વરસાદની મોસમમાં મસાલેદાર મકાઈ ખાવાનો એક અલગ જ આનંદ છે. ચોમાસા દરમિયાન તમે ઘણીવાર રસ્તામાં મકાઈ બનાવતા વિક્રેતાઓ જોયા હશે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ મસાલેદાર વસ્તુ ખાવાથી તમને કેટલા ફાયદા થઈ શકે છે?
હકીકતમાં પાતળા લોકોને વારંવાર જે સમસ્યાનો સામનો કરવો પડે છે તે એ છે કે તેઓ જ્યાં પણ જાય છે. ઘણા લોકો તેમને વારંવાર અનુભવ કરાવે છે કે તેઓ કેટલા પાતળા છે. જાડા લોકો સાથે બરાબર એ જ થાય છે. તેથી જો તમે પણ તમારા પાતળાપણાથી ચિંતામાં છો તો ગભરાશો નહીં. આ ટિપ્સ અપનાવો જેની મદદથી તમે પાતળાપણુંથી છુટકારો મેળવી શકો છો. એટલું જ નહીં તેની મદદથી તમે સ્વસ્થ અને ફિટ પણ રહેશો.
વરસાદની ઋતુમાં રસ્તાના કિનારે મળતો આ મસાલેદાર નાસ્તો તમને ઘણી મોસમી બીમારીઓથી બચાવે છે. આ સાથે કબજિયાતની સમસ્યાને દૂર કરવામાં પણ મદદગાર બને છે. વિવિધ પ્રકારના વિટામિન્સ અને પોષક તત્વો મકાઈમાં જોવા મળે છે. જેમ પોપકોર્નમાં મિનરલ્સ હોય છે તેમ મકાઈમાં અનેક પ્રકારના વિટામિન્સ હોય છે. મકાઈ અને પોપકોર્નમાં ફોસ્ફરસ, મેંગેનીઝ અને ઝીંક પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. મકાઈમાં વિટામિન B5 અને B9 મળી આવે છે. વજન વધારવા માટે તમે આ રીતે તમારા આહારમાં મકાઈનો સમાવેશ કરી શકો છો.
વજન વધારવા માટે તમારા આહારમાં આ રીતે મકાઈનો સમાવેશ કરો
1. બાફીને ખાવ
ઘણી વાર આપણી વજન ઘટાડવાની યાત્રામાં આપણને બાફેલી વસ્તુઓ ખાવાની નિષ્ણાતો સલાહ આપતા હોય છે. પણ વજન વધારવા માટે તમે તમારા આહારમાં બાફેલી મકાઈનો પણ સમાવેશ કરી શકો છો. આ માટે તમે મકાઈને પાણીમાં બાફી લો. ત્યારબાદ તેમાં લીંબુ, ચાટ મસાલો, લીલા ધાણા મિક્સ કરીને મસાલેદાર ચાટ તૈયાર કરી શકો છો અને ચોમાસામાં આ સ્વાદિષ્ટ વાનગીનો આનંદ લઈ શકો છો.
2. મકાઇની સેન્ડવીચ બનાવો
સૌથી પહેલા પાલક, કેપ્સીકમ, ડુંગળી અને ટામેટાને બારીક સમારી લો અને આ બધા શાકભાજીને એક બાઉલમાં નાખીને મિક્સ કરો. મકાઈની સાથે પાસ્તા મસાલો, મીઠું, ઓરેગાનો, મેયોનીઝ અને ટોમેટો સોસ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. જો તમારી પાસે ગ્રિલિંગ મશીન નથી. તો તમે તેને તવા પર પણ બનાવી શકો છો. હવે 2 બ્રેડ લો અને તેમાં શાક ભરો. આ ફિલિંગને બ્રેડની અંદર બરાબર નાખ્યા બાદ બહારની બાજુએ તેલ કે બટર લગાવી સેન્ડવીચને ધીમી આંચ પર તળી લો. ત્યારપછી તેને તવામાંથી કાઢીને પ્લેટમાં ટોમેટો કેચપ સાથે નાસ્તાની મજા લો. આ ખાવાથી તમારા શરીરને અથળક ફાયદા થશે.
3. શેકેલી મકાઈ ખાવ
મકાઈ ખાવાની સૌથી સરળ રીત છે તેને ગેસ પર શેકીને ખાવી. આ માટે તમારી આખી મકાઈને ગેસ પર ધીમી આંચ પર શેકીને ખાઈ શકો છો. તેની ઉપર તમે મીઠું, ચાટ મસાલો, લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. જેનાથી સ્વાદમાં વધારો થાય છે.
મકાઇ ખાવાથી થતાં ફાયદાઓ
વજન વધારવામાં ફાયદાકારક
મકાઈમાં ઉચ્ચ કેલરી હોય છે જે તમને વજન વધારવામાં મદદ કરે છે. તેમજ મકાઇમાં રહેલાં કાર્બોહાઇડ્રેટ્સથી ઝડપથી વજન વધે છે.
આંખો માટે ફાયદાકારક
મકાઈ આંખોના નાજુક ભાગોને નુકસાનથી બચાવે છે . તેમજ મકાઇમાં કેરોટીનોઈડ લ્યુટીન અને ઝેક્સાન્થિન જેવા જરૂરી એન્ટીઓક્સીડેન્ટ હોય છે. આ ઓપ્ટિક પેશીઓમાંથી હાનિકારક મુક્ત રેડિકલ દૂર કરે છે અને તમારી જોવાની દૃષ્ટિ સુધારે છે.
હાડકાંને મજબૂત બનાવે
મકાઈનું સેવન કરવાથી તમારા શરીરના હાડકાઓ મજબૂત બને છે. મકાઈમાં પ્રાકૃતિક કેલ્શિયમ હોય છે. જે હાડકાની ઘનતા પણ વધારે છે અને ઓસ્ટીયોપોરોસીસને અટકાવે છે.
બ્લડ શુગરને નિયંત્રણમાં રાખે
મકાઈમાં રહેલા ફાયટેટ્સ, ટેનીન, પોલીફેનોલ્સ જેવા તત્વો પાચન પ્રક્રિયાને ધીમી કરે છે જેના કારણે હાઈ બ્લડ શુગર ઘટી જાય છે. તેથી ડાયાબિટીસના દર્દીઓ માટે મકાઇ ખૂબ જ ફાયદાકારક છે.
એનિમિયા દૂર કરે
ભારતમાં મોટાભાગની સ્ત્રીઓ, પુરુષો અને બાળકોમાં આયર્નની ઉણપ જોવા મળતી હોય છે. તેથી જે લોકોમાં હિમોગ્લોબિનનું સ્તર ઓછું હોય તેમના માટે તે દવાનું કામ કરે છે.
ત્વચાને મુલાયમ બનાવે
મકાઈના બીજ ફિનોલિક એસિડ અને ફ્લેવોનોઈડથી બનેલા હોય છે. આ બંને એન્ટીઓક્સીડેન્ટ ફ્રી રેડિકલની સમસ્યાને દૂર કરે છે. જે ત્વચામાં નવા કોષો બનાવવાનું કામ કરે છે અને તમારા ચહેરા પરની કરચલીઓ પણ છુપાવે છે. તેનું સેવન કરવાથી શરીરમાં કોલેજન બને છે. જેનાથી તમારી ત્વચા સોફ્ટ અને ચમકદાર બને છે.