• સરકાર દ્વારા વર્ગ ૩– 4 સહિત કોન્ટ્રાક્ટથી થયેલી ભરતીના સ્થાને કાયમી ભરતી કરવાની વાત અફવા 
  • ભરતી બાબતે કોઈ નિર્ણય લેવામાં આવેલો નથી, જેનો પરિપત્ર જાહેર 

કેટલાક સમાચારના માધ્યમો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર અહેવાલો ફરતા થતાં છે કે ગુજરાત સરકારે કરારની ભરતીને બદલવાનો નિર્ણય લીધો છે, જે પ્રમાણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારી નોકરી માટે એક મહત્વનો નિર્ણય કર્યા હોવાની વાત કરાઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પેટેલ કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરીને તેના સ્થાને કાયમી નોકરી આપવાની પ્રથા શરૂ કરવા માટે પહેલ કરી છે. જેમાં વર્ગ3 અને વર્ગ4ની જગ્યાઓ માટે, કાયમી ભરતી સાથે અને કોન્ટ્રાક્ટ સિસ્ટમ નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે.

જે અંગે સરકારી નોકરી પર કરેલા નિર્ણયના સમચારને લઈ સંયુક્ત સચિવ દ્વારા એક સ્પષ્ટતા કરવામાં આવી છે. તેમણે એક પરિપત્ર જાહેર કરી સરકારી નોકીરીના કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂત થવાની અફવા પર વિરામ લગાવી દીધો છે .આ  પત્રમાં લખવામાં આવ્યું છે કે કેટલાક સમાચાર માધ્યમોમાં તથા સોશિયલ મીડિયામાં સરકારી દ્વારા વર્ગ-૩ અને વર્ગ-૪ સહિત કોન્ટ્રાક્ટથી થતી ભરતીઓના સ્થાને કાયમી ભરતી કરવાના તથા સરકારી ભરતીઓમાંથી કોન્ટ્રાક્ટ પ્રથા નાબુદ કરવા અંગે નિર્ણય લેવાયો હોવા બાબતના સમાચાર પ્રસિદ્ધ થયેલ છે, જે સંપૂર્ણ વેગળા છે. સરકાર દ્વારા આ બાબતે કોઈ નિર્ણય લેવામાં આવેલ નથી કે આ અંગે કોઈ સૂચના આપવામાં આવેલ નથી. આ અંગેની સરકારની હાલની નીતિ યથાવત છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.