ફેસ યોગ કરવાથી તમારા ચહેરાની ત્વચા અને સ્નાયુઓને સ્વસ્થ અને સુંદર બનાવવા માટે ઉપયોગી બને છે. ફેસ યોગ કરવાથી માત્ર તમારા ચહેરાનો આકાર નથી સુધરતો પણ ત્વચાની ચમક અને મજબૂતાઈમાં પણ વધારો કરે છે.
આજની આ ભાગદોડની જીંદગીમાં કેટલાક લોકો તેમના ચહેરાની કાળજી લેવાનું ભૂલી જતાં હોય છે. જેના લીધે તેમના ચહેરા પર કરચલીઓ, પીમ્પલ્સ જેવી સમસ્યાઓ થવા લાગે છે. જો તમે પણ આ બધી સમસ્યાઓથી ચિંતિત છો તો તમે આ ટિપ્સ અપનાવી શકો છો. ફેસ યોગ કરવા માટે તમારે કોઈ ખાસ સાધનોની જરૂર નથી. તમે તમારા ઘરે બેઠા જ આ યોગ કરી શકો છો. તમારે ફક્ત કેટલાક સરળ યોગ અને કસરતો શીખવાની જરૂર છે. શરૂઆતના સમયમાં તમે નિષ્ણાતની મદદ લઈ શકો છો અથવા ઑનલાઇન વિડિઓઝ જોઈને પણ યોગા કરી છો. તેમજ આ ફેસ યોગ કરવાથી ક્યાં ક્યાં ફાયદાઓ થાય છે.
ચહેરાને ચમકદાર બનાવવા માટે ઉપયોગી
ફેસ યોગાથી ત્વચાની કુદરતી રીતે ચમક વધે છે. તે ચહેરાના સ્નાયુઓને ટોન કરે છે અને ત્વચાને વધુ ઓક્સિજન પહોંચાડે છે. સાથોસાથ ત્વચાને ચમકદાર અને સ્વસ્થ બનાવે છે. નિયમિત પ્રેક્ટિસ કરવાથી તમે તમારા ચહેરા પર એક અલગ જ ચમક દેખાય આવશે.
ત્વચા જુવાન દેખાય
ફેસ યોગા કરવાથી ચહેરાના સ્નાયુઓ ચુસ્ત બને છે. ચહેરાના સ્નાયુઓને નિયમિત યોગ દ્વારા ટોન કરી શકાય છે. જેનાથી ત્વચા કડક અને જુવાન દેખાય આવે છે. ઉંમરની સાથે ત્વચા પર કરચલીઓ પડવા લાગે છે. જેના લીધે તમારી વધતી ઉંમર દેખાય આવે છે. પણ તમે ફેસ યોગ કરીને આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.
રક્ત પરિભ્રમણમાં સુધારો થાય
ફેસ યોગા કરવાથી ચહેરાના સ્નાયુઓમાં રક્ત પરિભ્રમણ વધે છે. સારું રક્ત પરિભ્રમણ ત્વચાને વધુ ઓક્સિજન અને પોષણ પ્રદાન કરે છે. જે તમારી ત્વચાના રંગને તેજસ્વી બનાવે છે અને ચહેરો તાજગી ભર્યો રાખે છે. તેનાથી ત્વચાની તંદુરસ્તી પણ સુધરે છે.
ડાર્ક સર્કલ ઘટાડે
ફેસ યોગથી આંખોની નીચેના ડાર્ક સર્કલ પણ ઓછા થઈ શકે છે. તે આંખોની આસપાસના સ્નાયુઓને આરામ આપે છે અને રક્ત પરિભ્રમણને વધારે પણ છે. શ્યામ વર્તુળોને ઘટાડે છે અને આંખોને તેજસ્વી બનાવે છે.
કરચલીઓમાં ઘટાડો થાય
ફેસ યોગથી ચહેરા પરની કરચલીઓ અને ફાઈન લાઈન્સ ઓછી થઈ શકે છે. તે ચહેરાના સ્નાયુઓને ખેંચે છે અને આરામ આપે છે. ત્વચાની સ્થિતિસ્થાપકતામાં વધારો કરે છે. આ ઉપાય અપનાવીને તમે તમારા ચહેરાને યુવાન રાખી શકો છો.
ત્વચા ટોનિંગ થાય
ચહેરાના યોગ દ્વારા સ્કિન ટોનિંગ થાય છે. તે ચહેરાના સ્નાયુઓને ટોન કરે છે અને ત્વચાને આકાર આપે છે. જેનાથી ચહેરો સ્વસ્થ અને આકર્ષક દેખાય આવે છે.
તણાવમાં ઘટાડો થાય
ફેસ યોગ કરવાથી માનસિક તણાવ ઓછો થાય છે. જ્યારે આપણે યોગ કરીએ છીએ. ત્યારે આપણું મન હળવું થાય છે અને તે તમારા ચહેરા પર પણ દેખાય છે. જેનાથી તમે વધુ ખુશ અને વધુ સ્વસ્થ અનુભવો છો.
સ્નાયુની તાકાત
ચહેરાના યોગ દ્વારા ચહેરાના સ્નાયુઓ મજબૂત થાય છે. મજબૂત સ્નાયુઓ ચહેરામાં સુધારો કરે છે અને તેને વધુ આકર્ષક બનાવે છે. ફેસ યોગથી માત્ર તમારી સુંદરતા જ નથી વધતી પણ તમારો આત્મવિશ્વાસ પણ વધે છે.