળ, પાલક અને કેળાનો સમાવેશ કરી શકો છો.