• રંગોળી, લગ્નગીત તેમજ હાલરડા સ્પર્ધા યોજાઇ
  • મહિલાઓની કૌશલ્યતા બહાર આવે તે હેતુથી યોજાઇ સ્પર્ધા
  • વિજેતાઓનું સન્માન કરાયુંScreenshot 2 1 1

દાહોદ ન્યૂઝ : દાહોદ જીલ્લા પંચાલ સમાજ પ્રગતિ મંડળ પ્રેરીત દાહોદ જીલ્લા પંચાલ સમાજ મહીલા સંગઠન દ્વારા જીલ્લા કક્ષા ની રંગોળી, લગ્નગીત તેમજ હાલરડા સ્પર્ધા યોજવામા આવી હતી.પંચાલ સમાજની મહીલાઓમા ગીત ગાવા, તેમજ સ્ટેજ ઉપર પોતાની  કૌશલ્યતા બહાર આવે તે હેતુથી દાહોદ જીલ્લાના અલગ અલગ ઝોન દીઠ પ્રતિયોગીતા યોજવામા આવી હતી. જેમા ઝોનમા પ્રથમ નંબરે આવનારાઓની જીલ્લાની પ્રતિયોગીતા યોજવામાં આવી હતી.Screenshot 1

વિવિધ ઝોનમાંથી બહોળી સાંખ્યામાં મહિલાઓએ લીધો ભાગ

આ પ્રતિયોગીતમાં દાહોદ,ઝાલોદ,લીમડી,લીમખેડા,સુખસર,ફતેપુરા,સંજેલી, ગરબાડા ઝોનમાથી મહિલાઓએ ભાગ લીધો હતો. ઝાલોદ ઝોનમાંથી હાલરડામાં 5 ગ્રુપ, રંગોળીમાં 6 ગ્રુપ તેમજ લગ્ન ગીતમા 4 ગ્રુપના લોકોએ ભાગ લીધો હતો. લીમડી ઝોનમાંથી હાલરડામાં 7 ગ્રુપ, રંગોળીમાં 7 ગ્રુપ, તેમજ લગ્ન ગીત મા 12 ગ્રુપના લોકોએ ભાગ લીધો હતો.સુખસર ઝોનમાંથી હાલરડામાં 4 ગ્રુપ, રંગોળીમાં 7 ગ્રુપ, તેમજ લગ્ન ગીત મા 4 ગ્રુપ લોકોએ ભાગ લીધો હતો. સંજેલી ઝોનમાંથી હાલરડામાં 2 ગ્રુપ, રંગોળીમાં 3 ગ્રુપ, તેમજ લગ્ન ગીત મા 2 ગ્રુપ લોકોએ ભાગ લીધો હતો. લીમખેડા ઝોનમાંથી હાલરડામાં 2 ગ્રુપ, રંગોળીમાં 7 ગ્રુપ, તેમજ લગ્ન ગીતમા 6 ગ્રુપ લોકોએ ભાગ લીધો હતો. દાહોદ ઝોનમાંથી હાલરડામાં 8 ગ્રુપ, રંગોળીમાં 10 ગ્રુપ, તેમજ લગ્ન ગીત મા 11 ગ્રુપ લોકોએ ભાગ લીધો હતો. ગરબાડા ઝોનમાંથી હાલરડામાં 5 ગ્રુપ રંગોળીમાં 11 ગ્રુપ તેમજ લગ્ન ગીત મા 13 ગ્રુપ લોકોએ ભાગ લીધો હતો. દાહોદ જીલ્લા માથી હાલરડામા 33, રંગોળી મા 51,અને લગ્નગીત મા 52 જેટલા ગ્રુપોએ ભાગ લીધો હતો.WhatsApp Image 2024 07 18 at 09.45.27 c4fb498c

ભાગ લેનારા તમામને સન્માનિત કરાયા

આ પ્રતિયોગીતામા ભાગ લેનારામા પ્રથમ આવનારને શીલ્ડ તેમજ કાર્યક્રમમા ભાગ લેનારા સીનિયર સીટીઝનનુ સાલ ઓઢાડીને સન્માન કરવામા આવ્યુ હતુ. તેમજ ભાગ લેનારા તમામને સન્માનિત કરવામા આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમમા ખાસ વાત એ રહી કે મોટી ઉંમરના મહિલાઓએ પણ લગ્નગીત અને હાલરડા ગાયા હતા. સમગ્ર કાર્યક્રમમા દાહોદ જીલ્લા પંચાલ સમાજના લોકો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.

અભેસિંહ રાવલ 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.