આર્થરાઈટિસ એવી સમસ્યા છે જેના કારણે સાંધામાં સોજો અને દુખાવો થાય છે. તે ઘણા સ્વરૂપોમાં થઈ શકે છે અને તેના લક્ષણો અલગ અલગ હોઈ શકે છે. જોકે તમે આહારમાં થોડો ફેરફાર કરીને આ સમસ્યાને ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકો છો.
આર્થરાઇટિસ એટલે કે પગમાં કે સાંધામાં દુખાવાની તકલીફ કોઇ પણ ઉંમરમાં થઇ શકે છે. ઉંમર વધવાની સાથે-સાથે આ સમસ્યામાં પણ વધારો થઇ શકે છે. ખાસ કરીને 60 વર્ષથી વધારે વયના લોકોમાં આ સમસ્યા થવી એ સામાન્ય વાત છે. આર્થરાઇટિસ એક એવી સમસ્યા છે જેમાં તમે માત્ર પેન કિલર, યોગ અને જીવનશૈલીમાં પરિવર્તન કરીને કંટ્રોલ કરી શકો છો. આજના સમયમાં વાતાવરણમાં બદલાવની સાથે આ સમસ્યામાં વધારો થવાની શક્યતાઓ રહે છે. આ માટે તમે સરળ નેચરલ ઉપાય અજમાવી શકો છો. જેનાથી તમારા સ્વાસ્થ્યને કોઈ નુકશાન નથી થતું. સાથોસાથ તમે મસ્ત લાઇફ પણ એન્જોય કરી શકો છો.
આ 5 શાકભાજી ખાવાથી આર્થરાઈટિસનો દુખાવો અનેકગણો વધી જાય છે.
બટાટા
બટાકામાં સ્ટાર્ચની માત્રા વધુ હોય છે. જે શરીરમાં સોજો વધારી શકે છે. તેમજ બટાકામાં ઉચ્ચ ગ્લાયકેમિક ઇન્ડેક્સ હોય છે. જે તમારા લોહીમાં પણ ખાંડનું પ્રમાણ વધારે છે. તેથી બટાકાનું સેવન ઓછી માત્રામાં કરવું જોઈએ.
રીંગણા
રીંગણા સોલેનાઇન નામનું સંયોજન હોય છે. જે કેટલાક લોકોમાં બળતરા વધારી શકે છે. તેથી આર્થરાઈટિસના દર્દીઓએ રીંગણાનું સેવન ઓછું કરવું જોઈએ. જેથી કરીને તમારું સ્વાસ્થ્ય સારું રહે છે.
મરચું
મરચામાં capsaicin નામનું કમ્પાઉન્ડ હોય છે. જે તમારા પેટમાં બળતરા અને સોજો પેદા કરી શકે છે. જો તમને આર્થરાઈટિસ છે તો તમારે મરચાંનું સેવન ઓછું કરવું જોઈએ.
કોબી
કોબીમાં ઓક્સાલિક એસિડ હોય છે. જે તમારા શરીરમાં બળતરા વધારી શકે છે. આથી આર્થરાઈટિસના દર્દીઓએ કોબીનું સેવન ન કરવું જોઈએ. આમ કરવાથી સ્વાસ્થ્યમાં સુધારો આવી શકે છે.
કેપ્સીકમ
કેપ્સિકમમાં સોલેનાઈન નામનું સંયોજન રહેલું છે. જે સાંધાના દૂખાવાથી પીડિત દર્દીઓ માટે નુકશાનકારક હોઈ શકે છે. તેથી તેનો વપરાશ મર્યાદિત માત્રામાં કરવો જોઈએ.