- સુરતમાંથી પસાર થતી તાપી નદીનું રૌદ્ર રૂપ, કોઝ વે પર ઘુઘવાટા મારતા પાણીની સાથે જોવા મળ્યા નયનરમ્ય દ્રશ્યો
સુરત ન્યુઝ : દક્ષિણ ગુજરાતમાં થોડા દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. તાપી નદીના ઉપરવાસમાં પણ ભારે પડી રહ્યો છે. જેથી ઉકાઈ ડેમમાં પણ નવા નીર આવી રહ્યા છે. તેમજ ડેમમાથી હાલ 600 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. બીજી તરફ ઉકાઈ ડેમથી લઈને સુરત સુધીમાં ભારે વરસાદના પગલે હાલ કોઝ વેની સપાટી 7.06 મીટરથી ઓવરફ્લો થઈ રહ્યો છે. જેથી નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
કોઝ વેનું આકર્ષણ
સૂર્ય પુત્રી તાપીમાં પાણીની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે. હાલ સૂર્ય પુત્રી ફરી એકવાર બે કાંઠે વહેતી થઇ છે. નદીમાં સતત નવી પાણીની આવક થઇ રહી છે. જેથી તાપી નદીનું રોદ્ર રૂપ જોવા મળી રહ્યુ છે. બીજી તરફ કોઝ વે પર ઘુઘવાટા મારતા પાણીના અવાજ આકર્ષિત કરી રહ્યા છે.
જળકુંભી તણાઈ
તાપી નદીમાં ઉનાળા દરમિયાન જળકુંભી ઉગી નીકળતી હોય છે. જોકે હાલ તાપી નદીમાં ભરપૂર માત્રા પાણીનો પ્રવાહ ચાલતો હોવાથી જળકુંભી તણાઈ રહી છે. કોઝ વે પણ જળકુંભીને ન રોકતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
ભાવેશ ઉપાધ્યાય