- જિલ્લાફેર બદલની માંગણી હોય ત્યારે મુખ્ય શિક્ષકની હાલના જિલ્લામાં ઓછામાં ઓછી 5 વર્ષની નોકરી પૂર્ણ થયેલી હોવી જોઈએ: બઢતી કે સીધી ભરતીથી નિમણૂંક પામેલા કોઈ મુખ્ય શિક્ષકની સામે અરસ પરસ બદલી કરી શકાશે
- ગુરૂપૂર્ણિમા પહેલા સરકારની શિક્ષકોને ભેટ
રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા ગુરુ પૂર્ણિમા પર શિક્ષકોને મોટી ભેટ આપવામાં આવી છે. એચટાટ મુખ્ય શિક્ષકો માટે રાજ્ય સરકાર દ્વારા સંવેદનશીલ નિર્ણય લેવામા આવ્યો છે.એચટાટ મુખ્ય શિક્ષકોના વિશાળ હિતમાં રાજ્ય સરકાર દ્વારા બદલીના નિયમો જાહેર કરવામાં આવ્યા છે. મુખ્ય શિક્ષકો દ્વારા ગાંધીનગર ખાતે બદલીના નિયમો જાહેર કરવા આંદોલન કર્યું હતું.
લાંબા સમયથી બદલીના નિયમો તૈયાર થઈ રહ્યા હતા . શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે બદલીના નિયમો જાહેર કરવા અંગે એક્સ પર પોસ્ટ શેર કરી છે. જિલ્લાફેર બદલની માંગણી હોય ત્યારે મુખ્ય શિક્ષકની હાલના જિલ્લામાં ઓછામાં ઓછી 5 વર્ષની નોકરી પૂર્ણ થયેલ હોવી જોઈશે. 50 ટકા જગ્યાઓ અગ્રતાથી અને 50 ટકા શ્રેયાનતાથી ભરવાની રહેશે. તબીબી કિસ્સાઓની બદલી, રાષ્ટ્રીય/રાજ્ય સુરક્ષા હેઠળના અધિકારી કર્મચારીઓના મુખ્ય શિક્ષક પતિ/પત્ની બદલીઓ, રાજ્યના વડા મથકના બિન બદલીપાત્ર અધિકારી/ કર્મચારીઓના મુખ્ય શિક્ષક પતિ /પત્નીના બદલીઓ જેવા કિસ્સાઓમાં પણ બદલી અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે.
દર વર્ષે શિક્ષકોની સાથે મુખ્ય શિક્ષકનું મહેકમ શિક્ષણ વિભાગ નક્કી કરશે. બઢતી કે સીધી ભરતીથી નિમણૂક પામેલ કોઈ મુખ્ય શિક્ષકની સામે અરસ પરસ બદલી કરી શકાશે. આંતરિક /જિલ્લા ફેર અરસપરસ બદલીમાં મુખ્ય શિક્ષકની મહત્તમ ઉંમર ક્રમશ 56 વર્ષ અને 55 વર્ષથી વધુ ન હોવી જોઈએજે તે શાળામાં મહેકમ જળવાતુ ન હોય, તો તેઓને પ્રથમ પગારકેન્દ્રની મંજૂર મહેકમવાળી શાળાઓણાં ખાલી જગ્યા પર, તે પછી તાલુકાની મંજૂર મહેકમવાળી શાળાઓમાં ખાલી જગ્યાઓ પર, તે પછી જિલ્લાની મંજૂર મહેકમવાળી શાળાઓણાં ખાલી જગ્યાઓ પર સમાવવામાં આવશે.
- – બાલવાટીકાથી ધોરણ-5માં 150 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા હોય, ત્યારે 1 મુખ્ય શિક્ષક મળવાપાત્ર થાય
- – ધોરણ 6થી 8માં 100 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા હોય, ત્યારે 1 મુખ્ય શિક્ષક મળવાપાત્ર થાય.
- – બાલવાટીકાથી ધોરણ-8માં 150 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા હોય, ત્યારે 1 મુખ્ય શિક્ષક મળવાપાત્ર થાય.