ડાયાબિટીસ એ એક એવો રોગ છે જેણે માત્ર ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં ઘણા લોકોને તેનાં શિકાર બનાવ્યા છે. જોકે કેટલાં કારણોસર પણ આવું થઈ શકે છે. તેમજ આજના સમયમાં તમારી ખોટી જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ ખોરાકની આદતો પણ તેના માટે જવાબદાર હોઈ શકે છે. એકવાર આ રોગ કોઈને થઈ જાય તો તે તેને જીવનભર છોડતો નથી. આવી સ્થિતિમાં ડાયાબિટીસના દર્દીઓએ તેમના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડે છે. જો તમે પણ ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા માંગો છો. તો તમે આ ઉપાય અપનાવી શકો છો.
ડાયાબિટીસના દર્દીઓ માટે આયુર્વેદિક છોડ
ડાયાબિટીસના દર્દીઓ માટે સ્વસ્થ આહાર લેવો ખૂબ જ જરૂરી છે. નહીં તો હાઈ બ્લડ પ્રેશર, કિડનીની બીમારી અને હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. પણ જો તમે આ 3 ખાસ છોડનું સેવન કરવામાં આવે તો શરીરમાં ઈન્સ્યુલિનનું પ્રમાણ વધશે અને બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. તો ચાલો જાણીએ કે તે 3 છોડ કયા- કયા છે.
1. સુવાદાણા
સુવાદાણા એક એવો છોડ છે જેને આયુર્વેદનું વરદાન કહેવામાં આવે છે. કેટલાક લોકો તેને સુવાદાણાના નામથી પણ ઓળખે છે. તે ડાયાબિટીસથી પીડિત લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમજ તેની મદદથી ઇન્સ્યુલિનનું પ્રમાણ વધારી શકાય છે. જો તમે ઇચ્છો તો તેને ઘરે તમારા આંગણામાં પણ વાવી શકો છો.
2. કુંવરપાઠુ
આપણે બધા જાણીએ છીએ કે કુંવરપાઠુને ઔષધીય ગુણોનો ભંડાર માનવામાં આવે છે. તે તમારા વાળ અને ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. પણ કેટલાક વ્યક્તિ એ નથી જાણતા કે આ છોડની મદદથી બ્લડ સુગર લેવલને પણ નિયંત્રિત કરી શકાય છે . આ માટે તમે કુંવરપાઠાના પાનમાંથી જેલ કાઢી, તેનો રસ તૈયાર કરીને પીવાનું રાખો. થોડા દિવસોમાં તેની અસર તમારા શરીરમાં દેખાવા લાગશે.
3. ઇન્સ્યુલિન છોડ
ઇન્સ્યુલિન છોડના પાંદડા ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. જો તેનું સતત સેવન કરવામાં આવે તો બ્લડ ગ્લુકોઝ લેવલ કંટ્રોલમાં રહે છે. આ છોડને તમે તમારા ઘરના આંગણામાં પણ ઉગાડી શકો છો. આ વૃક્ષ ઘરમાં થતા ડાયાબિટીઝના રોગને રોકવામાં મદદ કરે છે. તેની સાથે જ અન્ય સમસ્યાઓમાં પણ ફાયદાકારક છે. ડાયાબિટીઝની બીમારીને રોકવા માટે આમ તો તમામ દવાઓ બજારમાં મળે છે. પણ આ ઇન્સ્યુલિન છોડ એવો છે. જેમાં ઔષધિય ગુણોના કારણે ડાયાબિટીઝની બીમારીથી રાહત મળે છે. કોઈ પણ સલાહ સૂચન પર અમલ કરતા પહેલા ડોક્ટરનો સંપર્ક કરવાનું રાખો.