• વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતના ડગ હવે આર્થિક મહાસત્તા બનવા તરફ મક્કમપણે આગળ વધી રહ્યા છે ,

ત્યારે દેશના અર્થતંત્રને વેગવાન બનાવવા અને આર્થિક વિકાસ દર યથાવત રાખી ઊંચું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે અર્થતંત્રના ઈંધણ   જેવા કૃષિ ક્ષેત્રના વિકાસની સાથે સાથે ઉત્પાદન ક્ષમતા અને ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે શરૂ થયેલા પ્રયત્નો હવે અસરકારક રીતે સફળ થઈ રહ્યા છે.. ખેતીમાં ખર્ચ ઘટાડી ખેત પેદાશોની પડતર કિંમત ઓછી કરવામાં સરકારી વિવિધ યોજનાઓ ની સાથે સાથે નેનો યુરિયા ની ઉપલબ્ધિ ખેડૂતોની સવલતની સાથે સાથે ખાતરના ખર્ચનું. ભારણ ઘટાડી દેશે, સરકાર દ્વારા ખરીફ  પાક ના ટેકાના ભાવમાં વધારાના નિર્ણય થી ખેડૂતોને ફાયદો થશે ,સાથે સાથે ખેડૂતોને ખેતર માંથી જ ખેત પેદાસના વેચાણની છૂટથી ખેડૂતોને દલાલી અને કમિશન ચૂકવવા માંથી મુક્તિ મળી છે. ત્યારે ખેડૂતોની આવક વધારવા માટે અસરકારક માહોલ ઊભો થઈ રહ્યો છે.

આ વર્ષે કુદરતની કૃપાથી ચોમાસુ સમયસર અને રાહત રૂપ આગળ વધી રહ્યું છે ક્યાંક ક્યાંક આગોતરી વાવણી અને મોલ ઉગી ગયા પછી સમયસરના વરસાદથી આ વખતે વરસ  16આનીપાકે તેઓ અણસાર વર્તાઈ રહ્યો છે ખેડ ખાતરને પાણી લાવે સમૃદ્ધિ તાણી’ ની કહેવત આ વખતે ગુજરાત અને દેશ માટે શુકનવંતી પુરૂવાર થાય તેવું દેખાઈ રહ્યું છે.

સમયસર  વરસતા વરસાદ અને સારા વરસના અણસારથી છૂટક અને જથ્થાબંધ મોંઘવારી ના દર પણ કાબુમાં રહે અને ફુગાવાની સમસ્યા પણ અર્થતંત્ર માટે ઊભી નહીં થાય તેવા નિષ્ણાત અર્થશાસ્ત્રીઓના મત સારા વરસાદથી સાચા પડે તેવું દેખાઈ રહ્યું છે.

દેશના અર્થતંત્રમાં જેવી રીતે ઔદ્યોગિક ઉત્પાદન અને નિકાસ ની આવકની સારી અસર રહે છે તેવી જ રીતે ગુજરાતના કૃષિ વિકાસ દર પણ દેશના અર્થતંત્ર સાથે સીધો સંબંધ રહેતો આવ્યો છે “સૌરાષ્ટ્ર- ગુજરાતમાં આ વખતે ચોમાસુ સુખરૂપ આગળ વધી રહ્યું છે, મોટાભાગના  ખેડૂતોએ મગફળી કપાસ જેવા તેલીબીયા- રોકડીયા પાકની સાથે સાથે ધાન્ય પાકો ની પણ મન ભરીને વાવણી કરી છે સચરાચર મેઘ સવારીથી” રામ મોલ” સારી રીતે  ઉજરી રહ્યા છે.. જો આ વર્ષે ચોમાસુ અપેક્ષા મુજબ સુખરૂપ પાર પડશે તો વરસ સારું પાકશે. આવકની દ્રષ્ટિએ ખેતીને ઉત્તમ માનવામાં આવે છે ;ખેતીની આવકને “હાથીના પગ” સાથે સરખાવવામાં આવે છે ત્યારે સૌરાષ્ટ્ર ગુજરાતમાં સસરાચાર મેઘસવારીથી ધન ધાન્યથી અભરે ભરાય તેવા સંજોગો  જોતાં  આ વખતે દેશના અર્થતંત્રને વિકાસની રફતાર ગતિ આપવામાં ગુજરાતની ખેતી ની આવક ઇંધણનું કામ કરશ

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.