• જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ અને ક્રેડાઈ વુમન્સ વિંગ આયોજિત
  • 500થી વધુ મજૂરોને નિર્માણ કાર્ડ વિશે માહિતી અપાઈ: સિદ્ધિ સ્પેસ સાઇટ પર નિર્માણ કાર્ડ કેમ્પ યોજાયો

રાજકોટમાં અંબિકા ટાઉનશિપમાં આવેલ સિદ્ધિ સ્પેસ સાઇટ પર નિર્માણ કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ક્રેડાઈ વુમન્સ વિંગ અને રાજકોટ બિલ્ડર એસોસિએશન દ્વારા મજૂરો ક્ધટ્રક્શન સાઇડ ઉપર કામ કરે છે તેને હેલ્થ જાગૃતિ માટે કેમ્પ યોજાયો હતો.  ક્ધસ્ટ્રકશન સાઈડ પર કામ કરતા મજદૂરો માટે સરકાર દ્વારા આપવામાં આવતી સહાયનો લાભ અંગે સમજાવવામાં આવ્યા હતા. સિદ્ધિ સ્પેસ સાઇટ  ગ્રુપ દ્વારા 500થી વધુ મજૂરોને નિર્માણ કાર્ડ વિશે માહિતી આપવામાં આવી. 10,000 થી વધુ મજૂરોને નિર્માણ કાર્ડનો લાભ આપવામાં આવ્યો. ઉપરાંત બિલ્ડરોને પોતાના મજૂરો માટે નિર્માણ કાર્ડ કેમ્પનું આયોજન કરે તેવી અપીલ કરવામાં આવે છે. કાર્યક્રમમાં કે. એમ .ગોહિલ ડિસ્ટ્રિક્ટ જજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા

સરકારની વિવિધ લેબર સ્કીમો વિશે અપાયું સચોટ માર્ગદર્શન: કે.એમ. ગોહીલ

અબતક સાથેની વાતચીતમાં કે.એમ. ગોહિલએ જણાવ્યું હતું કે, ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ કિરણ વૈષ્ણવના અઘ્યક્ષતા લીગલ અવેરનેસ માટે મજુરોને જાગૃતિ અર્થે અને નિર્માણ કાર્ડના વિવિધ લાભો તથા 2015ની સરકારની વિવિધ સ્કીમો વિશે મજુરોને શું શું લાભ મળશે તેનું સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. રાજકોટ બિલ્ડર એસો. ની અનન્ય પહેલથી મજુરોને ખુબ ફાયદો થયો છે.

સક્ષમ ભારતનું સ્વપ્ન પરિપૂર્ણ કરવા અમે પ્રયત્શીલ: હેમલ મહેતા

અબતક સાથેની વાતચીતમાં સિઘ્ધી ગ્રુપના હેમલ મહેતાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન ના સક્ષમ ભારતના સ્વપ્નને સાકાર કરવા રાજકોટ બિલ્ડર એસો. દ્વારા એક પહેલ કરવામાં આવી છે જે મજુરો ક્ધટ્રકશન સાઇટ પર કામ કરે છે તે માટે નિર્માણ કાર્ડ થકી મળતા લાભોથી પરિચિત કરાશે.સિઘ્ધી ગ્રુપ 500-600 નો લેબર ફોર્સ ધરાવે છે.જેમાં વિવિધ લાભો આરોગ્ય લક્ષી  ચકાસણી કરવામાં આવે છે. સેવાકીય કાર્યમાં નીખીલભાઇ, ચેતનભાઇ સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી રહ્યા છે. સક્ષમ ભારતનું સ્વપ્ન પુર્ણ કરવા અમે હંમેશા કાર્યશીલ રહેશે.

 બે વર્ષના લેબર જાગૃતિ અભિયાનમાં 10,000 લેબરોને કરાયા માહિતીસભર

અબતક સાથેની વાતચીતમાં ડેકોરા ગ્રુપના દર્શનાબેન પટેલે જણાવ્યું હતું કે, સરકારની જે સ્કીમો મજુરો માટે બહાર પડે છે. તેનાથી મજુરો વંચિત રહે છે તે માટે તેનામાં જાગૃતિ લાવવા અમે બીડું ઝડપયું છે. ઉપરાંત મજુરોના આરોગ્ય માટે અલગ અલગ 17 પ્રકારના ટેસ્ટ કરાવવામાં આવે છે. બે વર્ષથી સતત કાર્ય સાથે જોડાઇને 10,000 લેબરોને ફાયદો કરાવીને માહીતી સભર બનાવ્યા છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.