શેમ્પૂનો ઉપયોગ વાળને સાફ કરવા માટે થાય છે. પણ આજના સમયમાં બજારમાં મળતા શેમ્પૂમાં કેમિકલ હોય છે. આ રસાયણોનો ઉપયોગ કરવાથી વાળને નુકશાન થાય છે. વાળની કુદરતી ભેજ ખોવાઈ જાય છે. બજારમાં મળતા શેમ્પૂનો લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી પણ વાળનો વિકાસ અટકી જાય છે.
જો તમે વાળને સ્વસ્થ રાખવા માંગતા હોવ તો કેળામાથી શેમ્પૂ તૈયાર કરો. કેળાની મદદથી વાળને પોષણ મળે છે. બજારમાં મળતા શેમ્પૂમાં પણ કેળાના અર્ક મળી આવે છે. કેળામાંથી શેમ્પૂ બનાવવાની રીત સરળ અને કુદરતી છે. તેમાં કોઈપણ પ્રકારનું કેમિકલ ભેળવવામાં આવતું નથી. કેળામાંથી બનાવેલ શેમ્પૂ વાળને સ્વસ્થ રાખે છે. સાથોસાથ વાળની કુદરતી ભેજ પણ જાળવી રાખે છે. કેળાના શેમ્પૂ બનાવવાની સરળ રીત અને તેના ફાયદાઓ વિશે જાણો.
કેળાંના ઉપયોગથી ઘરે શેમ્પૂ કેવી રીતે બનાવવું?
આ રીતે શેમ્પૂ બનાવો.
સામગ્રી :
- 1 પાકેલું કેળું
- 1 ઇંડા જરદી
- 1 ચમચી લીંબુનો રસ
- 1 ચમચી મધ
- 1 ચમચી નારિયેળ તેલ
બનાવવાની રીત :
સૌ પ્રથમ કેળાને છોલી લો. ત્યારબાદ કેળાને નાના ટુકડામાં કાપી લો. કેળાના ટુકડાને મિક્સરમાં નાખીને પીસીને પેસ્ટ બનાવી લો. તેમજ કેળાની પેસ્ટમાં ઈંડાની જરદી, નારિયેળ તેલ અને લીંબુનો રસ મિક્સ કરો. પેસ્ટ તૈયાર ન થાય ત્યાં સુધી સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણને એક કન્ટેનરમાં સ્ટોર કરો.
કેળાંમાથી બનાવેલાં શેમ્પૂનો ઉપયોગ કઈ રીતે કરવો
સૌ પ્રથમ વાળને પાણીથી સારી રીતે ભીના કરો. માથા ઉપરની ચામડી અને વાળ પર કેળામાથી બનાવેલું શેમ્પૂ લગાવો. માથા ઉપરની ચામડીને હળવા હાથે મસાજ કરો જેથી શેમ્પૂ ખોપરી ઉપરની ચામડીમાં સારી રીતે ભળી જાય. લગભગ 10 મિનિટ પછી વાળને ચોખ્ખા પાણીથી સારી રીતે ધોઈ લો. તમે આ શેમ્પૂ અઠવાડિયામાં 1 થી 2 વખત વાપરી શકો છો. આ શેમ્પૂ લગાવવાથી વાળને કુદરતી ભેજ, ચમક અને પોષણ મળે છે.
કેળામાંથી બનેલા કુદરતી શેમ્પૂના ફાયદા
કેળામાંથી બનાવેલ શેમ્પૂ લગાવવાથી વાળને ભેજ અને પોષણ મળે છે. આને લગાવવાથી વાળને હાઇડ્રેશન મળશે અને વાળ ચમકદાર બને છે. સાથોસાથ કેળામાં પોટેશિયમ, વિટામિન A, E અને C જેવા પોષક તત્વો રહેલાં છે. જે તમારા વાળને મજબૂત બનાવવામાં મદદરૂપ બને છે. તેમજ કેળાનું શેમ્પૂ લગાવવાથી માથાની ચામડીની શુષ્કતા અને ખંજવાળ ઘટાડવામાં પણ રાહત મળે છે. કેળાનું શેમ્પૂ વાળ માટે કુદરતી કન્ડિશનરનું કામ કરે છે જે વાળને મુલાયમ અને ચમકદાર બનાવે છે. આ શેમ્પૂ વાપરવાથી વાળ તૂટવાની સમસ્યા ઓછી થાય છે.