૩૫૦ બોટલ રકતદાન થયું: ૧૦૦ કલાક રાસ -ધૂન થયા: સત્સંગ કથા ઉપરાંત બાળ મંચ અને યુવા મંચ યોજાયા: અબતકની શુભેચ્છા મુલાકાતે આવ્યા સંતો

શ્રી સ્વામી નારાયણ ગુરૂકુલ રાજકોટના સ્થાપક પ.પૂ. સદવિદ્યા સદધર્મસ્થાપક શાસ્ત્રી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીના દીક્ષા મહોત્સવ પ્રસંગે તા. ૨૨ થી ૨૫ ડીસેમ્બર સુધી યોજાયેલા ભાવાંજલી મહોત્સવમાં જન જન દર્શનલાભ લઈને સંતુષ્ટ બન્યા હતા તેમ આજે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલા પ્રભુ સ્વામીએ જણાવ્યું હતુ.

પ્રભુ સ્વામીએ આગળ જણાવ્યું હતુ કે ભાવાંજલિ મહોત્સવને આટલો સરસ પ્રતિસાદ મળ્યો તેમાં મીડિયા માધ્યમે ભગીરથ કાર્ય કરેલ છે. તેમણે કહ્યું કે જેઓ મંદિર દર્શને ન આવી શકયા તેઓ ‘અબતક’ ચેનલનાં માધ્યમથી ઘરે પોતાના ડ્રોઈંગ રૂમમાં બેસીને દર્શન લાભ લઈ શકયા તેમણે હૃદયથી અંત:કરણ પૂર્વક આભાર માન્યો હતો.

પ્રભુ સ્વામીએ ભાવાંજલી મહોત્સવની અપાર સફળતાની ઝાંખી કરાવતા જણાવ્યું હતુકે ગુ‚કુળ ધાર્મિક, શૈક્ષણિક અને સામાજિક એમ ત્રિવિધિ સેવા કાર્યો કરે છે. વિવિધ કાર્યક્રમોમાં રકતદાન દરમિયાન ૩૫૦ બોટલ રકત એકત્ર થયું હતુ. ગુરૂકુળના ૩૦ સ્વામીજીઓએ પણ રકતદાન કર્યું હતુ અને અન્યોને પ્રેરિત કર્યા હતા.

આગળ કહ્યું કે ૧૦૦ કલાક સુધી રાસ-ધૂન, સત્સંગ, કથા-વાર્તા થઈ હતી. બાળમંચ અને યુવા મંચમાં બંને વર્ગને પોતાનું કૌશલ્ય દાખવવાની પૂરતી તકો અપાઈ હતી. વિજ્ઞાન મેળાનો ૧૫૦ શાળા ઉપરાંત લોકોએ લાભ લીધો હતો.મહિલાઓ માટે અલગ મહિલા સભા કરાઈ હતી. ૧૫૦૦ મંદિરો માત્ર મહિલાઓનાં છે. તેમને પણ પૂરતી તકો અપાઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.