રૂ.૧૫૯માં એકથી એક લોભામણી એવી ૧૦૦૦થી વધુ પ્રોડકસનો ખજાનો
ખરીદી માટે લોકોની વ્હેલી સવારથી ભીડ
આપણે સૌ જાણીયે છીએ કે સૌરાષ્ટ્ર અને એમાં પણ ખાસ રાજકોટ વિશ્ર્વસ્તર ઉપર સમાવિષ્ટ થઈ રહ્યું છે. ત્યારે રાજકોટ અને તમામ ચીજ વસ્તુઓ લોકોને મળી રહેતી હોય છે. રાજકોટ એક રંગીલી નગરી છે અને રાજકોટની પ્રજા પણ રંગીલી છે. ત્યારે રંગીલી પ્રજાને રંગીન રાખવા માટે અનેક વીધ પ્રયાસો કરવામાં આવતા હોય છે.
જેના ઉદાહરણ સ્વરૂપે રાજકોટના હાર્ટ સમાન એટલે કે કાલાવાડ રોડ ઉપ વન સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે.જેમાં મેન્સવેર, લેડીઝ વેર, કિડઝ વેર, પરફયુમ બાળકોને રમવા માટેના અનેક વસ્તુઓ જેવી અનેક પ્રોડકટસ રાખવામાં આવી છે. અને આ તમામ પ્રોડકટસ અત્યારે માત્ર રૂ. ૧૫૯માં ઉપલબ્ધ કરવામાં આવી છે. જેમાં છેલ્લા ૪ દિવસથી રાજકોટવાસીઓનો ખૂબજ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
અને આ ૧૫૯ રૂ.ની સ્કીમ લેવા રાજકોટવાસીઓ ઉમટી પડયા હતા અને વહેલી સવારથી લોકોની સ્ટોરની બહાર લાંબી કતારો પણ જોવા મળી હતી. લોકોનો આવો પ્રતિસાદ જોઈને વન સેન્ટરના મેનેજમેન્ટ સ્ટાફનું કહેવું હતુ કે તેઓ ૧૫૯ રૂ. સ્ક્રીમને ૩૬૫ દિવસ સુધી ચલાવવામાં આવશે જે લીમીટેડ પ્રોડકટસ પૂરતી સીમીત હશે. અત્યારે હાલ ૧૦૦૦થી વધુ પ્રોડકટસ મૂકવામાં આવી છે.
વન સેન્ટર સ્ટોર હાલ અત્યારે ગુજરાતમાં રાજકોટ, અમદાવાદ, સુરત અને બરોડામાં આવેલ છે. અને હવે આવનારા દિવસોમાં ભૂજમાં અને મહેસાણામાં ઓપનીંગ થવા જઈ રહ્યું છે. અને મેનેજમેન્ટનું કહેવું હતુ કે આવો લોકોનો સારો પ્રતિસાદ મળતો રહેશે તો હજુ ગુજરાતનાં તમામ નાના મોટા શહેરોમાં વન સેન્ટર સ્ટોર ખોલશે.