-
યુવાનને સાપ કરડતા બોટમા હોસ્પિટલે ખસેડાયો
-
PSI અને NDRF ટીમની સરાહનીય કામગીરી
-
પરિવારજનોએ માધવપુર PSI અને NDRFની ટીમનો આભાર માન્યો
પોરબંદર ન્યૂઝ: માધવપુરથી નજીક આવેલ કડછમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પુરની પરિસ્થિતિ સર્જાઈ છે. જેથી મોચા ગામ તરફ જતા રસ્તા પર પાણી ફરી વળ્યુ હોવાથી કોઇ વાહનની અવરજવર બંધ થઇ ગઈ હતી. આવા સમયે નાગાજણ નામના યુવાનને સાપ કરડવાની ઘટના સામે આવી હતી. જેની જાણ માધવપુરના PSIને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ યુવાનને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે PSIએ NDRFની ટીમને સાથે રાખીને યુવાનના રેસ્ક્યુંની કામગીરી શરુ કરી હતી. સમગ્ર ટીમ દ્વારા 5 કિમી પાણીના પ્રવાહમાંથી બોટ દ્વારા યુવાનનું રેસક્યું કરી તેને મોચા ગામ પહોંચાડવામાં આવ્યો હતો. ત્યાર બાદ 108 મારફત યુવાનને પોરબંદર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. યુવાનને તાત્કાલિક સરવાર મળી રહેતા તેનો જીવ બચ્યો હતો. જેથી ઈજાગ્રસ્તના પરિવારજનો દ્વારા માધવપુર PSI અને NDRFની ટીમનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.
પરેશ નિમાવત