ચોમાસાની સીઝનમાં વરસાદ ન પડે તો પણ હવામાન તાજગી ભર્યું બની જાય છે. ઠંડી હવામાં ચાલવાની મજા જ કંઈક અનેરી હોય છે. પણ બધો આનંદ બરબાદ થઈ જાય છે જ્યારે તમારા શૂઝ અંદરથી ભીના થઈ જાય છે.
આવી સ્થિતિમાં જો તમે પણ ઓફિસ જઈ રહ્યા છો અથવા ઓફિસથી ઘરે આવી રહ્યા છો. તો તમારા શૂઝ વરસાદમાં પલળવથી ભીના થઇ ગયા છે અને તમને શૂઝ સુકાઈ જવાની ચિંતા સતાવતી રહે છે. હકીકતમાં જો તમે લાંબા સમય સુધી ભીના શૂઝ પહેરો રાખો છો. તો તમારા પગમાંથી દુર્ગંધ આવવા લાગે છે અને ત્વચા પર ચકામા કે ખંજવાળ આવવા લાગે છે. આવી સ્થિતિમાં તમે આ ટિપ્સને અપનાવી શકો છો. જેની મદદથી તમે તમારા શૂઝને તરત જ સૂકવી શકો છો અને તેને વરસાદની મોસમમાં પહેરવા યોગ્ય બનાવી શકો છો.
ભીના શૂઝને આ રીતે ઝડપથી સૂકવો
હેર ડ્રાયરનો ઉપયોગ કરો :
માત્ર તમારા વાળ જ નહીં. તમે હેર ડ્રાયરની મદદથી તમારા ભીના શૂઝને પણ સૂકવી શકો છો. આ માટે તમે શૂઝની અંદર હેર ડ્રાયરને ધીમે-ધીમે ફેરવો. એ વાતનું ધ્યાન રાખો કે હેર ડ્રાયર એક જગ્યાએ વધુ સમય સુધી ન રહે. નહીં તો શૂઝને નુકસાન થઈ શકે છે.
ટુવાલનો ઉપયોગ કરો :
સૌથી પહેલા એક જૂનો ટુવાલ લો અને તેને ભીના શૂઝની અંદર મૂકો. ધીમે ધીમે ટુવાલ ભેજને શોષી લેશે અને શૂઝ ઝડપથી સુકાઈ જશે. ટુવાલને વારંવાર બદલો જેથી તે વધુ ભેજ શોષી શકે અને ઝડપથી સુકાઇ જાય.
કાગળનો ઉપયોગ કરો :
થોડા કાગળ લો અને તેના ટુકડા કરો. ત્યારબાદ તેને શૂઝની અંદર મૂકો. આમ કરવાથી કાગળ ઝડપથી ભેજ શોષી લે છે. જેનાં લીધે તમારા શૂઝ ઝડપથી સુકાઈ જાય છે.
ડીહ્યુમિડીફાયરનો ઉપયોગ :
ઘરમાં રાખેલા ડીહ્યુમિડીફાયર પાસે શૂઝ રાખો. ડીહ્યુમિડીફાયર હવામાંથી ભેજ કાઢે છે. જેના કારણે શૂઝની અંદરનો ભેજ પણ ઝડપથી સુકાઈ જાય છે.
ડ્રાયરનો ઉપયોગ :
શૂઝને થોડા સમય માટે વોશિંગ મશીનના ડ્રાયરમાં મૂકો. જો હીટિંગનો વિકલ્પ હોય. તો જૂતાને 5 મિનિટ માટે તેમાં રાખો અને તેને ચાલુ કરો. આમ કરવાથી તમારા શૂઝ સુકાઈ જાય છે.