સૂર્યમુખીના બીજ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. સૂર્યમુખીના બીજનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે ઔષધ તરીકે ઘણા વર્ષોથી કરવામાં આવે છે. સ્વસ્થ રહેવા માટે તમે તમારા આહારમાં સૂર્યમુખીના બીજનો સમાવેશ કરી શકો છો. આ બીજ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. જરૂરી ફેટી એસિડ્સ, વિટામિન્સ અને ખનિજો સૂર્યમુખીના બીજમાં જોવા મળે છે.
જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. સૂર્યમુખીના બીજ ઘણા રોગોના જોખમ સામે રક્ષણ કરવામાં મદદ કરી શકે છે. સાથોસાથ આપણા શરીર માટે ખૂબ જ આરોગ્યપ્રદ માનવામાં આવે છે. આજના સમયમાં લોકો તેમના સ્વાસ્થ્ય વિશે ખૂબ જ સભાન બની ગયા છે અને તેમના ખોરાકમાં ફ્લેક્સસીડ, કોળું, તલ અને સૂર્યમુખીના બીજનું સેવન કરવાનું શરૂ કર્યું છે. સૂર્યમુખીમાં ઘણા પોષક તત્વો મળી આવે છે. જે તમારા શરીરને ઘણી સમસ્યાઓથી બચાવવામાં મદદ કરી શકે છે. તો જાણો કે સૂર્યમુખીના બીજ સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે.
સૂર્યમુખીના બીજ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે :
1. હૃદય માટે ઉપયોગી
સૂર્યમુખીના બીજમાં વિટામિન C અને વિટામિન E મળી આવે છે. જે હૃદયને ઘણા જોખમોથી બચાવે છે. સૂર્યમુખીનું સેવન કરવાથી રક્તની ધમનીઓમાં કોલેસ્ટ્રોલને જમા થતા અટકાવીને હાર્ટ એટેક અને સ્ટ્રોકના જોખમને ઘટાડવામાં પણ મદદ કરી શકે છે.
2. કબજિયાતની સમસ્યાથી રાહત મળે
સૂર્યમુખીના બીજનું સેવન કરવાથી પેટ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. તેમજ આ બીજમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. જે કબજિયાતની સમસ્યાને દૂર કરી પાચનતંત્રને સુધારે છે.
3. ત્વચાને ચમકદાર બનાવે
સૂર્યમુખીના બીજમાંથી પણ તેલ નીકળે છે અને આ તેલ તમારી ત્વચાને ઘણી રીતે ઉપયોગી થાય છે. તેથી જ સૂર્યમુખીના બીજને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. તેના તેલમાં બેક્ટેરિયા સામે લડવાની કેપેસિટી હોય છે. જે તમારી ત્વચા માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે.
4.હાડકાંને મજબૂત બનાવે
સૂર્યમુખીના બીજ હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે. સૂર્યમુખીમાં મેગ્નેશિયમ સારી માત્રામાં રહેલું છે. જે હાડકા માટે ફાયદાકારક માનવામાં આવે છે. આ બીજ હાડકાંને મજબૂત કરવામાં અને સાંધાના દુખાવામાં રાહત અપાવવામાં પણ મદદરૂપ બને છે.
5.તણાવથી રાહત આપે છે
સૂર્યમુખીના બીજ મગજ માટે સારા માનવામાં આવે છે. તેમાં રહેલું મેગ્નેશિયમ મગજના જ્ઞાનતંતુઓને શાંત કરે છે અને તણાવ અને માઈગ્રેનથી રાહત આપે છે. આ તમારા મનને શાંત રાખવામાં પણ મદદ કરે છે. સ્વાસ્થયને લગતી કોઈ પણ સમસ્યા પર ઉપાય અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ લેવાનું રાખો.