• યુવકો ડૂબી જતાં લોકોમાં ઉગ્ર રોષ
  • મૃતકના પરિવાર સહિતના લોકોએ વિરોધ નોંધાવ્યો 65874fd7692729d39b2473de4ab671d7dbb8d6bc

 

વેરાવળ ન્યુઝ: હાલ વરસાદે સૌરાષ્ટ વિસ્તારમાં તબાહી મચાવી છે ત્યારે વેરાવળમાં પણ વરસાદના કારણે બે લોકોના મોત થયાની ઘટના સામે આવી હતી. વેરાવળના શાહીગરા વિસતારમાં ત્રણ દિવસથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જેમાં શાહીગરા સોસાયટીમાં વરસાદી પાણીમાં બે યુવકો ડૂબી જતાં તેમના કરુણ મોત નીપજ્યાં હતા. જેથી લોકોમાં તંત્ર સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો હતો. આ સાથે મૃતક યુવાનના પરિવારો અને મુસ્લિમ સમુદાય દ્વારા પોસ્ટમોર્ટમ રૂમ આગળ ધારાસભ્ય અને કલેક્ટર વિરુદ્ધ હાય હાયના નારા લગાવી વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં આ વિસ્તારના નગરસેવક અને સમસ્ત મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ સહિતના લોકો એ “આ કુદરતી આફત નથી પરંતુ માનવસર્જિત છે, જેણે અમારા બે યુવકોનો ભાગ લીધો છે.” તેવા આક્ષેપો પણ કર્યા હતા.IMG 20240722 WA0097

સ્થાનિકો દ્વારા યુવાનોને બહાર કાઢી હોસ્પિટલ ખાતે ખસેડાયા

વેરાવળ શહેરની વોર્ડ નંબર છમાં આવેલી શાહીગરા સોસાયટીમાં રહેતા અલ્ફાઝ અમીન પંજા (ઉં. વ.18) અને દાનિશ ગફાર ખોખર (ઉં. વ.18) અકસ્માતે પાણીમાં ડૂબી જતા મોતને ભેટ્યા હતા. જો કે યુવાનો ડૂબવાની ઘટના બનતા જ સ્થાનિક લોકો દ્વારા બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ બંને યુવકોને બચાવી શકાયા ન હતા. જેથી બંને યુવાનોને પાણીમાંથી બહાર કાઢી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તેમજ સમગ્ર મામલે ક્યાંય તંત્રના કોઈ પણ લોકો જોડાયા ન હોવાથી સ્થાનિકોમાં જવાબદાર તંત્ર સામે રોષ ભભૂકી ઉઠ્યો હતો. છેલ્લા ત્રણ દિવસ થી આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયેલા હોવાથી લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હતા. ત્યારે સમગ્ર મામલે આ વિસ્તારના નગરસેવક અને સમસ્ત મુસ્લિમસેવા સમાજના પ્રમુખ અફઝલ પંજાયે જવાબદારતંત્ર પર રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં પ્રતિવર્ષ પાણી ભરાય છે અને નિર્દોષ માનવજીવનો ભોગ લેવાય છે. ગત વર્ષે પણ બે બાળકોના પાણીમાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ નીપજ્યાં હતા. તેવી જ રીતે અ વર્ષે પણ બે યુવકોના પાણીમાં ડૂબી જવાથી કરુણમૃત્યુ થયા છે. આ કોઈ કુદરતી આફત નથી પરંતુ માનવસર્જિત આફત છે. જેમાં અમારા બે યુવાનોનોભોગ લેવાયો છે. તેવા આક્ષેપો લગાવવામાં આવ્યા હતા.ceeff878e9ca7d8f80e5b5cfb3fae14825da3b35

મૃતકના પરિવાર જનો સહિતના લોકોનો તંત્ર સામે વિરોધ

સમગ્ર મામલે મૃતકના પરિવારો અને મુસ્લિમ સમુદાય દ્વારા જવાબદાર તંત્ર સામે કડક કાર્યવાહીની માંગ સાથે હોસ્પિટલ આગળ ધરણાં પર બેસી વિરોધ કરવામાં આવ્યો હતો. સાથે જ આ સમસ્યાના કાયમી ઉકેલની નક્કર ખાતરી ન મળે ત્યાં સુધી મૃતદેહ નહી સ્વીકારવામાં આવે તેવું જણાવી રહ્યા હતા. સૌ કોઈ વેરાવળ સરકારી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની બહાર ધારણાં ઉપર બેસી ગયા હતા.

વિરોધ સામે વેરાવળના ડેપ્યુટી કલેક્ટરે

સમગ્ર મામલે મુસ્લિમ સમુદાયના લોકો ધરણાં પર બેઠા હતા અને મૃતદેહ ન સ્વીકારવાની વાત રજૂ કરી હતી. ત્યારે તંત્ર તરફથી વેરાવળના ડેપ્યુટી કલેક્ટર વિનોદ જોશી મૃતકના પરિવાર અને મુસ્લિમ સમુદાયની મુલાકાતે વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. જ્યાં મુસ્લિમ સમાજના લોકોની માંગ સાંભળી તે વિસ્તારમાંથી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા માટે પાલિકા તંત્ર દ્વારા છ કરોડના ખર્ચે ડ્રેનેજ લાઈનનો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જેની રાજ્ય સરકારમાંથી ત્વરિત મંજૂરી મળે તે માટે વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અને આ પ્રશ્નનો કાયમી ઉકેલ આવશે તેવી ખાતરી આપી હતી. ત્યારે સમગ્ર મામલે ખાતરી મળતાં પરિવાર અને મુસ્લિમ સમુદાય દ્વારા બંને યુવકોના મૃતદેહ સ્વીકારી લેવામાં આવ્યા હતા.

અતુલ કોટેચા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.