ચોમાસામાં પણ ત્વચામાં ટેનિંગની સમસ્યા થઈ શકે છે. ઘણાં લોકો એવું કહેતાં હોય છે કે ગરમી અને તીવ્ર સૂર્યપ્રકાશને કારણે ત્વચા કાળી થઈ જાય છે. પણ એવું કઈ નથી. જો તમે ચોમાસામાં ત્વચાની યોગ્ય કાળજી ન રાખો તો તેમાં મૃત કોષો જમા થવા લાગે છે.

Person dealing with rosacea

હકીકતમાં તો ગરમીની સાથે ચોમાસું ત્વચા માટે પણ અનેક સમસ્યાઓ લઈને આવે છે. આવી સ્થિતિમાં ત્વચા શુષ્ક દેખાવા લાગે છે. પણ સવાલ એ થાય છે કે ચોમાસામાં પણ ત્વચા ટેનિંગનો શિકાર કેવી રીતે બને છે. જો તમે વિચારી રહ્યા છો કે વરસાદની સિઝનમાં ટેનિંગ નથી થતું તો એવું નથી. કારણ કે ચોમાસામાં નીકળતો સૂર્યપ્રકાશ પણ ખૂબ જ તેજ જ હોય છે અને તે ભેજની સાથે ત્વચાને પણ નુકસાન પહોંચાડે છે.

Natural Ways To Remove Sun Tan | How To Remove Tan

સૂર્યપ્રકાશના યુવી કિરણો અને ભેજ એકસાથે ત્વચા પર અસર કરે છે. એકવાર ત્વચા કાળી થઈ જાય પછી તેને સરળતાથી સામાન્ય કરવી મુશ્કેલ બની જાય છે. તો જાણો કે ચોમાસામાં પણ ત્વચા કેવી રીતે  ટેનિંગનો શિકાર બને છે અને તેના ઈલાજ માટે કયા ઘરેલું ઉપાય અપનાવી શકાય છે.

ચોમાસામાં પણ ટેનિંગ કેમ થાય છે

Skincare FAQs | UVA vs UVB Rays | The Sun's Aging Rays

આ સીઝનમાં વાદળછાયું વાતાવરણ હોવા છતાં યુવીએ અને યુવીબી આપણી ત્વચાને નુકસાન પહોંચાડે છે. તેમજ ચોમાસામાં પ્રદૂષણ અને ગંદકીના કારણે ત્વચાને પણ નુકસાન થાય છે.  આ ઋતુમાં ક્યારેક સૂર્ય બહાર આવે છે અને ક્યારેક નહી. તેના કારણે સૂર્ય અને ભેજની સ્થિતિ રહે છે. જો ધ્યાન આપવામાં ન આવે તો ચોમાસામાં પણ ત્વચા કાળી થવા લાગે છે.

ચોમાસામાં ત્વચાને ટેનિંગથી કેવી રીતે બચાવવી

બટાકાનો ઉપયોગ

Premium Photo | Glass of potato milk with fresh potatoes in the background a dairyfree milk alternative

તમે કેટલાક સરળ ઘરગથ્થુ ઉપાયોથી વરસાદની મોસમમાં પણ ત્વચાને ટેનિંગથી બચાવી શકો છો. બટાકાના રસથી ત્વચાનો ખોવાયેલો રંગ પાછો મેળવી શકાય છે અથવા ટેનિંગ ઘટાડી શકાય છે. આ માટે બટેટાનો રસ કાઢીને ત્વચા પર લગાવો. તેમજ બટેટામાં સ્ટાર્ચ હોય છે જે ત્વચાને ચમકદાર બનાવે છે.

એલોવેરા જેલ માસ્કનો ઉપયોગ

Aloe Vera Gel for Face: The Soothing, Hydrating Skin Superhero

એલોવેરા ત્વચા માટે ઘણી રીતે ફાયદાકારક હોય  છે. ટેનિંગ દૂર કરવા તેમજ તે સનબર્ન પેચ ઘટાડે છે અને ત્વચામાં કુદરતી મોઇશ્ચરાઇઝર રાખે છે. એક વાસણમાં એકથી બે ચમચી એલોવેરા જેલ લો અને તેમાં મધ, હળદર અને થોડું પાણી મિક્સ કરો. આ ફેસ પેકને ચહેરા પર પાતળી રીતે લગાવો. ત્યારબાદ તેને ચહેરાને ગરમ પાણીથી સાફ કરો.

સૂતા પહેલા ત્વચાની સંભાળ રાખો

ત્વચામાંથી ટેનિંગ દૂર કરવા માટે સૂતા પહેલા ત્વચા પર એલોવેરા જેલ લગાવો. આવું 15 દિવસ સુધી કરો અને તમને તમારા ચહેરા પર ટેનિંગ ઘટતું દેખાશે. જો તમે ઈચ્છો તો અઠવાડિયામાં બે વાર બટેટા અને એલોવેરા જેલ માસ્ક ચહેરા પર લગાવી શકો છો.

બટેટા અને હળદર મિક્સ કરીને ચહેરા પર લગાવો

Turmeric face packs for exfoliation, glowing skin, freckles and more | TheHealthSite.com

બટાકાના રસમાં હળદર મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી પણ ટેનિંગ દૂર કરી શકાય છે. એક બાઉલમાં બટેટાનો રસ લો અને તેમાં એક ચપટી હળદર ઉમેરીને ચહેરા પર લગાવો.

ફેશિયલ સ્ક્રબ

What is the Difference Between Cleanser and Exfoliator | Compare the Difference Between Similar Terms

 

ત્વચામાં જમા થયેલી ગંદકીને એક્સ્ફોલિયેશન દ્વારા દૂર કરી શકાય છે. તમે તમારી ત્વચાના પ્રકારને ધ્યાનમાં રાખીને બજારમાંથી ફેશિયલ સ્ક્રબ ખરીદી શકો છો. જો ત્વચા શુષ્ક હોય તો અઠવાડિયામાં એકવાર સ્ક્રબ કરો અને તૈલી ત્વચા માટે તમારે આનાથી વધુ સ્ક્રબ કરવું જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.